________________
| અધ્ય—૮: મલી
[ ૧૯૯ ]
पाउणंति पाउणित्ता चुलसीइं पुव्वसयसहस्साई सव्वाउयं पालइत्ता जयंते विमाणे देवत्ताए उववण्णा ।
तत्थ णं अत्थेगइयाणं देवाणं बत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । तत्थ णं महब्बल- वज्जाणं छण्हं देवाणं देसूणाई बत्तीसं सागरोवमाई ठिई, महब्बलस्स देवस्स य पडिपुण्णाई बत्तीसं सागरोवमाई ठिई पण्णत्ता । ભાવાર્થ:- ત્યાર પછી મહાબલ આદિ અણગારો ભગવતી સૂત્રમાં કથિત સ્કંધક મુનિની જેમ તે પ્રધાન તપના કારણે શુષ્ક-માંસ-રુધિરથી રહિત તથા નિસ્તેજ થઈ ગયા, તેમાં વિશેષતા એ છે કે અંધક મુનિએ ભગવાન મહાવીર પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી હતી, પણ આ સાત મુનિઓએ સ્થવિર ભગવંત પાસેથી આજ્ઞા પ્રાપ્ત કરી હતી. આજ્ઞા લઈને ચારુ પર્વત(વક્ષસ્કાર પર્વત) પર ચઢયા યાવતુ બે માસની સંખના કરીને, એકસો વીસ ભક્તનું અનશન દ્વારા છેદન કરીને, ચોરાસી લાખ વર્ષ સુધી સંયમનું પાલન કરીને, ચોરાસી લાખ પૂર્વનું કુલ આયુષ્ય પૂર્ણ કરીને જયંત નામના ત્રીજા અનુત્તર વિમાનમાં દેવ પર્યાયથી ઉત્પન્ન થયા.
તે જયંત વિમાનમાં કેટલાક દેવોની સ્થિતિ બત્રીસ સાગરોપમની છે. તેમાંથી મહાબલને છોડીને બીજા છે દેવોને બત્રીસ સાગરોપમમાં થોડી ઓછી સ્થિતિ અને મહાબલ દેવને પૂરી બત્રીસ સાગરોપમની સ્થિતિ પ્રાપ્ત થઈ. છ મિત્રોનો છ રાજારૂપે જન્મઃ२० तए णं ते महब्बलवज्जा छप्पिय देवा जयंताओ देवलोगाओ आउक्खएणं ठिइक्खएणं भवक्खएणं अणंतरं चयं चइत्ता इहेव जंबुद्दीवे दीवे भारहे वासे विसुद्धपिइमाइवंसेसु रायकुलेसु पत्तेयं पत्तेयं कुमारत्ताए पच्चायाया । तं जहापडिबुद्धी इक्खागराया, चंदच्छाए अंगराया, संखे कासिराया, रूप्पी कुणालाहिवई, अदीणसत्तू कुरूराया, जियसत्तू पंचालाहिवई । ભાવાર્થ:- ત્યાર પછી મહાબલ સિવાયના છ દેવો જયંત દેવલોકથી, દેવ સંબંધી આયુષ્યનો, દેવલોકમાં રહેવા રૂપસ્થિતિનો અને દેવ સંબંધી ભવનો ક્ષય થવાથી, તે જ સમયે શરીરનો ત્યાગ કરીને આ જંબૂદ્વીપના, ભરતક્ષેત્રમાં, વિશુદ્ધ પિતૃવંશ અને માતૃવંશવાળા જુદા-જુદા રાજકુલોમાં રાજકુમારરૂપે ઉત્પન્ન થયા. તે આ પ્રમાણે છે- (૧) અચલનો જીવ ઈક્વાકુદેશ(કોશલદેશ)ના પ્રતિબુદ્ધિનામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૨) ધરણનો જીવ અંગદેશના ચંદ્રચ્છાયનામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૩) અભિચંદ્રનો જીવ કાશીદેશના શંખ નામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૪) પૂરણનો જીવ કુણાલદેશના રુક્મિનામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૫) વસુનો જીવ કુરુદેશના અદીન શત્રુનામના રાજારૂપે ઉત્પન્ન થયો. (૬) વૈશ્રવણનો જીવ પાંચાલ દેશના જિતશત્રુનામના રાજારૂપે ઉત્પન્ન થયો. મલ્લી પ્રભુનું ચ્યવન, જન્મ, બાલ્યવય:
२१ तए णं से महब्बले देवे तिहिं णाणेहिं समग्गे उच्चट्ठाणट्ठिएसु गहेसु, सोमासु दिसासु वितिमिरासु विसुद्धासु, जइएसु सउणेसु, पयाहिणाणुकूलंसि भूमिसप्पिसि मारुयंसि पवायंसि, णिप्फण्ण-सस्स-मेइणीयंसि कालंसि, पमुइय-पक्कीलिएसु जणवएसु, अद्धरत्तकालसमयंसि अस्सिणीणक्खत्तेणं जोगमुवागएणं; जे से हेमंताणं