SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર चउत्थे मासे, अट्ठमे पक्खे फग्गुणसुद्धे; तस्स णं फग्गुणसुद्धस्स चउत्थीपक्खेणं जयंताओ विमाणाओ बत्तीससागरोवम द्विइयाओ अनंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे मिहिलाए रायहाणीए कुंभगस्स रण्णो पभावईए देवीए कुच्छिसि आहारवक्कंतीए सरीरवक्कंतीए भववक्कंतीए गब्भत्ताए वक्कं । ભાવાર્થ:- ત્યાર પછી તે મહાબલ દેવ મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન; આ ત્રણ જ્ઞાન સહિત, સમસ્ત ગ્રહો ઉચ્ચસ્થાને હતા, સર્વ દિશાઓ સૌમ્ય-ઉત્પાતથી રહિત, વિતિમિર-અંધકારથી રહિત અને વિશુદ્ધ-ધૂળ આદિથી રહિત હતી, પક્ષીઓના વિજયકારક શબ્દરૂપ શકુન થઈ રહ્યા હતા, દક્ષિણ તરફનો વાયુ વાતો હતો, તે અનુકૂળ અર્થાત્ શીતલ, મંદ અને સુગંધ યુક્ત પવન પૃથ્વી પર ફેલાઈ રહ્યો હતો; નિષ્પન્ન થયેલા ધાન્યથી યુક્ત પૃથ્વી પર લોકો અત્યંત હર્ષયુક્ત થઈને ક્રીડા કરી રહ્યા હતા, તેવા સુખદ સમયે મધ્ય રાત્રિના સમયે અશ્વિની નક્ષત્રનો ચંદ્રની સાથે યોગ થતાં, હેમંત ઋતુના ચોથા માસે, આઠમા પક્ષે, ફાગણ મહિનાના શુક્લ પક્ષમાં, ચોથ તિથિના પાછલા ભાગે, અર્ધ રાત્રિના સમયે, બત્રીસ સાગરોપમની સ્થિતિવાળા જયંત નામના વિમાનથી, આયુષ્યાદિનો ક્ષય થવાથી દેવ શરીરનો ત્યાગ કરી, આ જંબુદ્રીપ નામના દ્વીપના ભરતક્ષેત્રની મિથિલા નામની રાજધાનીમાં, કુંભરાજાની પ્રભાવતી દેવીની કુક્ષીમાં દેવગતિ સંબંધી આહાર, વૈક્રિય શરીર અને દેવભવનો ત્યાગ કરીને ગર્ભરૂપે ઉત્પન્ન થયા. २२ जं रयणिं च णं महब्बले देवे पभावई देवीए कुच्छिसि गब्भत्ताए वक्कंते, तं रयणिं च णं सा पभावई देवी चउद्दस महासुमिणे पासित्ता णं पडिबुद्धा । भत्तारकहणं । सुमिपाढ पुच्छा जाव विहरइ । ૨૦૦ ભાવાર્થ :- જે રાત્રિએ મહાબલદેવનો જીવ પ્રભાવતી દેવીની કુક્ષીમાં ગર્ભરૂપે ઉત્પન્ન થયો તે રાત્રિમાં પ્રભાવતી દેવી ચૌદ મહાસ્વપ્ન જોઈને જાગૃત થયા અને પતિને સ્વપ્ન સંબંધી વાત કરી. કુંભ રાજાએ સ્વપ્ન પાઠકોને બોલાવીને સ્વપ્નોનું ફળ પૂછ્યું યાવત્ પ્રભાવતી દેવી હર્ષિત અને સંતુષ્ટ થઈને રહેવા લાગ્યા.(સ્વપ્ન અને તેના ફળ કથન સંબંધી વિસ્તૃત વર્ણન પ્રથમ અધ્યયનમાં કથિત મેઘકુમારના વર્ણન પ્રમાણે જાણવું.) | २३ तए णं तीसे पभावईए देवीए तिन्हं मासाणं बहुपडिपुण्णाणं इमेयारूवे दोहले पाउब्भूए- धण्णाओ णं ताओ अम्मयाओ जाओ णं जल थलय भासुरप्पभूएणं दसद्धवणेणं मल्लेणं अत्थुय-पच्चत्थुयंसि सयणिज्जंसि सण्णिसण्णाओ संतुयट्टाओ (सणिवण्णाओ ) य विहरंति । एगं च महं सिरिदामगंडं पाडल-मल्लिय- चंपय- असोग- पुण्णाग- मरुयगदमणग-अणोज्जकोज्जय-कोरंटपत्तवर-पउरं परमसुहफासं दरिसणिज्जं महया गंधद्धणि मुयंत अग्घाय माणीओ डोहलं विर्णेति । I ભાવાર્થ:- ત્યાર પછી પ્રભાવતી દેવીને બરાબર ત્રણમાસ પૂર્ણ થયા ત્યારે આ પ્રકારનો દોહદ(મનોરથ) ઉત્પન્ન થયો કે તે માતાઓ ધન્ય જે જલ અને સ્થલમાં ઉત્પન્ન થઈને વિકસિત થયેલા ઘણા પંચરંગી પુષ્પોથી આચ્છાદિત અને પુષ્પોના થરના થરથી આચ્છાદિત શય્યા પર સુખપૂર્વક બેસે છે અને સુખપૂર્વક શયન કરે છે તથા જેમાં ગુલાબ, માલતી, ચંપા, અશોક, પુન્નાગના ફૂલો, મરવાના પાંદડા, દમનક, સુંદર શતપત્રિકાના ફૂલો અને કોરંટના ઉત્તમ પાંદડાથી ગૂંથેલા, પરમ સુખદાયક સ્પર્શવાળા, સુંદર તથા અત્યંત
SR No.008763
Book TitleAgam 06 Ang 06 Gnatadharma Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorSumanbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages564
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_gyatadharmkatha
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy