________________
ને અખંડિત તુંબડા ઉ
પર
અધ્ય—: તબ(તબહ)
[ ૧૭૩ ] एवामेव गोयमा ! जीवा वि पाणाइवाएणं जाव मिच्छादसणसल्लेणं अणुपुव्वेणं अट्ठकम्मपगडीओ समज्जिणंति । तासिंगरुयत्ताए भारियत्ताए गरुयभारियत्ताए कालमासे कालं किच्चा धरणितलमइवइत्ता अहे णरगतल-पइट्ठाणा भवंति । एवं खलु गोयमा ! जीवा गरुयत्तं हव्वमागच्छंति । ભાવાર્થ:- ત્યાર પછી ઇન્દ્રભૂતિ અણગારને શ્રદ્ધા-જિજ્ઞાસાદિ ઉત્પન્ન થતાં તેમણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કે હે ભગવાન! જીવ કેવી રીતે ભારે અને હળવો બને છે?
હે ગૌતમ! જેમ કોઈ એક પુરુષ, એક મોટા, સુકાયેલા, નિચ્છિદ્ર અને અખંડિત તુંબડા ઉપર ડાભ અને કુશ(ઘાસ) વીંટીને, માટીનો લેપ કરીને, તડકામાં સુકવવા મૂકી દે. તે લેપ સુકાઈ જાય ત્યારે તેના ઉપર બીજીવાર દર્ભ અને કુશ વીંટી, માટીનો લેપ કરી, તડકામાં સુકવી ત્રીજીવાર દર્ભ અને કુશ વીંટી, માટીનો લેપ કરી તડકામાં સુકવી દે. આ પ્રમાણે વચ્ચે-વચ્ચે વીંટતા, લીંપતા, સુકવતા યાવતુ આઠ વાર માટીનો લેપ કરીને પછી અગાધ, અપૌરુષિક(માથોડાથી વધુ ઊંડા) પાણીમાં તેને નાંખવામાં આવે તો હે ગૌતમ ! તે તુંબડું માટીના લેપના કારણે અને દર્ભ-કુશ વીંટવાથી ગુરુ થઈને, ભારે થઈને અને ગુરુભારે થઈને પાણીમાં નાખતાની સાથે જ ઉપરના પાણીને પાર કરી, નીચે તળીયે જઈને બેસી જાય છે.
તે જ પ્રમાણે હે ગૌતમ! જીવ પણ પ્રાણાતિપાતથી મિથ્યાદર્શનશલ્ય અર્થાતુ અઢાર પાપસ્થાનકોના સેવનથી ક્રમશઃ આઠ કર્મપ્રકૃતિઓને ઉપાર્જન કરે છે. તે કર્મ પ્રકૃતિઓની ગુરુતાને કારણે, ભારેપણાના કારણે મૃત્યુના સમયે મૃત્યુને પ્રાપ્ત થઈને, આ પૃથ્વીતલને ઓળંગીને નીચે નરકતલમાં સ્થિત થાય છે. એ પ્રમાણે હે ગૌતમ ! જીવ શીધ્ર ગુરુત્વને પામે છે.
५ अहण्णं गोयमा ! से तुंबे तंसि पढमिल्लुगंसि मट्टियालेवंसि तित्तंसि कुहियंसि परिसडियंसि ईसिंधरणितलाओ उप्पइत्ता णं चिट्ठइ । तयाणंतरं चणंदोच्चं पिमट्टियालेवे तित्ते, कुहिए, परिसडिए ईसिंधरणितलाओ उप्पइत्ता णं चिट्ठइ । एवं खलु एएणं उवाएणं तेसु अट्ठसु मट्टियालेवेसु तित्तेसु कुहिएसु परिसडिएसु से तुंबे विमुक्कबंधणे अहे धरणितलमइवइत्ता उप्पिसलिलतलपइट्ठाणे भवइ । ભાવાર્થ:- હે ગૌતમ! હવે તે તુંબડાનો પહેલો (ઉપરનો) માટીનો લેપ ભીનો થઈ જાય, ગળી જાય અને દૂર થઈ જાય તો, તે તુંબડું પૃથ્વીતલથી થોડું ઉપર આવે છે, ત્યાર પછી બીજો માટીનો લેપ ભીનો થઈ જાય, ગળી જાય અને દૂર થાય તો તુંબડું થોડું વધારે ઉપર આવે છે. એ પ્રમાણે થતાં તે આઠેય માટીના લેપો ભીના થઈને ગળી જતાં દૂર થઈ જાય, તો તે તુંબડુ નિર્લેપ, બંધનમુક્ત થઈને ધરણીતલથી ઉપર ઊઠીને જળની સપાટી પર આવીને સ્થિત થઈ જાય છે. |६ एवामेव गोयमा ! जीवा पाणाइवायवेरमणेणं जाव मिच्छादसणसल्लवेरमणेणं अणुपुव्वेणं अट्ठकम्मपगडीओ खवेत्ता गगणतलमुप्पइत्ता उप्लिोयग्ग-पइट्ठाणा भवंति । एवं खलु गोयमा ! जीवा लहुयत्तं हव्वमागच्छति । ભાવાર્થ - તે જ પ્રમાણે, હે ગૌતમ! પ્રાણાતિપાત વિરમણથી થાવ મિથ્યાદર્શનશલ્ય વિરમણ પર્યતના અર્થાત્ અઢાર પાપના ત્યાગથી જીવ ક્રમશઃ આઠ કર્મ પ્રકૃતિઓનો ક્ષય કરીને ઉપર આકાશતલની તરફ