________________
| અધ્ય–૭: રોહિણી જ્ઞાત
[ ૧૮૧ ]
तए णं ते कोडुंबिया पढमपाउसंसि महावुट्टिकायंसि णिवइयंसि समाणंसि खुड्डायं केयारं सुपरिकम्मियं करेंति, करित्ता ते पंच सालिअक्खए ववंति, ववित्ता दोच्चं पितच्चं पि उक्खय-णिक्खए करेंति, करित्ता वाडिपरिक्खेवं करेंति, अणुपुव्वेणं सारक्खेमाणा संगोवेमाणा संवड्डेमाणा विहरंति । ભાવાર્થ - ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ રોહિણીના સૂચનોનો સ્વીકાર કરીને તે કમોદના પાંચ દાણાને ગ્રહણ કરીને અનુક્રમથી તેનું સંરક્ષણ, સંગોપન કર્યું.
ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ વર્ષાઋતુના પ્રારંભમાં મહાવૃષ્ટિ થઈ ત્યારે નાની એવી ક્યારી સાફ કરી, પાંચ કમોદના દાણા વાવીને, તેને મૂળ સ્થાનેથી ઉપાડી બીજા સ્થાને રોપીને, તે ક્યારીની ચારે બાજુ વાડ કરીને પછી અનુક્રમથી સંરક્ષણ, સંગોપન સંવર્ધન કરવા લાગ્યા. १० तएणंतेसालिअक्खए अपव्वेणंसारक्खिज्जमाणा संगोविज्जमाणा संवडिज्जमाणा साली जाया, किण्हा किण्होभासा जावणिउरंबभूया पासाईया दरिसणीया अभिरुवा पडिरूवा ।
तए णं ते साली पत्तिया वत्तिया गब्भिया पसूया आगयगंधा खीराइया बद्धफला पक्का परियागया सल्लइया पत्तइया हरियपव्वकंडा जाया यावि होत्था । ભાવાર્થઃ- ત્યાર પછી તે સંરક્ષિત, સંગોપિત, સંવર્ધિત કરતા તે કમોદના દાણા અનુક્રમે શાલિના છોડરૂપે પરિણત થઈ ગયા. તે છોડ શ્યામ, શ્યામ કાંતિવાળા યાવત્ નિકુરબ-મેઘસમૂહ જેવા થઈ ગયા અર્થાત્ શાખા-પ્રશાખાથી સઘન છાયાવાળા, તે છોડ મેઘસમૂહ જેવા શોભવા લાગ્યા. તે છોડ જોનારના મનને પ્રસન્ન કરતાં હોવાથી પ્રાસાદીય, નેત્રને આનંદ આપતા હોવાથી દર્શનીય, કમનીય હોવાથી અભિરૂપ અને ચિત્તાકર્ષક હોવાથી પ્રતિરૂપ થઈ ગયા.
ત્યાર પછી કમોદના તે છોડ પાંદડાવાળો થઈ ગયો અને આકારમાં ગોળ દેખાવા લાગ્યા અર્થાત્ છોડની દાંડી ઉપર નાની શાખાઓ છત્રીના આકારે નીચી નમેલી હોવાથી તે ગોળ દેખાતા હતા. જ્યારે તે છોડ મોટા થઈ ગયા, તેના ઉપર મંજરીઓ બેઠી, મંજરીઓ બહાર નીકળવા લાગી, તેની સુવાસ ચોમેર ફેલાવા લાગી, તે મંજરીઓ દૂધમય બની ગઈ અને તે દૂધમાંથી દાણા બંધાવા લાગ્યા, તે દાણા પરિપક્વ થઈ ગયા, પાંદડા સુકાઈને શલાકા(સળી) જેવા થઈ ગયા, પાંદડા ખરવા લાગ્યા અને પત્રકિત- થોડા જ પાંદડા રહી ગયા. તે હરિત- પરિપક્વ પર્વકાંડવાળા થઈ ગયા અર્થાતુ તેની દાંડી અને બે ગાંઠ વચ્ચેનો સંધિભાગ પીળો થઈ ગયો, ડાંગર-કમોદ તૈયાર થઈ ગઈ. ११ तए णं ते कोडुंबिया ते सालीए पत्तिए जाव सल्लइए पत्तइए जाणित्ता तिक्खेहि णवपज्जएहिं असिएहि लुणेति, लुणित्ता करयलमलिए करेंति, करेत्ता पुणंति । तत्थ णं चोक्खाणं सूइयाणं अखंडाणं अफुडियाणं छडछड्डापूयाणं सालीणं मागहए पत्थए जाए। ભાવાર્થ - ત્યાર પછી તે કર્મચારી પુરુષોએ તે શાલિ–ડાંગરને પત્રિત-પાંદડાવાળી યાવત્ શલ્યકિત, પત્રકિત-વિરલ પાંદડાવાળી જાણીને, તીક્ષ્ણ, નવા સજાવેલા દાતરડાથી તેને લણીને, હાથથી (હથેળીમાં) મસળીને, ભૂસાને દૂર કરી કમોદના દાણાને નિર્મલ-સ્વચ્છ કર્યા. ત્યારે તે કમોદના દાણા વાવવા યોગ્ય,