________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
तणं से सेल कल्लं जाव जलंते सभंङमत्तोवगरणमायाय पंथगपामोक्खेहिं पंचहि अणगारसएहिं सद्धिं सेलगपुरमणुपविसइ, अणुपविसित्ता जेणेव मंडुयस्स जाणसाला तेणेव उवागच्छइ । उवागच्छित्ता फासुयं पीढ फलग-सेज्जा संथारयं ओगिण्हित्ता णं विहरइ |
૧૬૬
ભાવાર્થ :- ત્યાર પછી શૈલક અણગારે મંડુક રાજાના આ અર્થનો (વિનંતીનો) ‘ઠીક છે’ એમ કહીને સ્વીકાર કર્યો. ત્યારે તે મંડુક રાજા શૈલક રાજર્ષિને વંદના નમસ્કાર કરી જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા અર્થાત્ રાજભવનમાં ગયા.
ત્યાર પછી તે શૈલક રાજર્ષિએ બીજે દિવસે સૂર્યોદય થયા પછી, પોતાના ભંડોપકરણો લઈને પંથક આદિ પાંચસો મુનિઓની સાથે શૈલકપુર નગરમાં પ્રવેશ કર્યો, પ્રવેશ કરીને મંડુક રાજાની યાનશાળામાં આવીને પ્રાસુક પીઠ, ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરીને વિચરવા લાગ્યા.
६१ तए णं मंडुए राया तिमिच्छए सद्दावेइ, सद्दावित्ता एवं वयासी - तुब्भे णं देवाणुप्पिया ! सेलयस्स फासुय-एसणिज्जेणं ओसह सज्ज-भक्त-पाणेणं तेगिच्छं आउट्टेह ।
तए णं तेगिच्छया मंडुएणं रण्णा एवं वृत्ता समाणा हट्ठतुट्ठा सेलयस्स रायरिसिस्स अहापवित्तेहिं ओसह-भेसज्ज भत्तपाणेहिं तेगिच्छं आउट्टेति ।
तणं तस्स सेलयस्स अहापवित्तेहिं ओसह सज्जे-भत्तपाणेहिं से रोगायंके उवसंते होत्था, हट्ठे जावबलियसरीरे जाए ववगयरोगायंके ।
ભાવાર્થ :- ત્યાર પછી મંડુકરાજાએ ચિકિત્સકોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! તમે શૈલકરાજર્ષિની પ્રાસુક-એષણીય ઔષધ, ભેષજ અને ભોજન-પાનથી ચિકિત્સા કરો.
મંડુકરાજાએ આ પ્રમાણે કહ્યું ત્યારે ચિકિત્સકો પ્રસન્ન અને સંતુષ્ટ થયા. તેઓએ શૈલક રાજર્ષિની સાધુને યોગ્ય ઔષધ, ભેષજ અને ભોજન-પાનથી ચિકિત્સા કરી.
ત્યાર પછી સાધુને યોગ્ય ઔષધ-ભેષજ ભોજન-પાનથી શૈલક રાજર્ષિની બીમારી દૂર થઈ ગઈ. તે પ્રસન્નચિત્ત યાવત્ બળવાન શરીરવાળા થઈ ગયા. તેમનો રોગાતંક પૂર્ણ રીતે દૂર થઈ ગયો. વિવેચનઃ
પ્રસ્તુત સૂત્રોમાં શૈલક રાજર્ષિ અણગારની ચિકિત્સાનું વર્ણન છે. તેમાં અહાપવિત્તેહિં અને ાસુયં સંોિળ શબ્દો મહત્ત્વપૂર્ણ છે. તેનું તાત્પર્યએ છે કે અનિવાર્ય સંયોગોમાં સાધુ-સાધ્વી, સાધ્વાચારને સમજનારા વૈધો દ્વારા સાધ્વાચારને યોગ્ય નિર્દોષ ઔષધ ભેષજ અને આહાર-પાણીથી શરીરની ચિકિત્સા કરાવી શકે છે. અહીં વૈદ્યો માટે અને ઔષધ માટે પણ અહાપવિત્તેëિ– સાધુને યોગ્ય, એવા વિશેષણનો પ્રયોગ થયો છે.
શૈલકમુનિની શિથિલતા :
६२ त णं से सेल तंसि रोगायंकंसि उवसंतंसि समाणंसि तंसि विउलंसि असण-पाण