________________
અધ્ય–૭: રોહિણી જ્ઞાત
[ ૧૭૭ ]
સાતમું અધ્યયન .
રોહિણી જ્ઞાતા
અધ્યયન પ્રારંભ - | १ जइणं भंते ! समणेणं भगवया महावीरेणं छट्ठस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, सत्तमस्स णं भंते ! णायज्झयणस्स के अढे पण्णत्ते? ભાવાર્થ:- હે ભગવન્! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ છટ્ટા જ્ઞાતઅધ્યયનના આ ભાવ કહ્યા છે, તો ભગવન્! સાતમા જ્ઞાત-અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं रायगिहे णामंणयरे होत्था । सुभूमिभागे उज्जाणे होत्था । ભાવાર્થ - હે જંબૂ! તે કાલે અને તે સમયે રાજગૃહ નામનું નગર હતું અને ત્યાં સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. ધન્ય સાર્થવાહ:| ३ तत्थ णं रायगिहे णयरे धण्णे णामं सत्थवाहे परिवसइ- अड्डे जाव अपरिभूए । तस्स णं धण्णस्स सत्थवाहस्स भद्दा णामं भारिया होत्था, अहीणपंचिंदियसरीरा जाव सुरूवा । तस्सणं धण्णस्स सत्थवाहस्स पुत्ता भद्दाए भारियाए अत्तया चत्तारि सत्थवाहदारया होत्था, तंजहा- धणपाले, धणदेवे, धणगोवे, धणरक्खिए।
तस्स णं धण्णस्स सत्थवाहस्स चउण्हं पुत्ताणं भारियाओ चत्तारि सुण्हाओ होत्था, तंजहा- उज्झिया, भोगवइया, रक्खिया, रोहिणिया। ભાવાર્થ:- તે રાજગૃહ નગરમાં ધન્ય નામના સાર્થવાહ રહેતા હતા. તે સમૃદ્ધ યાવતુ અપરાભૂત હતા. તે ધન્ય સાર્થવાહને ભદ્રા નામની ભાર્યા હતી. તેની પાંચ ઇન્દ્રિયો અને શરીરના અવયવો પરિપૂર્ણ હતા યાવત તે સુંદર રૂપવાળી હતી. તે ધન્ય સાર્થવાહના પુત્રો અને ભદ્રાભાર્યાના આત્મજ ચાર સાર્થવાહપુત્રો હતા. તેના નામ આ પ્રમાણે હતા- ધનપાલ, ધનદેવ, ધનગોપ અને ધનરક્ષિત.
તે ધન્ય સાર્થવાહના ચાર પુત્રોની ચાર ભાર્યાઓ અને સાર્થવાહની ચાર પુત્રવધૂઓ હતી. તેના નામ આ પ્રમાણે હતા- ઉજિઝકા, ભોગવતી, રક્ષિકા અને રોહિણિકા. પુત્રવધૂઓની પરીક્ષા :|४ तए णं तस्स सत्थवाहस्स अण्णया कयाई पुव्वरत्तावरक्तकालसमयसि इमेयारूवे