________________
[ ૧૮૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
कुलघरवग्गस्स य पुरओ सद्दावेत्ता एवं वयासी- तुम णं पुत्ता ! मम हत्थाओ जाव पडिणिज्जाएज्जासि,त्ति कटु मम हत्थंसिपंचसालिअक्खए दलयइ । तं भवियव्वमेत्थ कारणेणं ति कटु एवं संपेहेइ संपेहित्ता ते पंच सालिअक्खए सुद्धे वत्थे बंधइ, बंधित्ता रयणकरंडियाए पक्खिवेइ, पक्खिवित्ता उसीसामूले ठावेइ, ठावित्ता तिसंझंपडिजागरमाणीपडिजागरमाणी विहरइ। ભાવાર્થ:- આ પ્રમાણે બીજી પુત્રવધુ ભોગવતિકાને પણ પાંચ દાણા આપ્યા. વિશેષતા એ છે કે તેણી તે દાણા છડીને ફોતરા ઉખેડીને ગળી ગઈ, ગળીને પોતાના કામમાં પરોવાઈ ગઈ.
એ જ પ્રમાણે ત્રીજી પુત્રવધુ રક્ષિકાને પણ પાંચ કમોદના પાંચ દાણા આપ્યા. વિશેષતા એ છે કે દાણા લેતા તેણીને વિચાર આવ્યો કે મારા પિતાજીએ મિત્ર, જ્ઞાતિ આદિની તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગની સામે મને બોલાવીને એમ કહ્યું છે કે હે પુત્રી! તું કમોદના આ પાંચ દાણા મારી પાસેથી ગ્રહણ કર અને જ્યારે હું માંગુ ત્યારે પાછા આપજે, આમ કહીને મને પાંચ દાણા આપ્યા છે, તો તેની પાછળ કોઈ રહસ્ય હોવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરીને તેણીએ તે કમોદના પાંચ દાણાને શુદ્ધ વસ્ત્રમાં બાંધ્યા, બાંધીને રત્નોની ડબ્બીમાં મૂકીને, ઓશીકાની નીચે સ્થાપિત કરીને, સવારે, બપોરે અને સાંજે, આ ત્રણે સંધ્યા સમયે તેની સંભાળ લેતી રહેવા લાગી.
८ तएणं से धण्णे सत्थवाहे तस्सेव मित्तणाइ जाव चउत्थि रोहिणीयं सुण्हं सदावेइ जावतं भवियव्वं एत्थकारणेणं । तं सेयं खलु मम एए पंच सालिअक्खए सारक्खमाणीए संगोमाणीए संवड्डेमाणीएत्ति कटु एवं संपेहेइ, संपेहित्ता कुलघर पुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी
तुब्भे णं देवाणुप्पिया ! एए पंच सालिअक्खए गेण्हइ, गेण्हित्ता पढमपाउसंसि महावुट्टिकायंसि णिवइयंसि समाणंसि खुड्डागं केयारं सुपरिकम्मियं करेह, करित्ता इमे पंच सालिअक्खए वावेह, वावेत्ता दोच्चं पि तच्चपि उक्खयणिक्खए करेह, करेत्ता वाडि परिक्खेवं करेह, करित्ता सारक्खमाणा संगोवेमाणा अणुपुव्वेणं संवड्लेह । ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહે તેના મિત્રો આદિની સમક્ષ ચોથી પુત્રવધૂ રોહિણીકાને બોલાવીને (તેને પણ તેમ કહીને પાંચ દાણા આપ્યા.) યાવતુ તેણીએ વિચાર્યું કે આ પ્રમાણે પાંચ દાણા આપવામાં કોઈ કારણ હોવું જોઈએ, મારા માટે ઉચિત છે કે પાંચ દાણાનું સંરક્ષણ, સંગોપન અને સંવર્ધન કરું. આ પ્રમાણે વિચાર કરીને તેણીએ પોતાના પિયરના ખેતીમાં નિપુણ માણસોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું–
હે દેવાનુપ્રિયો! તમે આ કમોદના પાંચ દાણા લઈ જાઓ અને પહેલી વર્ષાઋતુમાં અર્થાત્ વર્ષાના આરંભમાં જ્યારે ખૂબ વર્ષા થાય ત્યારે એક નાની ક્યારીને સાફ કરાવીને, આ પાંચ દાણા વાવીને બે ત્રણવાર ઉલ્લેપ-નિક્ષેપ અર્થાતુ એક જગ્યાએથી ઉપાડીને બીજી જગ્યાએ રોપીને ક્યારીની ચારેબાજુ વાડ કરીને તેની રક્ષા, સંગોપન કરતા અનુક્રમે તેનું સંવર્ધન કરો. | ९ तएणं ते कोडुंबिया रोहिणीए एयमटुं पडिसुर्णेति, पडिसुणित्ता ते पंच सालिअक्खए गेण्हति, गेण्हित्ता अणुपुव्वेणं सारक्खंति, संगोवंति, विहरंति ।