________________
[ ૧૯૬]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
પ્રમાણ કાલનો પ્રમાદ કર્યા વિના શુભ ધ્યાન ધરવું (૧૪) તપનું આરાધન કરવું. (૧૫) ત્યાગ–અભયદાન, સુપાત્રદાન આપવું (૧૬) આચાર્યાદિની વૈયાવચ્ચ કરવી, (૧૭) સમાધિ-ગુરુ આદિને શાતા ઉપજાવવી સર્વ પ્રાણીઓને સુખ મળે તેમ કરવું. (૧૮) નવું નવું જ્ઞાન ઉપાર્જન કરવું, (૧૯) શ્રતની ભક્તિ કરવી અને (૨૦) પ્રવચનની પ્રભાવના કરવી, આ વીસ ગુણરૂપ આચારોનું વિશેષરૂપે સેવન કરવાથી જીવ તીર્થકરત્વની પ્રાપ્તિ કરે છે. આ વીસ સ્થાનકોની આરાધનાથી મહાબલ મુનિએ તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું. મહાબલ આદિની ઉગ્ર તપશ્ચર્યા - १४ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा मासियं भिक्खुपडिमं उवसंपज्जित्ता णं विहरंति जाव एगराइयं भिक्खुपडिमं आराहेति । ભાવાર્થ - ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારોએ એક માસની પહેલી ભિક્ષુ પડિમા ધારણ કરી યાવત (બીજી માસિકી, ત્રીજી માસિકી, તેમ કરતાં સાતમી માસિકી, સાત-સાત અહોરાત્ર પ્રમાણવાળી આઠમી, નવમી, દસમી પડિમા ધારણ કરીને પછી) એક અહોરાત્ર પ્રમાણવાળી અગિયારમી અને એક રાત્રિ પ્રમાણ બારમી ભિક્ષુ પડિમાની આરાધના કરી. |१५ तए णं ते महब्बलपामोक्खा सत्त अणगारा खुड्डागं सीहणिक्कीलियं तवोकम्म उवसंपज्जित्ता णं विहरंति, तं जहा
चउत्थं करेंति, सव्वकामगुणियं पारेति, छटुं करेंति, चउत्थं करेंति । अट्ठमं करेंति, छटुं करेंति । दसमं करेंति, अट्ठमं करेति । दुवालसमं करेंति, दसमं करेंति। चाउद्दसमं करेंति, दुवालसमं करेंति । सोलसमं करेंति, चोइसमं करेंति । अट्ठारसमं करेंति, सोलसमं करेति । वीसइमं करेंति, अट्ठारसमं करेंति।।
वीसइमं करेंति, सोलसमं करेंति । अट्ठारसमं करेंति, चोद्दसमं करेंति । सोलसमं करेंति, दुवालसमं करैति । चोद्दसमं करेंति, दसमं करेंति । दुवालसमं करेंति, अट्ठमं करेंति । दसमं करेति, छठें करेंति । अट्ठमं करेंति, चउत्थं करेंति । छठें करेंति, चउत्थं करेंति । सव्वत्थ सव्वकामगुणिएणं पारेति ।
एवं खलु एसा खुड्डागसीहाणिक्कीलियस्स तवोकम्मस्स पढमा परिवाडी छहिं मासेहिं सत्तहिं य अहोरत्तेहिं अहासुत्ता जाव आराहिया भवइ । ભાવાર્થ - ત્યાર પછી તે મહાબલ આદિ સાતે અણગારોએ લઘુસિંહ નિષ્ક્રીડિત નામનું તપ કર્યું. તે તપ આ પ્રમાણે કરાય છે
એક ઉપવાસ કરીને વિગય સહિત પારણું કરે. બે ઉપવાસ કરે પછી એક ઉપવાસ કરે, ત્રણ ઉપવાસ કરે પછી બે ઉપવાસ કરે, ચાર ઉપવાસ કરે પછી ત્રણ ઉપવાસ કરે, પાંચ ઉપવાસ કરે પછી ચાર ઉપવાસ કરે, છ ઉપવાસ કરે પછી પાંચ ઉપવાસ કરે, સાત ઉપવાસ કરે પછી છ ઉપવાસ કરે, આઠ ઉપવાસ કરે પછી સાત ઉપવાસ કરે, નવ ઉપવાસ કરે પછી આઠ ઉપવાસ કરે,
નવ ઉપવાસ કરે પછી સાત ઉપવાસ કરે, આઠ ઉપવાસ કરે પછી છ ઉપવાસ કરે, સાત ઉપવાસ