________________
[ ૧૫૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
४३ से किं तं णोइंदियजवणिज्जे ? सुया ! णोइंदियजवणिज्जे-जं मे कोह-माणमायालोभा वोच्छिण्णा, णो उदीरेंति, से तं णोइंदियजवणिज्जे । से तं जवणिज्जे । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નોઇન્દ્રિય યાપનીય કોને કહે છે? ઉત્તર- હે શુક ! મારા ક્રોધ, માન, માયા અને લોભ, આ ચારે કષાય નષ્ટપ્રાય થઈ ગયા છે, તે(પ્રગટરૂપે) ઉદયમાં આવતા નથી. તે જ મારા માટે નોઇન્દ્રિય યાપનીય છે. આ રીતે મારા માટે આ યાપનીય છે. ४४ से किं ते भंते ! अव्वाबाहं ? सुया ! जं मे वाइयपित्तियसिंभिय-सण्णिवाइया विविहा रोगायंका सरीरगया दोसा उवसंता, णो उदीरेंति । से तं अव्वाबाहं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આપના માટે અવ્યાબાધ શું છે? ઉત્તર- હે શુક! મારા વાત, પિત, કફ અને સન્નિપાતજન્ય અનેક પ્રકારના શરીર સંબંધી દોષ અને રોગાતંક ઉપશાંત-નષ્ટ થઈ ગયા છે. ઉદયમાં આવતા નથી. તે મારા માટે અવ્યાબાધ છે. ४५ से किं ते भंते ! फासुयविहारं?
सुया ! जण्णं आरामेसु उज्जाणेसु देवकुलेसु सभासु पवासु इत्थी-पसुपंडगविवज्जियासु वसहीसु फासुएसणिज्जपीढ फलगसेज्जा-संथारगं उवसंपज्जित्ता णं विहरामि, से तं फासुयविहारं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! આપનો પ્રાસુક વિહાર કયો છે?
ઉત્તર- હે શુક! આરામ(બગીચો), ઉદ્યાન, દેવકુલ, સભા, પરબ આદિ જે સ્થાન સ્ત્રી, પશુ, પંડગ-નપુંસક રહિત હોય, તે સ્થાનમાં પ્રાસુક એષણીય પીઠ, ફલક, શય્યા, સંસ્કારક આદિ પ્રાપ્ત કરીને હું વિચરું છું. તે મારો પ્રાસુક વિહાર છે. વિવેચન :યાત્રા - તપ, નિયમ, સ્વાધ્યાય, ધ્યાનાદિ સંયમ યોગમાં પ્રવૃત્તિ યાત્રા કહેવાય છે. થાપનીય :- સંયમરૂપ યાત્રામાં ભાતાની જેમ જે ઉપયોગી થાય તેને યાપનીય કહે છે. મોક્ષ સાધનામાં સંલગ્ન પુરુષોને માટે ઇન્દ્રિય અને મનની સ્વાધીનતા તથા કષાયોની ઉપશાંતતા જ તેના ભાતારૂપ છે. તેથી તેને યાપનીય કહેવાય છે. અવ્યાબાધ :- શારીરિક બાધા-પીડાનો અભાવ થવો તે અવ્યાબાધ છે. પ્રાસક-વિહાર :- સાધનાને યોગ્ય નિર્દોષ સ્થાનમાં નિવાસ કરીને નિર્દોષ અને નિર્જીવ શયનાસન આદિ ગ્રહણ કરવા, તેને પ્રાસુક વિહાર કહે છે. સરસવની ભઠ્યાભઢ્યતા :४६ सरसिवा ते भंते ! किं भक्खेया, अभक्खेया ? सुया ! सरिसवा मे भक्खेया वि મહેયા વિના
से केणटेणं भंते ! एवं वुच्चइ- सरिसवा ते भक्खेया वि अभक्खेया वि?