________________
અધ્ય–૭: રોહિણી જ્ઞાત
| १७८
પિયર વર્ગને આમંત્રિત કર્યા. આમંત્રિત કરીને વિપુલ અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય તૈયાર કરાવ્યું. | ५ तओ पच्छा ण्हाए, भोयणमंडवंसि सुहासणवरगए, तेणं मिक्तणाइ जाव चउण्ह य सुण्हाणं कुलघरवग्गेणं सद्धिं तं विउलं असणं पाणं खाइमं साइमं आसाएमाणे जाव सक्कारेइ सम्माणेइ, सक्कारिता सम्माणित्ता तस्सेव मित्तणाइ जाव चउण्ह य सुण्हाणं कुलघरवग्गस्स पुरओ पंच सालिअक्खए गेण्हइ, गेण्हित्ता जेटुं सुण्हं उज्झियं सद्दावेइ, सदावित्ता एवं वयासी- तुमं णं पुत्ता ! मम हत्थाओ इमे पंच सालिअक्खए गेण्हाहि, गेण्हित्ता अणुपुव्वेणं सारक्खेमाणी संगोवेमाणी विहराहि । जया णं अहं पुत्ता ! तुम इमे पंच सालिअक्खए जाएज्जा, तया णं तुमं मम इमे पंच सालिअक्खए पडिणिज्जाएज्जासि त्ति कटु सुण्हाए हत्थे दलयइ, दलइत्ता पडिविसज्जेइ । ભાવાર્થ - ત્યાર પછી ધન્ય સાર્થવાહે સ્નાન કર્યું અને તે ભોજન મંડપમાં ઉત્તમ સુખાસન પર બેસીને, મિત્ર, જ્ઞાતિ, આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગ સાથે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમનું ભોજન કરીને યાવતું તે બધાનો સત્કાર કર્યો, સન્માન કર્યું અને તે મિત્રો, જ્ઞાતિજનો આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરવર્ગની સામે કમોદના પાંચ દાણા લીધા અને મોટી પુત્રવધૂ ઉજિઝકાને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે પુત્રી ! તું મારા હાથથી આ પાંચ કમોદના દાણા લે અને અનુક્રમથી તેનું સંરક્ષણ અને સંગોપન કરજે. હે પુત્રી! જ્યારે હું તારી પાસેથી આ પાંચ કમોદના દાણા માંગુ ત્યારે તું આ પાંચ દાણા અને પાછા આપજે આ પ્રમાણે કહીને પુત્રવધૂ ઉક્ઝિકાના હાથમાં તે દાણા આપીને તેને જવાની આજ્ઞા આપી. |६ तए णं सा उज्झिया धण्णस्स तह त्ति एयमद्वं पडिसुणेइ, पडिसुणित्ता धण्णस्स सत्थ वाहस्स हत्थाओ ते पंचसालिअक्खएगेण्हइ, गेण्हित्ता एगतमवक्कमइ, एगतमवक्कमियाए इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जेत्था- एवं खलु तायाणं कोट्ठागारंसि बहवे पल्ला सालीणं पडिपुण्णा चिटुंति, तं जया णं ममं ताओ इमे पंच सालिअक्खए जाएस्सइ, तया णं अहं पल्लंतराओ अण्णे पंचसालिअक्खएगहायदाहामि त्तिकट्टएवं संपेहेइ, संपेहित्ता ते पंच सालिअक्खए एगते एडेइ, सकम्मसंजुत्ता जाया यावि होत्था । ભાવાર્થ:- ત્યાર પછી ઉજિઝકાએ ધન્ય સાર્થવાહને તહત્તિ (હા જી, ભલે), આ પ્રમાણે કહીને તેમની આજ્ઞાનો સ્વીકાર કર્યો અને ધન્ય સાર્થવાહના હાથથી તે પાંચ કમોદના દાણા ગ્રહણ કર્યા, ગ્રહણ કરીને એકાંતમાં ગઈ. એકાંતમાં જતાં તેને આ પ્રમાણે વિચાર આવ્યો કે મારા પિતા(સસરા)ના કોઠારમાં કમોદથી ભરેલા ઘણા જ પલ્ય(પાલા) વિદ્યમાન છે. જ્યારે પિતાજી મારી પાસે આ પાંચ કમોદના દાણા માંગશે, ત્યારે હું પાલામાંથી બીજા પાંચ કમોદના દાણા લઈને આપી દઈશ; આ પ્રમાણે વિચાર કરીને સસરાએ આપેલા તે પાંચ કમોદના દાણાને એક તરફ ફેંકી દીધા અને પોતાના ઘરકામમાં પરોવાઈ ગઈ. | ७ एवं भोगवइयाए वि, णवरं सा छोल्लेइ, छोल्लित्ता अणुगिलइ, अणुगिलित्ता सकम्मसंजुत्ता जाया । एवं रक्खिया वि, णवरं गेण्हइ, गेण्हित्ता इमेयारूवे अज्झथिए जाव समुप्पज्जित्था-एवं खलु ममं ताओ इमस्स मित्तणाइ जाव चउण्हं सुण्हाणं