________________
[ ૧૭૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
હતા, તે જોઈ ધન્ય સાર્થવાહ અત્યંત પ્રસન્ન થયા તેથી ઘરની, વ્યવહારની, ગુપ્તવાતોની સર્વ જવાબદારી તેણીને સોંપી.
શાસ્ત્રકારે આ ઉદાહરણથી સાધકોને હિતશિક્ષા આપી છે. (૧) જે વ્રતી વ્રત ગ્રહણ કરીને તેને ત્યાગી દે છે તે પહેલી પુત્રવધૂ ઉજિઝકાની સમાન આ ભવ-પરભવમાં દુઃખી થાય છે અને તે બધાની અવગણનાને પાત્ર થાય છે. (૨) જે સાધુ, પાંચ મહાવ્રતોને ગ્રહણ કરીને સાંસારિક ભોગ-ઉપભોગની સામગ્રી ભોગવવા માટે તેનો ઉપયોગ કરે છે તે નિંદાને પાત્ર બનીને ભવભ્રમણ કરે છે. (૩) જે સાધુ પાંચ મહાવ્રતોનું સારી રીતે રક્ષણ કરે છે તે પ્રશંસાપાત્ર બને છે અને મોક્ષગતિને પામે છે. (૪) જે સાધુ સ્વીકત સંયમની ઉત્તરોત્તર વૃદ્ધિ કરે છે તથા નિર્મળ અને નિર્મળતર પાલન કરીને સંયમનો વિકાસ કરે છે તે અન્ય સાધકોને માટે આદર્શબૂત બને છે અને મોક્ષના સુખને પામે છે.
આ રીતે પ્રસ્તુત અધ્યયનમાં ચાર પુત્રવધુઓની કસોટીના ઉદાહરણથી સાધકોને સંયમી જીવનની સાર્થકતા માટે સંયમ પર્યવોની ઉત્તરોત્તર વૃદ્ધિ કરવાનું સૂચન કર્યું છે.