________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
અર્થ– શ્રેષ્ઠી(ધન્ય સાર્થવાહ)ના સ્થાને ગુરુ, જ્ઞાતિજનોના સ્થાને શ્રમણસંઘ પુત્રવધૂઓના સ્થાને ભવ્ય પ્રાણીઓ અને ચોખાના દાણાના સ્થાને મહાવ્રતો સમજવા જોઈએ.૧।।
૧૮૮
जह सा उज्झियणामा, उज्झियसाली जहत्थमभिहाणा । पेसणगारित्तेणं, असंखदुक्खक्खणी जाया ॥२॥
जह भव्वो जो कोई, संघसमक्खं गुरुविदिण्णाई | पडिवज्जिरं समुज्झइ, महव्वयाई महामोहा ॥३॥ सो इह चेव भवम्मि, जणाण धिक्कार-भावणं होई । પરલોક્ ૩ વુહત્તો, ખાળા-નોળીયુ સંવહ ॥૪॥
અર્થ– જેમ યથાર્થ નામવાળી ઉજિઝકાએ ચોખાના દાણાને ફેંકી દીધા અને તેથી તે દાસ્ય-કર્મના અસંખ્ય દુ:ખોને પામી.IIRI તેવી રીતે જે ભવ્ય જીવ ગુરુ દ્વારા પ્રદત મહાવ્રતોનો સંઘની સમક્ષ સ્વીકાર કરીને, મહામોહને વશીભૂત થઈને છોડી દે છે.IIII તે આ ભવમાં લોકોના તિરસ્કારને પામે છે અને પરલોકમાં પણ દુઃખથી પીડિત થઈને અનેકવિધ યોનિઓમાં ભ્રમણ કરે છે. ।।૪।।
जह वा सा भोगवती, जहत्थणामोवभुत्तसालिकणा । पेसणविसेसकारित्तणेण पत्ता दुहं चेव ॥५॥
तह जो महव्वयाई, उवभुंजइ जीवियति पालित्तो । आहारइसु सत्तो, चत्तो सिवसाहणिच्छाए ॥६॥ सो इत्थ जहिच्छाए, पावइ आहारमाइ लिंगित्ति । विउसाण णाइपुज्जो, परलोयम्मि दुही चेव ॥७॥
અર્થ જેમ યથાર્થ નામવાળી ભોગવતી શાલિકણોને ખાઈ ગઈ અને તેથી તે પણ વિશેષ પ્રકારના દાસીકર્મના દુ:ખને પામી.॥૫॥ તેવી રીતે જે શ્રમણો મહાવ્રતોને આજીવિકાનું સાધન બનાવે છે, આહારાદિમાં આસક્ત થાય છે અને જે સાધકો મહાવ્રતોને મુક્તિનું સાધન માનતા નથી. તે કેવળ લિંગધારી(વેષધારી) યથેષ્ટ આહારાદિ પ્રાપ્ત કરતા રહે છે, તેઓ વિદ્વાનો માટે પૂજનીય નથી અને તે પરલોકમાં પણ દુઃખી થાય છે. IIII
जइ वा रक्खिय वहुया, रक्खियसालीकणा जहत्थक्खा । परिजणमण्णा जाया, भोगसुहाई च संपत्ता ॥८॥
तह जो जीवो सम्मं पडिवज्जित्ता महव्वए पंच 1
पालेइ णिरइयारे, पमायलेसंपि वज्र्ज्जतो ॥९॥
सो अप्पहिएक्करई, इहलोयंमि वि विऊहिं पणयपओ । ती जाय, परम्म मोक्खं पि पावेइ ॥ १०॥
અર્થ— યથાર્થ નામવાળી રક્ષિતાએ ચોખાના દાણાની રક્ષા કરી, તો તે પારિવારિક જનોમાં માન્ય થઈ અને ભૌતિક સુખોને પ્રાપ્ત કર્યા.IIII તેમ જે જીવ મહાવ્રતોને અંગીકાર કરીને અંશમાત્ર પણ પ્રમાદ કર્યા વિના નિરતિચારપણે તેનું પાલન કરે છે.III એક માત્ર આત્મહિતમાં જ રકત તેઓ લોકમાં વિદ્વાનો દ્વારા પૂજિત થાય છે, એકાંત રૂપથી સુખી થાય છે અને પરમ-શ્રેષ્ઠ એવા મોક્ષને પ્રાપ્ત કરે છે.૧૦