________________
અધ્ય−૮ : મલ્લી
તેઓ વચ્ચે આ પ્રમાણે વાતચીત થઈ ‘હે દેવાનુપ્રિયો ! આપણામાંથી કોઈ પણ એક વ્યક્તિ જે તપને અંગીકાર કરીને વિચરે, તે તપ આપણે બધા ગ્રહણ કરશું અર્થાત્ આપણે સાતે ય એક જ પ્રકારની તપસ્યા કરશું.’ આ પ્રમાણે એક બીજાની વાત સ્વીકારીને અનેક ઉપવાસ યાવત્ એક સરખી વિવિધ તપસ્યા કરતા વિચરવા લાગ્યા. १२ तए णं से महब्बले अणगारे इमेण कारणेणं इत्थिणामगोयं कम्मं णिव्वत्तिंसुजइ णं ते महब्बलवज्जा छ अणगारा चउत्थं उवसंपज्जित्ता णं विहरंति, तओ से महब्बले अणगारे छ्टुं उवसंपज्जित्ता णं विहरइ । जइ णं ते महब्बलवज्जा छ अणगारा छ्टुं उवसंपज्जित्ता णं विहरंति, तओ से महब्बले अणगारे अट्ठमं उवसंपज्जित्ता णं विहरइ । एवं अट्ठमं तो दसमं, अह दसमं तो दुवालसमं ।
૧૯૫
ભાવાર્થ :- ત્યાર પછી તે મહાબલ અણગારે આ(નિમ્નોકત) કારણથી સ્ત્રીનામ ગોત્ર(સ્ત્રી શરીર પ્રાપ્ત થાય તેવું શરી૨ નામ કર્મ અને સ્ત્રીરૂપે પ્રસિદ્ધ થવાય તેવા ગોત્ર) કર્મનું ઉપાર્જન કર્યું. જ્યારે મહાબલ સિવાયના શેષ છ અણગારો ઉપવાસ ગ્રહણ કરીને વિચરતા, ત્યારે મહાબલ અણગાર (તેઓને કહ્યા વિના) છઠ ગ્રહણ કરીને વિચરતા. મહાબલ સિવાયના છ અણગારો છઠ ગ્રહણ કરીને વિચરતા ત્યારે મહાબલ મુનિ અટ્ટમ ગ્રહણ કરીને વિચરતા. તે જ રીતે તેઓ અઠ્ઠમ કરતા તો મહાબલ મુનિ ચોલું કરતા, તેઓ ચોલું કરતા તો મહાબલ મુનિ પાંચ ઉપવાસ કરી લેતા.(આ રીતે પોતાના સાથી મુનિઓ સાથે કપટ કરીને મહાબલ અધિક તપ કરતા હતા.)
તીર્થંકર નામકર્મનું ઉપાર્જન :
| १३ इमेहि य वीसाएहि य कारणेहिं आसेविय बहुलीकएहिं तित्थयरणामगोयं कम्मं णिव्वत्तिंसु तं जहा
अरिहंत सिद्ध पवयण, गुरु थेर बहुस्सुए तवस्सीसु । वच्छलया य तेसिं, अभिक्ख णाणोवओगे य ॥१॥
दंसण विणए आवस्सए य, सीलव्वए णिरइयारो । खणलव तवच्चियाए, वेयावच्चे समाही य ॥२॥ अपुव्वणाणगहणे, सुयभत्ती पवयणे पभावणया । હિં ારનેહિ, તિત્ત્વયરત્ત જાહફ નીવો "રૂ।
ભાવાર્થ :- [મહાબલે] આ વીસ સ્થાનકોનું વારંવાર સેવન કરીને તીર્થંકર નામ ગોત્ર કર્મનું ઉપાર્જન કર્યું, તે વીસ સ્થાનકોના નામ આ પ્રમાણે છે– (૧) અરિહંત (૨) સિદ્ઘ (૩) પ્રવચન–શ્રુતજ્ઞાન (૪) ગુરુ (૫) સ્થવિર અર્થાત્ સાઠ વર્ષની ઉંમરવાળા–વય સ્થવિર, સમવાયાગાદિના જ્ઞાતા—શ્રુત સ્થવિર અને વીશ વર્ષની દીક્ષાવાળા–પર્યાય સ્થવિર; આ ત્રણ પ્રકારના સ્થવિર સાધુ (૬) બહુશ્રુત (૭) તપસ્વી. આ સાતે ય પ્રત્યે વત્સલતા ધારણ કરવી, તેના યથોચિત સત્કાર-સન્માન, ગુણોત્કીર્તન કરવા (૮) વારંવાર જ્ઞાનનો ઉપયોગ કરવો (૯) દર્શન- સમ્યક્ત્વની વિશુદ્ધિ (૧૦) રત્નાધિક આદિનો વિનય કરવો, (૧૧) ઉભય કાળ આવશ્યક ક્રિયા કરવી (૧૨) શીલ અને વ્રતોનું નિરતિચાર પણે પાલન કરવું, (૧૩) ક્ષણ, લવ