________________
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अज्झत्थिए जावसमुप्पज्जित्था - एवं खलु अहं रायगिहे णयरे बहूणं राईसर जावपभिईणं सयस्स य कुटुंबस्स बहुसु कज्जेसु य कारणेसु य कुटुंबेसु य मंतेसु य गुज्झेसु य रहस्सेसु यणिच्छएसु य ववहारेसु य आपुच्छणिज्जे पडिपुच्छणिज्जे, मेढी, पमाणं, आहारे, आलंबणे, चक्खू; मेढीभूए, पमाणभूए, आहारभूए, आलंबणभूए, चक्खूभूए सव्वकज्जवड्डाव । तं ण णज्जइ जं मए गयंसि वा चुयंसि वा मयंसि वा भग्गंसि वा लुग्गंसि वा सडियंसि वा पडियंसि वा विदेसत्थंसि वा विप्पवसियंसि वा इमस्स कुटुंबस्स किं मण्णे आहारे वा आलंबे वा पडिबंधे वा भविस्सइ ?
૧૭૮
तं सेयं खलु मम कल्लं जाव जलते विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेत्ता मित्तणाइ जाव चउण्हं सुण्हाणं कुलघरवग्गं आमंतेत्ता तं मित्तणाइ जाव चउण्ह य सुहाणं कुलघरवग्गं विउलेणं असण-पाण- खाइम साइमेणं धूव- पुप्फ-वत्थगंध मल्लालंकारेण य सक्कारेत्ता सम्माणेत्ता तस्सेव मित्तणाइ जाव चउण्ह य सुण्हाणं कुलघरवग्गस्स पुरओ चउण्हं सुण्हाणं परिक्खणटुयाए पंचपंच सालिअक्खए दलइत्ता जाणामि ताव का हिं वा सारक्खेइ वा संगोवेइ वा संवड्ढेइ वा ?
एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव विडलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, मित्तणाइ जाव चउण्हं सुण्हाणं कुलवरवग्गं आमंतेइ ।
ભાવાર્થ:- ધન્ય સાર્થવાહને કોઈ એક મધ્યરાત્રિએ આ પ્રમાણે વિચાર આવ્યો કે હું આ રાજગૃહ નગરમાં ઘણા રાજા આદિ અને મારા કુટુંબના અનેક કાર્યોમાં, કારણોમાં, કૌટુંબિક વાતોમાં, મંત્રણાઓમાં, ગુપ્તવાતોમાં, રહસ્યમય વાતોમાં, નિશ્ચય કરવામાં, વ્યવહારમાં, પૂછવા યોગ્ય, વારંવાર પૂછવા યોગ્ય, મેઢીરૂપ, પ્રમાણરૂપ, આધારરૂપ, આલંબનરૂપ છું, ચક્ષુની સમાન પથદર્શક, મેઢીભૂત, પ્રમાણભૂત, આધારભૂત, આલંબનભૂત છું, સર્વ કાર્યોની વૃદ્ધિ કરાવનાર છું. પરંતુ હું જાણતો નથી કે મારા અન્યત્ર ગયા પછી અર્થાત્ કદાચ હું અન્યત્ર જાઉં, સ્વસ્થાનથી વ્યુત થઈ જાઉં, મૃત્યુ પામું, હાડકાદિ ભાંગી જવાથી લૂલો-લંગડો થઈ જાઉં, બીમાર પડી જાઉં, વ્યાધિ વિશેષથી દુર્બળ થઈ જાઉં, પડી જાઉં, વિદેશમાં સ્થિત થાઉં કે પરદેશ જવા પ્રવૃત્ત થાઉં તો મારા કુટુંબ માટે આધારરૂપ, આલંબનરૂપ, સાવરણાની સળીઓને બાંધી તેની રક્ષા કરનાર દોરીની જેમ(મારા કુટુંબની) એકતા, સંપ સાચવનાર સંવર્ધન કરનાર કોણ થશે ?
મારા માટે ઉચિત છે કે કાલે યાવત્ સૂર્યોદય થાય ત્યારે વિપુલ અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ આ ચાર પ્રકારનો આહાર તૈયાર કરાવીને મિત્ર, જ્ઞાતિ, આદિને તથા ચારે પુત્રવધૂઓના કુલગૃહ વર્ગને અર્થાત્ તેમના માતા-પિતા આદિને આમંત્રિત કરીને અને તે મિત્ર, જ્ઞાતિ તથા ચારે પુત્રવધૂઓના માતા-પિતા આદિનું અશન, પાન, ખાદિમ, સ્વાદિમ તથા ધૂપ, પુષ્પ, વસ્ત્ર, ગંધ, માલા, અલંકાર આદિથી સત્કાર સન્માન કરીને, તે જ મિત્ર જ્ઞાતિ આદિ તથા ચારે પુત્રવધૂઓના પિયરના સર્વ લોકોની સમક્ષ પુત્રવધૂઓની પરીક્ષા કરવા માટે પાંચ—પાંચ શાલિઅક્ષત (કમોદના દાણા) આપું. તેથી જાણી શકાશે કે કોણ તેનું સંરક્ષણ કરે છે, સંગોપન-સંભાળ રાખે છે કે સંવર્ધન કરે છે ?
આ પ્રમાણે વિચાર કરીને ધન્ય સાર્થવાહે બીજે દિવસે મિત્ર, જ્ઞાતિ, આદિ તથા ચારે પુત્રવધૂઓના