________________
અધ્ય—૫: શૈલક
૧૯
ભાવાર્થ :- શૈલક ઋષિની આ વાત સાંભળીને પંથકમુનિ ભયભીત થઈ ગયા, ઉદ્વિગ્ન થઈ ગયા, ભયથી કંપવા લાગ્યા. તરત જ બન્ને હાથ જોડીને મસ્તક પર અંજલી કરીને કહેવા લાગ્યા– હે ભગવન્ ! હું પંથક છું. મેં કાયોત્સર્ગ કરીને દેવસી પ્રતિક્રમણ કર્યું અને ચૌમાસી પ્રતિક્રમણ કરતા પૂર્વે ચૌમાસી ક્ષમાપના માટે આપ દેવાનુપ્રિયને વંદના કરતા મેં મસ્તકથી આપના ચરણોનો સ્પર્શ કર્યો છે. તો હે દેવાનુપ્રિય ! હું ક્ષમા યાચના કરું છું. આપ દેવાનુપ્રિય મારો અપરાધ ક્ષમા કરો. હે દેવાનુપ્રિય ! હવે પછી આ પ્રમાણે કરીશ નહીં; આ પ્રમાણે પંથક અણગારે પોતાના અપરાધને માટે શૈલક અણગારની સમ્યક પ્રકારે, વિનમ્રભાવે પુનઃ પુનઃ ક્ષમાયાચના કરી.
શૈલક રાજર્ષિના ભાવોનું પરિવર્તનઃ
| ६७ तर णं सेलयस्स रायरिसिस्स पंथएणं एवं वुत्तस्स अयमेयारूवे अज्झत्थिए जाव समुप्पज्जित्था - एवं खलु अहं चइत्ता रज्जं जाव पव्वइए; ओसण्णे ओसण्णविहारी जाव विहरामि । तं णो खलु कप्पइ समणाणं णिग्गंथाणं ओसण्णाणं जाव विहरित्तए । तं सेयं खलु मे कल्लं मंडुयं रायं आपुच्छित्ता पाडिहारियं पीठ फलग-सेज्जा- संथारयं पच्चप्पिणित्ता पंथणं अणगारेणं सद्धिं बहिया अब्भुज्जएणं जणवयविहारेणं विहरित्तए; एवं संपेहेइ, संपेहित्ता कल्लं जाव विहरइ |
ભાવાર્થ:- પંથક અણગારની વિનયપૂર્વકની આ વાત સાંભળીને શૈલક રાજર્ષિના ભાવો પરિવર્તિત થયા અને તેઓને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો– હું રાજ્ય આદિનો ત્યાગ કરીને યાવત્ દીક્ષિત થઈને, હવે શિથિલાચારી બનીને એકજ સ્થાને રહું છું. શ્રમણ નિગ્રંથોને પાર્શ્વસ્થાદિ થઈને રહેવું કલ્પતું નથી. તેથી કાલે મંડુકરાજાને પૂછીને, પાઢિયારા પીઢ, ફલક, શય્યા અને સંસ્તારક પાછા દઈને, પંથક અણગારની સાથે, શુદ્ધાચારપૂર્વક અન્ય ગ્રામ નગરાદિમાં વિહાર કરી વિચરવું તે જ મારા માટે શ્રેયસ્કર છે. આ પ્રમાણે વિચાર કરીને બીજે દિવસે યાવત્ વિહાર કર્યો.
| ६८ एवामेव समणाउसो ! जे णिग्गंथे वा णिग्गंथी वा ओसण्णे जाव संथारए पत्ते विहरइ, से णं इहलोए चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाणं हीलणिज्जे जाव अणुपरियट्ठइ ।
ભાવાર્થ:- હે આયુષ્યમાન શ્રમણો ! આ પ્રમાણે જે સાધુ અથવા સાધ્વી આળસુ થઈને, એક જ સ્થાનમાં આહારાદિ અને શય્યા-સંસ્તારક આદિના વિષયમાં પ્રમાદી થઈને રહે છે, તેઓ આ લોકમાં ઘણા શ્રમણશ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકાઓની હીલણાને પાત્ર થાય છે યાવત્ તે દીર્ઘકાળ પર્યંત સંસાર પરિભ્રમણ કરે છે. શૈલકમુનિ પાસે શિષ્યોનું પુનરાગમન :
६९ तए णं ते पंथगवज्जा पंच अणगारसया इमीसे कहाए लट्ठा समाणा अण्णमण्णं सद्दावेति, सद्दावित्ता एवं वयासी- सेलए रायरिसी पंथएणं अणगारेणं सद्धिं बहिया जाव विहरइ, तं सेयं खलु, देवाणुप्पिया ! अम्हं सेलयं रायरिसिं उवसंपज्जित्ताणं विहरित्तए, एवं संपेर्हेति, संपेहित्ता सेलयं रायरिसिं उवसंपज्जित्ता णं विहरंति ।