________________
અધ્ય–૫: શૈલક
[ ૧૭ ]
ગ્રહણ કરવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિયો ! તમે શું કરશો? કયાં રહેશો? તમારી અંતરની ઇચ્છા અને સામર્થ્ય-મંતવ્ય શું છે?
ત્યારે પંથકાદિ મંત્રીઓએ શૈલક રાજાને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય ! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન બની યાવત્ પ્રવ્રજિત થવા ઇચ્છો છો, તો હે દેવાનુપ્રિય ! અમારા માટે તમારા સિવાય અન્ય કોણ આધાર કે આલંબન રૂપ છે? હે દેવાનુપ્રિય! અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન બની(તમારી સાથે) દીક્ષા અંગીકાર કરશું.
હે દેવાનુપ્રિય !(રાજ્ય કુટુંબ સંબંધી) ઘણાં કાર્યોમાં, કારણો-ઉપાયો વગેરેમાં તમો ચક્ષુભૂત છો, અમારા માર્ગદર્શક છો તે જ રીતે દીક્ષિત થઈને શ્રમણ સંબંધી ઘણા કાર્યાદિમાં તમેજ અમારા માર્ગદર્શક રહેશો. ५४ तए णं से सेलए पंथगपामोक्खे पंच मंतिसए एवं वयासी-जइणं देवाणुप्पिया! तुब्भे संसारभयउव्विगा जावपव्वयह, तं गच्छह णं देवाणुप्पिया !सएसुसएसुकुडुंबेसु जेटे पुत्ते कुंडुबमज्झे ठावेत्ता पुरिससहस्सवाहिणीओ सीयाओ दुरूढा समाणा मम अतियं पाउब्भवह । तहेव जावपाउब्भवति । ભાવાર્થ - ત્યારપછી શૈલક રાજાએ પંથકાદિ પાંચસો મંત્રીઓને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન થયા હો યાવતુ દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છતા હો તો હે દેવાનુપ્રિયો ! તમે સહુ પોત પોતાના ઘેર જાઓ અને જયેષ્ઠ પુત્રને કુટુંબના વડારૂપે સ્થાપિત કરીને અર્થાત્ પરિવારનું ઉત્તરદાયિત્વ તેઓને સોંપીને, હજાર પુરુષવાહિની શિબિકા ઉપર આરૂઢ થઈને મારી સમીપે આવો. આ સાંભળીને પાંચસો મંત્રીઓ પોત-પોતાના ઘેર ગયા અને રાજાના આદેશાનુસાર કાર્ય કરીને શિબિકાઓ પર આરૂઢ થઈને રાજાની પાસે પાછા આવ્યા. ५५ तए णं से सेलए राया पंच मंतिसयाई पाउब्भवमाणाई पासइ, पासित्ता हट्ठतुढे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! मंडुयस्स कुमारस्स महत्थं जावरायाभिसेयं उवट्ठवेह । एवं जाव अभिसिंचइ जावराया जाए जाव વિહરફ ા ભાવાર્થ:- ત્યાર પછી શૈલકરાજાએ પાંચસો મંત્રીઓને પોતાની પાસે આવતા જોઈને પ્રસન્ન અને સંતુષ્ટ થઈને કર્મચારી પુરુષોને બોલાવ્યા, બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી મંડુકકુમારના મહાન અર્થવાળા રાજ્યાભિષેકની તૈયારી કરો. કર્મચારી પુરુષોએ તે પ્રમાણે જ કર્યું યાવતું શૈલક રાજાએ રાજ્યાભિષેક કર્યો યાવત્ મંડુકકુમાર રાજા થયા અને રાજ્ય સંચાલન કરતાં રહેવા લાગ્યા. ५६ तए णं से सेलए मंडुयं रायं आपुच्छइ । तए णं से मंडुए राया कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! सेलगपुरं णयरं आसिय जाव गंधवट्टिभूयं करेह य कारवेह य, एयमाणत्तियं पच्चप्पिणह ।
तए णं से मंडुए दोच्चं पि कोडंबयपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासीखिप्पामेव भो देवाणुप्पिया ! सेलगस्स रण्णो महत्थं जावणिक्खमणाभिसेयं करेह । ए