________________
૨૦૨ |
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
दारिया णामेणं "मल्ली" णामं ठवेइ, जहा महाबले णामं जाव सुहं सुहेणं परिवड्डइ । ભાવાર્થ :- ત્યાર પછી ઘણા ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વૈમાનિક દેવો દ્વારા તીર્થકરનો જન્માભિષેક મહોત્સવ થઈ ગયા પછી કુંભરાજાએ જાતકર્મ આદિ સંસ્કાર કર્યા યાવત્ નામકરણ કર્યું
જ્યારે અમારી આ પુત્રી માતાના ગર્ભમાં આવ્યાં, ત્યારે માતાને પુષ્પની શય્યામાં સુવાનો દોહદ ઉત્પન થયો હતો અને તે પૂર્ણ થયો હતો, તેથી પુત્રીનું નામ “મલ્લી રાખવામાં આવે છે, એમ કહીને તેનું “મલ્લી’ નામ રાખ્યું. ભગવતી સૂત્રમાં કથિત મહાબલકુમારની નામ કરણ વિધિની સમાન અહીં પણ જાણવું જોઈએ થાવત્ મલ્લીકુમારી સુખપૂર્વક વૃદ્ધિ પામવા લાગ્યા. २८ तए णं सा मल्ली विदेहवररायकण्णा उम्मुक्कबालभावा जावरूवेण य जोव्वणेण य लावण्णेण य उक्किट्ठा उक्किट्ठसरीरा जाया यावि होत्था। ભાવાર્થ :- ત્યાર પછી વિદેહરાજની તે ઉત્તમ કન્યા(મલી) બાલ્યાવસ્થાથી મુક્ત થયાં ભાવતું રૂપ, યૌવન અને લાવણ્યથી ઉત્કૃષ્ટ થયાં તેમજ પરિપૂર્ણ ઉત્તમ શરીરવાળાં થઈ ગયાં. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ઓગણીસમા તીર્થકર શ્રી મલ્લીપ્રભુના ચ્યવન, જન્મ, જન્મોત્સવ અને બાલ્યવયનું વર્ણન છે.
ગર્ભકાળના ત્રીજા મહિને માતાને પુષ્પશપ્યાનો દોહદ થયો અને વ્યંતર દેવોએ પુષ્પો લાવી તે પૂર્ણ કર્યો. તીર્થકરોના પ્રકૃષ્ટ પુણ્યના કારણે જ્યારે તેઓ માતાના ગર્ભમાં આવે ત્યારથી જ દેવો તીર્થકર અને તેમની માતાની સેવામાં રહે છે.
મલ્લીપ્રભુના જન્મ, જન્માભિષેકનું વર્ણન અતિદેશાત્મક(સંક્ષિપ્ત) છે તે જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રના વક્ષસ્કાર-૫ પ્રમાણે જાણવું.
કેટલીક પ્રતોમાં મલ્લીકમારીના વર્ણન વિષયક બે ગાથા જોવા મળે છે. ટીકાકારે તેને આવશ્યક નિર્યુક્તિની ગાથા હોવાનું કથન કર્યું છે, તે ગાથાઓ આ પ્રમાણે છે
सा वड्डइ भगवई, दियालोयच्या अणोपमसिरीया ।
दासीदास परिवुडा, परिकिण्णा पीढमद्देहिं ॥१॥ અર્થ– દેવલોકથી ચ્યવીને, માતા પ્રભાવતી દેવીની કુક્ષીથી જન્મ પામેલા તે મલ્લી ભગવતી વૃદ્ધિને પ્રાપ્ત થયા અને અનુપમ શોભાથી સંપન્ન થઈ ગયા. દાસ-દાસીઓથી પરિવૃત્ત થઈને અને પીઠમાઁ (સખા-મલ્લીકુમારી સ્ત્રી હોવાથી પીઠમર્દોનો અર્થ સખી કરતા)–સખીઓથી ઘેરાઈને રહેવા લાગ્યા.
असियसिरया सुणयणा, बिंबोट्ठी धवलदंतपंतीया ।
वर कमल गब्भगोरी, फुल्लुप्पलगंधनीसासा ॥२॥ અર્થ- તે મલ્લીકુમારીના મસ્તકના વાળ કાળા, આંખો સુંદર, હોઠ ચણોઠી જેવા લાલ, દંતપંક્તિ શ્વેત હતી. તે મલ્લીકુમારીનું શરીર કસ્તુરી જેવું હતું(ગોરી– તે મલ્લીકુમારીનું શરીર શ્રેષ્ઠકમલ, હરણ ગર્ભ = નાભિમાં થતી કસ્તુરી અર્થાત્ કસ્તુરી મૃગની કસ્તુરી જેવું હતું, અને તેનો શ્વાસોશ્વાસ વિકસિત કમળ જેવો સુગંધિત હતો.