________________
અધ્ય=૮: મલ્લી,
[ ૧૯૭]
કરે પછી પાંચ ઉપવાસ કરે, છ ઉપવાસ કરે પછી ચાર ઉપવાસ કરે, પાંચ ઉપવાસ કરે પછી ત્રણ ઉપવાસ કરે, ચાર ઉપવાસ કરે પછી બે ઉપવાસ કરે, ત્રણ ઉપવાસ કરે પછી એક ઉપવાસ કરે, બે ઉપવાસ કરે પછી એક ઉપવાસ કરે, દરેક ઉપવાસોનું વિગય યુક્ત પારણું કરે.
આ પ્રમાણે આ ક્ષુલ્લક સિંહ નિષ્ક્રીડિત તપની પહેલી પરિપાટી છ માસ અને સાત અહોરાત્રિઓમાં સુત્રોક્ત વિધિ પ્રમાણે આરાધિત થાય છે. તેમાં ૧૫૪ ઉપવાસ અને ૩૩ પારણા કરાય છે.) १६ तयाणंतरं दोच्चाए परिवाडीए चउत्थं करेंति, णवरं विगइवज्जं पारैति । ए वं तच्चा वि परिवाडी, णवरं पारणए अलेवाडं पारेति । एवं चउत्था वि परिवाडी, णवरं पारणए आयंबिलेणं पारेति । ભાવાર્થ - ત્યાર પછી બીજી પરિપાટીમાં એક ઉપવાસ કરે છે, ઇત્યાદિ બધું પહેલાની જેમ સમજી લેવું જોઈએ. વિશેષતા એ છે કે તેમાં વિગય રહિત પારણા કરે છે અર્થાતુ પારણામાં ઘી, દૂધ, તેલ, દહીં આદિ ધાર વિષયનું સેવન કરે નહીં. એ પ્રમાણે ત્રીજી પરિપાટી પણ સમજવી પરંતુ તેમાં વિશેષતા એ છે કે પાત્રમાં લેપ ન લાગે તેવા લખા દ્રવ્યથી પારણા કરે અર્થાતુ નીવી તપથી પારણા કરે ચોથી પરિપાટીમાં પણ તેમ જ કરે છે પરંતુ તેમાં આયંબિલથી પારણા કરે છે. १७ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा खुड्डागं सीहणिक्कीलियं तवोकम्मं दोहिं संवच्छरेहिं अदावीसाए अहोरत्तेहिं अहासत्तं जाव आणाए आराहेत्ता जेणेव थेरे भगवंते तेणेव उवागच्छंति, उवागच्छित्ता थेरे भगवंते वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता एवं वयासी
इच्छामो णं भंते ! महालयं सीहणिक्कीलियं तवोकम्मं उवसंपज्जित्ता णं विहरित्तए । तहेव जहा खुड्डागं, णवरं चोत्तीसइमाओ णियत्तइ । एगा चेव परिवाडीए कालो एगेणं संवच्छरेणं छहिं मासेहिं अट्ठारसेहि य अहोरत्तेहिं समप्पेइ । सव्वं पि महालयं सीहणिक्कीलियं छहिं वासेहिं, दोहि य मासेहि, बारसेहि य अहोरत्तेहिं समप्पेइ । ભાવાર્થ :- ત્યાર પછી મહાબલ આદિ સાતે અણગારો લઘુ સિંહનિષ્ક્રીડિત તપને(ચારે પરિપાટી સહિત) બે વર્ષ અને અઠ્ઠાવીસ અહોરાત્રમાં, સૂત્રના કથાનાનુસાર યાવત તીર્થકરની આજ્ઞા પ્રમાણે આરાધી સ્થવિર ભગવાન સમીપે આવીને સ્થવિર ભગવંતોને વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું
હે ભગવન્! અમે મહા સિંહનિષ્ક્રીડિત તપ કરવા ઇચ્છીએ છીએ આદિ. આ તપ લઘુ સિંહ નિષ્ક્રીડિત તપની સમાન જાણવો જોઈએ તેમાં વિશેષતા એ છે કે તેમાં સોળ ઉપવાસ સુધી પહોંચીને પાછા ફરે છે. એક પરિપાટી એક વર્ષ, છ માસ, અઢાર અહોરાત્રમાં સમાપ્ત થાય છે. સંપૂર્ણ મહાસિંહ નિષ્ક્રીડિત તપ છ વર્ષ, બે મહિના, બાર અહોરાત્રમાં પૂર્ણ થાય છે. (પ્રત્યેક પરિપાટીમાં ૫૫૮ દિવસ થાય છે. તેમાં ૪૯૭ ઉપવાસ અને ૧ પારણા થાય છે. | १८ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा महालयं सीहणिक्कीलियं तवोकम्म अहासुत्तं जाव आराहेत्ता जेणेव थेरे भगवंते तेणेव उवागच्छंति, उवागच्छित्ता थेरे भगवंते वंदति णमंसंति, वंदित्ता णमंसित्ता बहूणि चउत्थ जाव विहरंति ।