________________
[૧૦]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
વિવેચન : -
પ્રસ્તુત સૂત્રમાં શુક સંન્યાસીએ થાવગ્ગાપુત્ર અણગારની કસોટી કરવા માટે રહસ્યમય અનેક તાત્ત્વિક પ્રશ્નો પૂછ્યા છે. તેના મનમાં તેઓને પરાજિત કરવાની તમન્ના હતી, તેથી તેણે પરસ્પર વિરોધી પ્રશ્નો પૂછયા.
જે વસ્તુ એક સ્વરૂપ હોય તે બે સ્વરૂપ હોય શકે નહીં, જે અક્ષય અને અવ્યય હોય તેમાં પરિણામોનું પરિવર્તન કઈ રીતે થાય? થાવસ્થા પુત્ર અણગાર વિરોધી પ્રશ્નોના ઉત્તરો કઈ રીતે આપશે? તે જાણવા માટે તે આતુર હતો. થાવચ્ચા પુત્ર અણગારે તેના પ્રત્યેક પ્રશ્નના ઉત્તર અનેકાંત દષ્ટિથી આપ્યા. પ્રત્યેક વસ્તુ અનંત ધર્માત્મક છે અને અપેક્ષાભેદથી તેમાં પરસ્પર વિરોધી ધર્મો એક સમયે રહી શકે છે. જેમ કે એક પુરુષ પોતાના પુત્રની અપેક્ષાએ પિતા છે અને પિતાની અપેક્ષાએ પુત્ર છે. તે વ્યક્તિમાં એક જ સમયે પિતૃત્વ અને પુત્રત્વ બંને ધર્મો રહી શકે છે. તે જ રીતે પ્રત્યેક પદાર્થમાં અનેક વિરોધી ધર્મો એક સાથે રહી શકે છે.
જે વિ અદં:- હું એક પણ છે. પ્રત્યેક જીવ દ્રવ્યની અપેક્ષાએ એક છે. જીવો અનંત હોવા છતાં પ્રત્યેક જીવ દ્રવ્ય સ્વતંત્ર છે. તે એક અખંડ સ્વરૂપ છે. કુનિ માં -હું એ પણ છું. જ્ઞાન અને દર્શન જીવના મુખ્ય ગુણ છે. ગુણ અને ગુણીમાં કથંચિત્ અભેદ હોવાથી જીવ બે પ્રકારે છે– જ્ઞાન સ્વરૂપ અને દર્શન સ્વરૂપ. મહાવિ માં - હું અક્ષય પણ છું. જીવ દ્રવ્ય અસંખ્ય પ્રદેશાત્મક છે. તેના પ્રદેશોનો ક્યારે ય ક્ષય થતો નથી, તેથી તે અક્ષય છે. વળાવિ માં – હું અવ્યય પણ છે. અસંખ્ય પ્રદેશોમાંથી કોઈ પ્રદેશોનો પણ ક્યારે ય વ્યય-નાશ થતો નથી. તેથી તે અવ્યય છે. મધ્વિિલ અહં:- હું અવસ્થિત પણ છું. જીવ ગમે ત્યાં જાય પરંતુ તેના અસંખ્યાત પ્રદેશોની સંખ્યા અવસ્થિત રહે છે. તેમાં કોઈ ફેરફાર થતો નથી.
આ રીતે પ્રદેશની અપેક્ષાએ જીવ અક્ષય પણ છે, અવ્યય પણ છે અને અવસ્થિત પણ છે. ૩ળવાશ્રયમા વમવિધિ માં - હું ભૂત અને ભવિષ્યના અનેક પરિણામોને યોગ્ય પણ છું. દ્રવ્યની અપેક્ષાએ જીવ એક હોવા છતાં પર્યાયની અપેક્ષાએ અનેક સ્વરૂપે છું. અનેક પદાર્થો સંબંધી વિભિન્ન ઉપયોગ ભૂતકાળમાં હતો, વર્તમાનમાં પણ અન્યાન્ય ઉપયોગ જીવ દ્રવ્યમાં વર્તે છે અને ભવિષ્યમાં પણ વિવિધ ઉપયોગ જીવ દ્રવ્યમાં થશે. આ ત્રણે કાલના વિવિધ ઉપયોગ જીવથી કથંચિત્ અભિન્ન છે. સૈકાલિક ઉપયોગોની અનેકતાને કારણે જીવ અનેક પરિણામોને યોગ્ય છે. શુક સંન્યાસીની થાવસ્ત્રાપુત્ર અણગાર પાસે દીક્ષા:५० एत्थ णं से सुए संबुद्धे थावच्चापुत्तं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीइच्छामि णं भंते! तुब्भे अंतिए केवलिपण्णत्तं धम्मं णिसामित्तए । धम्मकहा भाणियव्वा ।
तए णं सुए परिव्वायए थावच्चापुत्तस्स अंतिए धम्मं सोच्चा णिसम्म एवं वयासी