________________
[ ૧૬૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
वं जहेव मेहस्स तहेव णवरं पउमावई देवी अग्गकेसे पडिच्छइ । सेसं तं चेव जाव पडिग्गहं गहाय सीयं दुरुहंति, जाव पव्वइए जाव सामाइयमाइयाइं एक्कारस अंगाइ अहिज्जइ, अहिज्जित्ता बहूहिं चउत्थ जाव विहरइ । ભાવાર્થ:- ત્યાર પછી શૈલકે મંકરાજા પાસે દીક્ષા લેવાની આજ્ઞા માગી. ત્યારે મંડુકરાજાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું–શીધ્ર શૈલકપુર નગરને પાણી છાંટી, સ્વચ્છ કરી વાવ સુગંધની ગુટિકા સમાન કરો-કરાવો અને આજ્ઞાનુસાર કાર્ય થઈ જવાની મને સૂચના આપો.
- ત્યાર પછી મંડુકકુમારે બીજીવાર કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું– શીધ્ર શૈલક મહારાજાના મહાન અર્થવાળા યાવતુદીક્ષાભિષેકની તૈયારી કરો. અહીં મેઘકુમારની જેમ જ દીક્ષા મહોત્સવનું વર્ણન જાણવું.વિશેષતા એ છે કે પદ્માવતી રાણીએ શૈલકના અગ્રકેશ ગ્રહણ કર્યા યાવતુ સર્વસ્વજન-પરિજનો પાત્રા આદિ ગ્રહણ કરીને શિબિકા ઉપર આરૂઢ થયા યાવતુ શૈલક રાજર્ષિએ દીક્ષિત થઈને સામાયિકથી માંડીને અગિયાર અંગોનું અધ્યયન કર્યું અધ્યયન કરીને ઘણા ઉપવાસ વગેરે તપસ્યા કરતાં વિચરવા લાગ્યા. શુક અણગારની મુક્તિ - ५७ तए णं से सुए सेलयस्स अणगारस्स ताई पंथगपामोक्खाई पंच अणगारसयाई सीसत्ताए वियरइ।
तएणं से सुए अण्णया कयाई सेलगपुराओ णगराओ सुभूमिभागाओ उज्जाणाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता बहिया जणवयविहारं विहरइ।
तए णं से सुए अणगारे अण्णया कयाई तेणं अणगारसहस्सेणं सद्धिं संपरिवुडे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामंदुइज्जमाणे सुहंसुहेणं विहरमाणे जेणेव पुंडरीए पव्वए तेणेव उवागच्छइ, उवागच्छित्ता पुंडरीयं पव्वयं सणियंसणियं दुरुहइ, दुरुहित्ता जाव भत्तपाण-पडियाइक्खिए पाओवगमणमणुवण्णे।
तए णं से सुए अणगारे बहूणि वासणि सामण्ण-परियायं पाउणित्ता मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सर्व्हि भत्ताई अणसणाए छेदित्ता जाव केवलवरणाणदंसणं समुप्पाडेत्ता तओ पच्छा सिद्धे जावसव्वदुक्खप्पहीणे । ભાવાર્થ - ત્યારપછી શુક અણગારે શેલક અણગારને પંથક પ્રમુખ પાંચસો અણગાર શિષ્યરૂપમાં પ્રદાન કર્યા.
ત્યાર પછી શુકમુનિ કોઈ સમયે શેલકપુર નગરના સુભૂમિ ભાગ ઉદ્યાનમાંથી વિહાર કરીને બાહ્ય (અન્ય) જનપદમાં વિચરવા લાગ્યા.
ત્યાર પછી એક સમયે શુક અણગાર એક હજાર અણગારોની સાથે અનુક્રમથી વિચરતા, ગામેગામ સુખપૂર્વક વિહાર કરતાં(પોતાનો અંત સમય નજીક આવ્યો જાણીને) પુંડરીક પર્વત પાસે આવ્યા અને ધીરે-ધીરે પર્વત ઉપર ચઢયા યાવતુ આહાર-પાણીનો ત્યાગ કરી પાદપોપગમન અનશન અંગીકાર કર્યું