________________
| અધ્ય–૮: મલી
૨૦૩ |
મિત્રોને બોધ પમાડવા મોહનગૃહનું નિર્માણ:
२९ तए णं सा मल्ली विहेदवररायकण्णा देसूणवाससयजाया । ते छप्पि य रायाणो विउलेण ओहिणा आभोएमाणी-आभोएमाणी विहरइ, तं जहा- पडिबुद्धिं जाव जियसत्तुं पंचालाहिवई । ભાવાર્થ - ત્યાર પછી વિદેહરાજની તે ઉત્તમ કન્યા મલ્લીકુમારી કંઈક ન્યૂન સો વર્ષના થયા, ત્યારે તેઓએ(પૂર્વ ભવના મિત્ર) છ એ રાજાઓને પોતાના વિપુલ અવધિજ્ઞાનથી જાણ્યા. તેમને જાણ થઈ કે અચલનો જીવ પ્રતિબુદ્ધિ રાજારૂપે કોશલ દેશનો અધિપતિ છે યાવત્ વૈશ્રવણનો જીવ જિતશત્રુ રાજારૂપે પાંચાલ દેશનો અધિપતિ છે. ३० तए णं सा मल्ली कोडुंबियपुरिसे सद्दावेइ सद्दावित्ता एवं वयासी- तुब्भे णं देवाणुप्पिया! असोगवणियाए एगं महं मोहणघरं करेह अणेगखंभसयसण्णिविटुं । तस्स णं मोहणघरस्स बहुमज्झदेसभाए छ गब्भघरए करेह । तेसिंणं गब्भघराणं बहुमज्झदेसभाए जालघरयंकरेह । तस्सणंजालघरयस्सबहुमज्झदेसभाएमणिपेढियंकरेह जावपच्चप्पिणंति। ભાવાર્થ- ત્યાર પછી (પૂર્વ ભવના મિત્રોની સ્થિતિ અને ભાવિ જાણીને) મલ્લીકુમારીએ કર્મચારી પુરુષોને બોલાવીને કહ્યું- હે દેવાનુપ્રિયો ! તમે જાઓ અને અશોક વાટિકામાં અનેક સેંકડો થાંભલાઓથી પ્રતિષ્ઠિત એક મોટું મોહનગૃહ(મોહ ઉત્પન્ન કરનારું, અતિશય રમણીય ઘર) બનાવો. તે મોહનગૃહની બરાબર મધ્યભાગમાં છ ગર્ભગૃહ (ઓરડા) બનાવો. તે ઓરડાની બરાબર મધ્યમાં એક જાલગૃહ બનાવો જેની ચારે બાજુ જાળી હોય તેથી તેની અંદરની વસ્તુ બહારથી જોઈ શકાતી હોય. તે જાલગૃહના મધ્યમાં એક મણિપીઠિકા- ચબૂતરો બનાવો. આ આદેશને સાંભળી કર્મચારી પુરુષોએ યાવતું તે પ્રમાણે કરીને મલ્લી ભગવતીને તે વાતની જાણ કરી. ३१ तए णं सा मल्ली मणिपेढियाए उवरि अप्पणो सरिसियं सरिसत्तयं सरिसव्वयं सरिसलावण्णरुवजोव्वणगुणोववेयं कणगमई मत्थयच्छिडु पउमुप्पलप्पिहाणं पडिमं करेइ, करित्ता जं विउलं असणं पाणं खाइमं साइमं आहारेइ, तओ मणुण्णाओ असण-पाण खाइमसाइमाओ कल्लाकल्लि एगमेगं पिंडं गहाय तीसे कणगमईए मत्थयच्छिड्डाए पउमुप्पलपिहाणाए पडिमाए मत्थयंसि पक्खिवमाणी-पक्खिवमाणी विहरइ । ભાવાર્થ - ત્યાર પછી મલ્લીકુમારીએ તે મણિપીઠિકા ઉપર આબેહૂબ પોતાના જેવી જ પોતાની સમાનત્વચા, વય, લાવણ્ય, રૂપ, યૌવન આદિ લક્ષણયુક્ત સુવર્ણની એક પ્રતિમા તૈયાર કરાવી. તે પ્રતિમાના મસ્તક ઉપર એક મોટું છિદ્ર રાખ્યું અને તે છિદ્ર પદ્મકમળના આકારવાળા ઢાંકણાથી ઢાંકેલું હતું. આ પ્રતિમા તૈયાર થઈ ગયા પછી (મલ્લીકુમારી) પોતે જે અશન, પાન, ખાધ, સ્વાદ્યનું ભોજન કરતાં, તે મનોજ્ઞ આહારમાંથી પ્રતિદિન એક-એક કવલ, તે કનકમયી અને પદ્મકમળના આકારવાળા ઢાંકણાયુક્ત પ્રતિમાના મસ્તક ઉપરના છિદ્રમાંથી અંદર નાંખતાં હતાં યાવતું આ રીતે પ્રતિમામાં મસ્તક પર રહેલા છિદ્ર દ્વારા દરરોજ એક-એક કવલ તેમાં નાંખતા રહ્યા. ३२ तएणं तीसे कणगमईए जावमत्थयछिड्डाए पडिमाए एगमेगंसि पिंडे पक्खिप्पमाणे