________________
१५४
શ્રી શાતાધર્મકથા સૂત્ર
परिव्वायगावसहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता परिव्वायगावसहसि भंडणिक्खेवं करेइ, करित्ता धाउरत्त-वत्थ-परिहिए पविरल-परिव्वायगेणं सद्धिं संपरिवुडे परिव्वायगावसहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता सोगंधियाए णयरीए मझमज्झेणं जेणेव सुदंसणस्स गिहे जेणेव सुदंसणे तेणेव उवागच्छइ । ભાવાર્થ:- ત્યારપછી શુક પરિવ્રાજકે આ વાત જાણી કે સુદર્શન શ્રમણોપાસક થઈ ગયો છે, ત્યારે તેને આ પ્રમાણે વિચાર ઉત્પન્ન થયો કે- સુદર્શને શૌચ ધર્મનો પરિત્યાગ કરીને વિનયમૂલક ધર્મ અંગીકાર કર્યો છે, તેથી સુદર્શનની(વિનય મૂલક ધર્મ પ્રત્યેની) દષ્ટિનું વમન કરાવીને ફરી શૌચમૂલક ધર્મનો ઉપદેશ કરવો તે મારા માટે શ્રેયસ્કર થશે. આ પ્રમાણે વિચાર કરીને તે એક હજાર પરિવ્રાજકોની સાથે સૌગંધિકા નગરીમાં પરિવ્રાજકોના મઠમાં આવ્યા. તેણે પરિવ્રાજકોના મઠમાં ઉપકરણ રાખ્યા. ત્યારપછી ગેરુથી રંગેલા વસ્ત્ર ધારણ કરેલા થોડા પરિવ્રાજકોને સાથે લઈ મઠમાંથી નીકળીને સૌગંધિકા નગરીમાં થઈને સુદર્શનના ઘરે સુદર્શન પાસે આવ્યા. ३६ तए णं सुदंसणे तं सुयं परिव्वायग एज्जमाणं पासइ, पासित्ता णो अब्भुढेइ, णो पच्चुग्गच्छइ, णो आढाइ, णो परियाणाइ, णो वंदइ, तुसिणीए संचिठुइ।
___ तए णं से सुए परिव्वायए सुदंसणं अणब्भुट्ठियं पासित्ता एवं वयासी- तुम णं सुदंसणा ! अण्णया ममं एज्जमाणं पासित्ता अब्भुढेसि जाववंदसि, इयाणिं सुदंसणा ! तुम मम एज्जमाणं पासित्ता जावणो वंदसि, तंकस्सणं तुमे सुदंसणा ! इमेयारूवे विणयमूलधम्मे पडिवण्णे? ભાવાર્થ:- સુદર્શને શક પરિવ્રાજકને આવતા જોયા, જોઈને તે ઊભો થયો નહીં, સામે ગયો નહીં, તેનો આદર કર્યો નહીં, તેના તરફ ધ્યાન આપ્યું નહીં, વંદના કરી નહીં પરંતુ મૌન રહ્યો.
શુક પરિવ્રાજકે સુદર્શનને ઊભો થતાં જોયો નહીં તેથી આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન! પહેલાં મને આવતા જોઈને તું ઊભો થતો હતો યાવતુ વંદન કરતો હતો પરંતુ હે સુદર્શન ! અત્યારે મને આવતો જોઈને તે વંદનાદિ કર્યા નહીં, તો હે સુદર્શન ! આ પ્રકારનો વિનયમૂલ ધર્મ તેં કોની પાસેથી અંગીકાર કર્યો છે? ३७ तएणंसेसुदंसणेसुएणंपरिव्वायएणंएवं वुत्तेसमाणे आसणाओ अब्भुढेइ, अब्भुद्वित्ता करयल परिग्गहियं सिरसावत्तं मत्थए अंजलिं कटु सुयं परिव्वायगं एवं वयासी- एवं खलु देवाणुप्पिया! अरहओ अरिष्टुणेमिस्स अंतेवासी थावच्चापुत्तेणामं अणगारे जावइहमागए, इह चेव णीलासोए उज्जाणे विहरइ । तस्स णं अंतिए अहं विणयमूले धम्मे पडिवण्णे । ભાવાર્થ – શુક પરિવ્રાજકે આ પ્રમાણે કહ્યું ત્યારે સુદર્શન શેઠ આસન પરથી ઊભા થયા. તેણે બંને હાથ જોડી મસ્તક પર અંજલિ કરી અને શુક પરિવ્રાજકને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! અરિહંત અરિષ્ટનેમિના અંતેવાસી થાવચ્ચા પુત્ર નામના અણગાર વિચરતાં યાવત્ અહીં આવ્યા છે અને અહીં જ નીલાશોક નામના ઉદ્યાનમાં વિચરી રહ્યા છે. તેમની પાસેથી મેં વિનયમૂલ ધર્મ અંગીકાર કર્યો છે. ३८ तए णं से सुए परिव्वायए सुदंसणं एवं वयासी-तं गच्छामो णं सुदंसणा ! तव