________________
| અધ્ય—પઃ શૈલક
[ ૧૫ ]
આ રીતે શક અણગાર અનેક વર્ષ સુધી સંયમ પર્યાયનું પાલન કરી પાવતુ એક માસની સંલેખનાથી આત્માને ભાવિત કરીને, સાઠભક્ત આહારનું છેદન કરીને કેવળજ્ઞાન, કેવળદર્શન પ્રાપ્ત કરીને, સિદ્ધ થયા. શૈલકમુનિની બિમારી અને ચિકિત્સા :५८ तए णं तस्स सेलगस्स रायरिसिस्स तेहिं अंतेहिं य पंतेहिं य तुच्छेहि य लूहेहिं य अरसेहिं यविरसेहिं यसीएहिं य उण्हेहिं यकालाइक्कंतेहिं य पमाणाइक्कंतेहिं यणिच्चं पाणभोयणेहिं य पयइ-सुकुमालस्स सुहोचियस्स सरीरगंसि वेयणा पाउब्भूया- उज्जला जावदुरहियासा, कंडुयदाहपित्तज्जर-परिगयसरीरे यावि विहरइ । तए णं से सेलए तेणं रोगायंकेणं सुक्के भुक्खे जाए यावि होत्था । ભાવાર્થ:- ત્યાર પછી પ્રકૃતિથી સુકુમાર અને સુખભોગને યોગ્ય શૈલક રાજર્ષિના શરીરમાં તે(અણગાર ચર્યાનુસાર પ્રાપ્ત) આત–ચણા આદિ પ્રાન્ત–ઠંડુ અથવા વધ્યું ઘટયું, તુચ્છ–અલ્પ, રુક્ષ-લખું, અરસ-હીંગ આદિના વઘારથી રહિત, વિરસ–સ્વાદહીન, કાલાતિકાજા- ભૂખનો સમય વ્યતીત થઈ ગયા પછી અને પ્રમાણાતિકાન્ત–પ્રમાણથી થોડા કે વધુ આહાર પાણીના નિરંતર સેવનથી વેદના ઉત્પન્ન થઈ. તે વેદના ઉત્કટ યાવદુસહ્ય હતી. તેમનું શરીર ખુજલી, દાહ અને પિત્ત જ્વરથી વ્યાપ્ત થઈ ગયું. આ રીતે તે શેલક રાજર્ષિનું શરીર રોગાંતકથી સૂકાઈ ગયું, દુર્બલ થઈ ગયું. ५९ तए णं से सेलए अण्णया कयाई पुव्वाणुपुट्विं चरमाणे जावजेणेव सुभूमिभागे उज्जाणे तेणेव विहरइ । परिसा णिग्गया, मंडुओ वि णिग्गओ, सेलयं अणगारं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता पज्जुवासइ ।
तएणं से मंडुए राया सेलयस्स अणगारस्स सरीरयं सुक्कं भुक्खं जावसव्वाबाहं सरोगं पासइ, पासित्ता एवं वयासी- अहं णं भंते ! तुब्भं अहापवित्तेहिं तिगिच्छएहिं अहापवित्तेहिं ओसह-भेसज्जेणं भत्तपाणेणं यातिगिच्छं आउट्टावेमि। तुब्भेणं भंते ! मम जाणसालासुसमोसरह, फासुयं एसणिज्जपीढ फलगसेज्जा-संथारगं ओगिण्हित्ताणं विहरह। ભાવાર્થ - ત્યાર પછી તે શૈલક રાજર્ષિ અનુક્રમથી વિચરતાં કોઈ એક સમયે સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં પધાર્યા યાવત વિચરવા લાગ્યા. તેઓને વંદન કરવા માટે પરિષદ નીકળી. મંડુકરાજા પણ ગયા. શૈલક અણગારને વંદના-નમસ્કાર કરીને તેમની ઉપાસના કરવા લાગ્યા.
તે સમયે મંડુકરાજાએ શૈલક અણગારના શરીરને શુષ્ક, નિસ્તેજ યાવત સર્વ પ્રકારની પીડાથી આક્રાન્ત અને રોગયુક્ત જોયું અને આ પ્રમાણે કહ્યું–
હે ભગવનું ! હું રોગને મટાડવામાં સમર્થ ચિકિત્સકો દ્વારા સાધુને યોગ્ય ઔષધ-ભેષજથી તથા આહાર-પાણી દ્વારા આપની ચિકિત્સા કરાવવા ઇચ્છું છું. હે ભગવન્! આપ મારી યાનશાળામાં પધારો તથા ત્યાં પ્રાસુક અને એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્તારક ગ્રહણ કરીને વિચરો.
६० तए णं से सेलए अणगारे मंडुयस्स रण्णो एयमटुं तह त्ति पडिसुणेइ । तए णं से मंडुए सेलयं वंदइणमंसइ, वंदित्ता णमंसित्ता जामेव दिसिंपाउब्भूए तामेव दिसिंपडिगए।