________________
[ ૧૭૦ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ :- ત્યાર પછી પંથકને છોડીને પાંચસો અણગારો(૪૯૯ મુનિઓ)એ આ વૃત્તાંત જાણ્યો. ત્યારે તેઓએ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહ્યું – શૈલક રાજર્ષિ પંથક મુનિની સાથે બહારના જનપદોમાં વાવત વિહાર કરી વિચારી રહ્યા છે. તો હે દેવાનુપ્રિય! હવે આપણે શૈલક રાજર્ષિ પાસે જઈને વિચારવું જોઈએ; આ પ્રમાણે વિચાર કરીને શૈલક રાજર્ષિની પાસે આવી તેઓની સાથે વિચરવા લાગ્યા.
७० तएणं ते सेलए रायरिसी पंथगपामोक्खा पंच अणगारसया जेणेव पोंडरीए पव्वए तेणेव उवागच्छंति, एवं जहेव थावच्चापुत्ते तहेव सिद्धा । ભાવાર્થ:- ત્યાર પછી શૈલક રાજર્ષિ પંથકાદિ પાંચસો મુનિઓ સાથે પુંડરીક(શત્રુંજય) પર્વત ઉપર આવીને થાવસ્થા પુત્રની જેમ(અનેક વર્ષોની દીક્ષા પર્યાયનું પાલન કરી, એક મહીનાના સંલેખના-સંથારાની આરાધના કરીને સિદ્ધ થયા. ७१ एवामेव समणाउसो ! जो णिग्गंथो वा णिग्गंथी वा जाव संसारकंताणं वीईवइस्सइ। ભાવાર્થ:- આવી રીતે હે આયુષ્યમાન શ્રમણો ! જે સાધુ કે સાધ્વી આ રીતે પ્રમાદનો ત્યાગ કરીને, તીર્થકરની આજ્ઞાનુસાર દેશોદેશ વિચરશે યાવતુ તેને અનાદિ અનંત ચતુર્ગતિક સંસાર-કાંતારમાં પરિભ્રમણ કરવું પડશે નહીં. તે સિદ્ધિ પ્રાપ્ત કરશે. ७२ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं पंचमस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते ।।त्ति बेमि॥ ભાવાર્થ:- હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીરે પાંચમા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે. તેમના કથનાનુસાર હું કહું છું. વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં શેલક રાજર્ષિની જીવન ઘટનાને દષ્ટાંતરૂપે રજૂ કરવામાં આવી છે. જે સાધુઓ ભગવાનની આજ્ઞા પ્રમાણે ગામોગામ વિચરી સંયમ આરાધના કરે છે તે કાલક્રમે મોક્ષસુખને પામે છે. તે આ દષ્ટાંતનો સાર છે. વૃત્તિકારે આ અધ્યયન વિષયક એક ગાથા રજૂ કરી છે યથા
सिढिलिय-संजमकज्जा वि, होइडं उज्जमंति जइ पच्छा ।
संवेगाओ तो सेलउ व्व आराहया होंति ॥१॥ અર્થ- સંયમ આરાધનામાં શિથિલ થઈ ગયા પછી પણ જો કોઈ સાધક સંવેગને પ્રાપ્ત કરીને સંયમમાં ઉધમવંત થઈ જાય, તો તે શૈલક રાજર્ષિની સમાન આરાધક બની જાય છે.ll૧]
છે પાંચમું અધ્યયન સંપૂર્ણ