________________
અધ્ય–૭: રોહિણી જ્ઞાત
[ ૧૮૯]
जह रोहिणी उ सुण्हा, रोवियसाली जहत्थमभिहाणा । वड्डित्ता सालिकणे, पत्ता सव्वस्स सामित्तं ॥११॥ तह जो भव्वो पाविय, वयाई पालेइ अप्पणा सम्मं । अण्णेसि वि भव्वाणं, देइ अणेगेसिं हियहेउं ॥१२॥ सो इह संघपहाणो, जुगप्पहाणेति लहइ संसदं । अप्पपरेसिंकल्लाण-कारओ गोयमपहुव्व ॥१३॥ तित्थस्स वुड्डिकारी, अक्खेवणओ कुतित्थियाईणं ।
विउसणरसेवियकमो, कमेण सिद्धि पि पावेइ ॥१४॥ અર્થ– જેમ યથાર્થ નામવાળી રોહિણી નામની પુત્રવધુ, શાલિને રોપીને, તેની વૃદ્ધિ કરીને, સમસ્ત ધનની સ્વામિની બની.૧૧ તેમ જે ભવ્ય પ્રાણી મહાવ્રતોને પ્રાપ્ત કરીને, સ્વયં તેનું સમ્યક પ્રકારે પાલન કરે છે અને બીજા ભવ્ય પ્રાણીઓને હિત માટે જ્ઞાન-ઉપદેશ પ્રદાન કરે છે.૧રા તે આ ભવમાં ગૌતમસ્વામીની જેમ સંઘ પ્રધાન તેમજ યુગપ્રધાનપણાને પ્રાપ્ત કરે છે અને સ્વ-પર કલ્યાણ કારી બને છે.ll૧૩ તે તીર્થનો અભ્યદય કરીને, કુતીર્થિકોનું નિરાકરણ કરીને, વિદ્વાનો દ્વારા પૂજિત થઈને ક્રમશઃ સિદ્ધિને પ્રાપ્ત કરે છે./૧૪
આ સાતમું અધ્યયન સંપૂર્ણ