________________
૧૯૦
આઠમું અધ્યયન
અધ્યયન સાર
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
***********
પ્રસ્તુત અધ્યયનમાં ઓગણીસમા તીર્થંકર મલ્લી ભગવાનના ત્રણ ભવોનું વર્ણન હોવાથી આ અધ્યયનનું નામ મલ્લી છે.
પ્રથમભવ– જંબુદ્રીપના મહાવિદેહક્ષેત્રની સલિલાવતી વિજયની વીતશોકા નગરીમાં બલરાજા અને ધારિણી માતાને ત્યાં મહાબલ નામના રાજકુમાર હતા. મહાબલ રાજકુમારને છ બાલગોઠીયા મિત્ર હતા. યથાસમયે પુત્રને રાજ્ય સોંપી છએ મિત્રો સહિત મહાબલ રાજાએ ધર્મઘોષ સ્થવિર પાસે દીક્ષા અંગીકાર કરી.
એક સમાન તપશ્ચર્યાદિ અનુષ્ઠાન કરવાના નિશ્ચિયવાળા સાત અણગારોમાંથી સમય જતાં બધા કરતાં ચઢિયાતા થવા માટે મહાબલ અણગાર કપટપૂર્વક એક ઉપવાસ વધુ કરવા લાગ્યા અને તે કપટના ફળસ્વરૂપે તેમણે સ્ત્રી વેદનો બંધ કર્યો, ત્યાર પછી વીસ સ્થાનકની આરાધના દ્વારા તેમણે તીર્થંકરનામ કર્મનો બંધ કર્યો, ઉગ્ર તપશ્ચર્યા અને સંયમ પાલન કરતાં તે સાતે ય અણગારોએ અનશનની આરાધનાપૂર્વક તે ભવ પૂર્ણ કર્યો.
બીજોભવ– મહાબલ મુનિનો જીવ ૩ર સાગરોપમની સ્થિતિએ જયંત નામના અનુત્તર વિમાનમાં ઉત્પન્ન થયો. છએ મુનિઓ પણ કિંચિત્ ન્યૂન ૩ર સાગરોપમની સ્થિતિએ ત્યાં જ ઉત્પન્ન થયા અને ત્યાંનું આયુષ્ય પૂર્ણ કર્યું.
ત્રીજુંભવ– ત્રીજા ભવમાં ભરતક્ષેત્રના મિથિલા નરેશ કુંભરાજાની પ્રભાવતી રાણીને ત્યાં મલ્લી ભગવતીજીએ પુત્રીરૂપે જન્મ ધારણ કર્યો. તીર્થંકરનું સ્ત્રીરૂપે જન્મવું, તે આ અવસર્પિણી કાળની એક આકાર્યકારી ઘટના છે.
છએ મિત્રોએ મલ્લીકુમારીના જન્મ પૂર્વે ભિન્ન-ભિન્ન દેશોમાં રાજકુમારરૂપે જન્મ ધારણ કરી લીધો હતો. અવધિજ્ઞાન દ્વારા ભવિષ્યની ઘટના જાણી મલીકુમારીએ એક ર્મોહનગૃહ બનાવરાવ્યું, તેમાં ગોળાકારે ફરતાં છ ઓરડા કરાવ્યા. તેની મધ્યમાં એક ઓરડો કરાવ્યો. છએ ઓરડાની જાળીમાંથી મધ્ય ઓરડાને જોઈ શકાય તેવી રચના કરાવી, મધ્ય ઓરડામાં સુવર્ણની પોતાની પોલી પ્રતિમા મૂકાવી. તે પ્રતિમાના મસ્તકઉપર એક છિદ્ર રખાવ્યું. તે છિદ્ર દ્વારા તેઓ રોજ આહારનો એક કોળિયો તેમાં નાંખી છિદ્રને ઢાંકણાથી ઢાંકી દેતા.
છએ રાજાઓ પૂર્વભવના સ્નેહના કારણે કોઈ પણ નિમિત્તે મલ્ટીકુમારીનું નામ સાંભળતાં તેના પ્રતિ અનુરાગી બની લગ્ન કરવા ઉત્સુક બન્યા.
(૧) પ્રતિબુદ્ઘિ રાજાએ રાણીના નાગપૂજા સમયે બનાવેલો પુષ્પોનો સુંદર શ્રીદામકાંડ જોયો. ત્યાર પછી પ્રધાન પાસેથી જ્યારે તેનાથી પણ વધુ શ્રેષ્ઠ મલ્ટીકુમારીના શ્રીદામ કાંડની વાત સાંભળી ત્યારે તે તેના તરફ મોહિત બની ગયા.
(૨) ચંદ્રચ્છાય રાજા, દરિયાઈ વ્યાપારી અહંશક શ્રાવક પાસેથી મલ્લીકુમારીના અદ્ભુત રૂપનું વર્ણન સાંભળી તેના તરફ આકર્ષિત થયા.