________________
અધ્ય–: અધ્યયન સાર
[ ૧૭૧ ]
છડું અધ્યયન છે છે શક છે
અધ્યયન સાર કરી
છેક છે
? : :
: ૬
પ્રસ્તુત અધ્યયનમાં તુંબડાના દષ્ટાંતથી જીવનું ભારેપણું અને હળવાપણું સિદ્ધ કર્યું છે. વિષયની સ્પષ્ટતા માટે તુંબડાનું ઉદાહરણ હોવાથી આ અધ્યયનનું નામ તબ છે.
ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરના ગુણશીલ ઉધાનમાં બિરાજમાન હતા ત્યારે ગૌતમ સ્વામીએ ભગવાનને પ્રશ્ન પૂછયો કે જીવ ગુરુ-ભારે કેમ થાય છે અને લઘુ-હળવો કેમ થાય છે? જીવ ગુરુતા-લઘુતાને કેવી રીતે પામે છે?
પ્રભુએ તુંબડાના દષ્ટાંતથી સમજાવ્યું કે તુંબડાનો સ્વભાવ પાણી ઉપર તરવાનો છે પરંતુ તેના ઉપર ઘાસ અને માટીના લેપ કરવામાં આવે તો તે ભારે બની જાય છે અને પાણીમાં ડૂબી જાય છે. તેમ પ્રાણાતિપાતાદિ પાપોના સેવનથી આઠ કર્મના લેપથી યુક્ત જીવ ભારે બને છે અને સંસારમાં ડૂબી જાય છે અને જેમ તે લેપ દૂર થતાં તુંબડું હળવું બની પાણી ઉપર તરે છે તેમ આઠ કર્મના લેપથી રહિત થવાથી જીવ હળવો બનીને લોકાગ્રે પહોંચી, મોક્ષમાં બિરાજે છે.
આ દષ્ટાંત દ્વારા સાધકોને એ સમજવાનું છે કે જીવ ગમે તેટલો ભારેકર્મી હોય, અનંત સંસારમાં પરિભ્રમણ કરતો હોય; પણ જો તે સંયમ અને તપ દ્વારા કર્મક્ષય માટે પુરુષાર્થ કરે, તો તે આઠે ય કર્મ ક્ષય કરી, હળવો ફૂલ બની સિદ્ધ બની લોકાગ્રે સિદ્ધક્ષેત્રમાં પહોંચી જાય છે.