________________
અધ્ય—૫: શૈલક
૧૫૯
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! આપના માટે કુલત્થા ભક્ષ્ય છે કે અભક્ષ્ય ? ઉત્તર- હે શુક ! અમારા મતમાં કુલત્થા ભક્ષ્ય પણ છે, અભક્ષ્ય પણ છે.
પ્રશ્ન— હે ભગવન્ ! તેનું શું કારણ છે કે આપના મતમાં કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે ?
ઉત્તર– હે શુક ! તમારા બ્રાહ્મણ મતના શાસ્ત્રોમાં ‘કુલત્થા’ના બે પ્રકાર છે. યથા– સ્ત્રીકુલત્થા અને ધાન્યકુલત્થા(કળથી) તેમાં જે સ્ત્રીકુલત્થા છે, તેના ત્રણ પ્રકાર છે, યથા– કુલકન્યા, કુલવધૂ અને કુલમાતા; તે શ્રમણ નિગ્રંથોને માટે અભક્ષ્ય છે. તેમાંથી જે ધાન્યકુલત્થા છે તેના વિષયમાં સરસવની સમાન સમજવું જોઈએ યાવત્ તેથી હે શુક ! કુલત્થા ભક્ષ્ય પણ છે અને અભક્ષ્ય પણ છે.
વિવેચન :
‘તત્થા’ શબ્દનો વ્યુત્પત્તિ અર્થ આ પ્રમાણે થાય છે તે તિષ્ઠતિ યા તથા । આ વ્યુત્પત્તિ અનુસાર કુલસ્થા એટલે કુલાંગના, કુલીન સ્ત્રી અર્થ થાય છે અને તેનો રૂઢ અર્થ છે– કળથી નામનું ધાન્ય વિશેષ. તેની ભક્ષ્યાભક્ષ્યતા સરસવની જેમ સમજવી જોઈએ.
સરસવ, માસ અને કુલત્થા વિષયક આ ત્રણે પ્રશ્નો શ્રી ભગવતી સૂત્ર અને નિરયાવલિકા સૂત્રમાં પણ છે. ત્રણે સ્થળે ભાવાર્થ સમાન છે છતાં ક્રમભેદ અને શબ્દભેદ છે. પ્રસ્તુત સંસ્કરણમાં ભગવતીસૂત્ર અનુસાર જ ત્રણે પ્રશ્નોત્તરનો પાઠ અને ભાવાર્થ રાખ્યા છે.
આત્મ તત્ત્વ સંબંધી તાત્ત્વિક પૃચ્છા ઃ
૪૬ સે મૂળ અંતે ! ૫ે માં, તુવે માં, અવલણ્ મવું, અવ્વદ્ ભવ, અદ્ગિ માં, अणेगभूयभावभविए भवं ? सुया ! एगे वि अहं जाव अणेगभूयभाव-भविए वि अहं । भंते! एवं वच्चइ जाव अणेगभूयभाव-भविए वि अहं ?
सुया ! दव्वट्टयाए एगे वि अहं, णाणदंसणट्टयाए दुवे वि अहं, परसट्टयाए अक्खए वि अहं, अव्वए वि अहं, अवट्ठिए वि अहं, उवओगट्टयाए अणेगभूयभावभविए वि अहं । से द्वेणं सुया ! जाव अणेगभूयभाव-भविए वि अहं ।
ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું આપ એક છો, બે છો, અક્ષય છો, અવ્યય છો, અવસ્થિત છો, કે ભૂતકાલ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય છો ?
ઉત્તર– હે શુક ! હું એક પણ છું યાવત્ ભૂતકાલ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય
પણ છું.
પ્રશ્ન– હે, ભગવન્ ! તેમ શા માટે કહો છો કે હું એક છું યાવત્ ભૂતકાલ અને ભવિષ્યકાલના અનેક પરિણામોને યોગ્ય પણ છું ?
ઉત્તર– હે શુક ! દ્રવ્ય રૂપથી હું એક પણ છું. જ્ઞાન અને દર્શનના ભેદથી હું બે પણ છું. આત્મપ્રદેશથી હું અક્ષય છું, અવ્યય છું અને અવસ્થિત પણ છું. ઉપયોગની અપેક્ષાએ હું અનેક ભૂત, વર્તમાન અને ભાવિ પરિણામોને યોગ્ય છું. તેથી હે શુક ! પૂર્વોક્ત પ્રકારે કહ્યું છે.