________________
૧દર
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
તે થાવસ્થાપુત્ર અણગાર ઘણા વર્ષો સુધી શ્રમણ્ય પર્યાય પાળીને, એકમાસની સંલેખના કરી, સાઠભક્તના આહારનો છેદ કરી, અનશન સ્વીકારી યાવત કેવલજ્ઞાન અને કેવલદર્શન પ્રાપ્ત કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા; સંસારનો અંત કર્યો; પરિનિર્વાણ પ્રાપ્ત કર્યું તથા સર્વ દુઃખોથી મુક્ત થયા. શૈલકરાજાની દીક્ષા :५२ तए णं सुए अण्णया कयाई जेणेव सेलगपुरे णयरे, जेणेव सुभूमिभागे उज्जाणे तेणेव समोसरिए । परिसा णिग्गया, सेलओ णिग्गच्छइ । धम्म सोच्चा जं णवरंदेवाणुप्पिया !पंथगपामोक्खाइं पंचमंतिसयाई आपुच्छामि, मंडुयं चकुमारं रज्जेठावेमि। तओ पच्छा देवाणुप्पियाणं अंतिए मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वयामि। अहासुहं देवाणुप्पिया ! ભાવાર્થઃ- ત્યારપછી શુક અણગાર કોઈ સમયે શૈલકપુર નગરના સુભૂમિભાગ નામના ઉધાનમાં પધાર્યા. તેઓને વંદન કરવા માટે પરિષદ નીકળી. શૈલક રાજા પણ નીકળ્યા. ધર્મોપદેશ સાંભળ્યો વગેરે પૂર્વવતુ કહેવું. તફાવત એ છે કે શેલકરાજાએ નિવેદન કર્યું કે હે દેવાનુપ્રિય! હું પંથક આદિ પાંચસો મંત્રીઓને પૂછીને અને મંડુક કુમારને રાજ્ય પર સ્થાપિત કરીને પછી આપ દેવાનુપ્રિયની પાસે મુંડિત થઈને ગૃહવાસથી નીકળીને અણગાર-દીક્ષા-અંગીકાર કરીશ. ત્યારે શુક અણગારે કહ્યું– જેમ સુખ ઉપજે તેમ કરો. ५३ तएणं से सेलए राया सेलगपुरंणयरं अणुपविसइ, अणुपविसित्ता जेणेव सए गिहे, जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता सीहासणं सण्णिसण्णे।
तएणं से सेलए राया पंथयपामोक्खे पंचमंतिसए सदावेइ, सद्दावेत्ता एवं वयासीएवं खलु देवाणुप्पिया ! मए सुयस्स अंतिए धम्मे णिसंते, से वि य मे धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए। अहं णं देवाणुप्पिया ! संसारभय-उव्विग्गे जावपव्वयामि । तुब्भे णं देवाणुप्पिया ! किं करेह ? किं वसेह ? किं वा ते हियइच्छिए सामत्थे त्ति?
तए णं तं पंथयपामोक्खा सेलगं रायं एवं वयासी- जइ णं तुब्भे देवाणुप्पिया! संसारभय उव्विग्गे जावपव्वयह, अम्हाणंदेवाणुप्पिया ! किमण्णे आहारे वा आलंबे वा? अम्हे वि यणं देवाणुप्पिया ! संसारभय-उव्विगा जावपव्वयामो।
जहा णं तुब्भे देवाणुप्पिया ! अम्हं बहुसु कज्जेसु य कारणेसु य जावचक्खुभूए तहा णं पव्वइयाण वि समाणाणं बहुसु कज्जेसु य जाव चक्खुभूए । ભાવાર્થ:- ત્યારપછી શૈલક રાજા શૈલકપુર નગરમાં પોતાના ગૃહે આવીને, બાહ્ય સભાના સિંહાસન ७५२४1.
ત્યારપછી શૈલક રાજાએ પંથક આદિ પાંચસો મંત્રીઓને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! શુક અણગાર પાસે મેં જે ધર્મ સાંભળ્યો છે તે ધર્મની હું ઇચ્છા કરું છું, તે ધર્મને ગ્રહણ કરવાની અભિલાષા રાખું છું, તે ધર્મમાં રુચિ ધરાવું છું. હે દેવાનુપ્રિયો ! સંસારના ભયથી ઉદ્વિગ્ન બનીને હું દીક્ષા