________________
૧૭૪ |
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ઊઠીને લોકાગ્રભાગમાં સ્થિત થઈ જાય છે. આ પ્રમાણે હે ગૌતમ! જીવ લઘુત્વને પ્રાપ્ત કરે છે. |७ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं छठुस्स णायज्झयणस्स अयमढे પUારે I II ર મ II ભાવાર્થ - હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ છઠ્ઠા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તે જ હું તને કહું છું. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં તુંબડાના દાંત દ્વારા કર્મલેપથી મુક્ત થવાના ઉપાયનું કથન છે. વૃત્તિકાર બે ગાથાદ્વારા કર્મોના લેપ-અલેપના ફળને વર્ણવ્યા છે. યથા
जह मिउलेवालित्तं, गरुयं तुंबं अहो वयइ एवं ।
आसव-कयकम्मगुरु, जीवा वच्चंति अहरगई ॥१॥ અર્થ- જેવી રીતે માટીના લેપથી ભારે થઈ ગયેલું તુંબડું પાણીના તળિયે બેસી જાય છે, તેવી રીતે આશ્રવ દ્વારા ઉપાર્જિત કર્મોથી ભારે થઈ ગયેલો જીવ અધોગતિમાં ચાલ્યો જાય છે.all.
तं चेव तव्विमुक्कं, जलोवरिं ठाइ जायलहुभावं ।
जह तह कम्मविमुक्का लोयग्ग-पइट्ठिया होति ॥२॥ અર્થ– તે જ તુંબડું માટીના લેપથી મુક્ત થઈ જતાં હળવું થઈને પાણી ઉપર તરવા લાગે છે, તેમ કર્મથી વિમુક્ત જીવ લોકના અગ્રભાગ (ઉપરી ભાગ)માં પ્રતિષ્ઠિત-બિરાજમાન થઈ જાય છે.રા.
છડું અધ્યયન સંપૂર્ણ