________________
અધ્ય–૫: શૈલક .
૧૫૩ ]
થાવસ્થાપુત્ર અણગાર પાસે વિનય મૂલ ધર્મનો સ્વીકાર કર્યો અને શ્રાવક વ્રતોને અંગીકાર કર્યા. શૌચ મૂલક ધર્મ –સાખ્યાદિમતાવલંબીઓના ધર્મનો મૂળભૂત સિદ્ધાંત શૌચ છે. તેઓ કોઈપણ પદાર્થની શુદ્ધિ માટી અને પાણીથી થાય છે. જીવને પ્રાણાતિપાતાદિથી જે પાપકર્મ બંધાય છે તે પાપકર્મથી અપવિત્ર થયેલો આત્મા તીર્થાદિમાં સ્નાન કરી શુદ્ધ બને છે, તેવી તેમની માન્યતા છે.
આ માન્યતાનું ખંડન કરતાં થાવાપુત્ર અણગારે લોહીથી રંગાયેલા વસ્ત્રનું દષ્ટાંત આપ્યું છે. તેમણે કહ્યું કે જે રીતે લોહીથી રંગાઈ ગયેલા વસ્ત્રને લોહીથી ધોવામાં આવે, તો લોહીના ડાઘા દૂર થતા નથી, તેની શુદ્ધિ માટે તો સાજીખાર, અગ્નિ સંયોગ અને શુદ્ધ પાણીની આવશ્યકતા રહે છે. આ સાધનો દ્વારા યથાર્થ પુરુષાર્થ કરવાથી જ તે વસ્ત્ર શુદ્ધ થાય છે.
તે જ રીતે પાપની શુદ્ધિ, પાપ પ્રવૃત્તિથી એટલે તીર્થસ્નાનાદિથી થતી નથી. કારણ કે તીર્થસ્નાનાદિ પ્રવૃત્તિમાં પાણી આદિના જીવોની હિંસા થાય છે અને તેનાથી આત્મામાં હિંસાજન્ય કર્મબંધ થાય છે. તેથી પાપની શુદ્ધિ માટે પાપનાશક સમ્યકત્વરૂપ સાજીખાર, કપરૂપ અગ્નિ અને વ્રત–નિયમરૂપ શુદ્ધ પાણીની આવશ્યકતા રહે છે. તે સાધનોના સમ્યક પ્રયોગથી જ આત્મશુદ્ધિ થાય છે. વિનય મૂલક ધર્મ – જૈન મતાનુસાર ધર્મનો મૂળભૂત સિદ્ધાંત વિનય છે. વિનયતિ અપનયતિ નાશયતિ सकल क्लेशकारकमष्टविधं कर्म य: स विनय: कर्माफ्नयनसमर्थश्चारित्रलक्षणोऽनुष्ठान विशेषः स 4 મૂર્તિ છાર યસ્થ સા ક્લેશકારી આઠ પ્રકારના કર્મોને જે વિનષ્ટ કરે, ક્ષય કરે તે વિનય. ચારિત્ર રૂપ અનુષ્ઠાન કર્મોનો નાશ કરે છે. જે ધર્મનું મૂળ ચારિત્રાનુષ્ઠાન રૂપ વિનય છે, તે વિનય મૂલક ધર્મ કહેવાય છે. પ્રસ્તુત સૂત્રમાં થાવાપુત્ર અણગારે વિનયમૂલક ધર્મના બે ભેદ કરી અગારધર્મ અને અણગાર ધર્મના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે.
અણગાર વિનય ધર્મના સ્વરૂપમાં પાંચ મહાવ્રત અને છઠા રાત્રિ ભોજન વિરમણ વ્રતનું કથન છે. મધ્યના બાવીસ તીર્થકરના સાધુઓ મૈથુન વિરમણનો સમાવેશ બહિદ્વાદાન વિરમણ વ્રતમાં કરી ચાતુર્યામ (વ્રત)ને અંગીકાર કરતા હતા પરંતુ અન્યતીર્થિકો સાથે વિનયમૂલ ધર્મ વિષે ચર્ચા થાય કે તેઓને વિનયમૂલ ધર્મ સમજાવવો હોય ત્યારે મૈથુનવિરમણવ્રતને અલગ કરી પાંચ મહાવ્રતનું સ્વરૂપ સમજાવવું આવશ્યક બની જાય છે. અન્યતીર્થિકોને સમજાવવા જ અહીં પાંચ મહાવ્રતોનું કથન છે, તેમ સમજવું જોઈએ. - ભગવતીસૂત્ર શતક–૧, ઉદ્દેશક–૯, સૂત્ર-૧/૨માં ૧૮ પાપસ્થાનકોના નામમાં રાત્રિ ભોજનનનો ઉલ્લેખ નથી. પ્રસ્તુત સૂત્ર-૩૧માં ગાવાળાઓ બિછાસ સત્તામાં વેર માં નવ શબ્દથી ૧૮ પાપસ્થાન વિરમણ સૂચિત છે. આ રીતે અહીં અણગાર વિનયમૂલ ધર્મરૂપે પાંચ મહાવ્રત અને છઠું રાત્રિ ભોજન વિરમણ, આ છ વ્રત અને સર્વથા પ્રાણાતિપાતથી લઈને સર્વથા મિથ્યાદર્શન શલ્ય વિરમણ સુધીના ૧૮ પાપવિરમણ, દસ પ્રત્યાખ્યાન તથા બાર ભિક્ષુ પ્રતિમાઓનું કથન છે, તેમ સમજવું. શુક પરિવ્રાજકની થાવસ્યા અણગાર સાથે ચર્ચા - ३५ तए णं तस्स सुयस्स परिव्वायगस्स इमीसे कहाए लट्ठस्स समाणस्स अयमेयारूवे जाव समुप्पज्जित्था- एवं खलु सुदंसणेणं सोयधम्मं विप्पजहाय विणयमूले धम्मे पडिवण्णे, तसेयं खलु मम सुदंसणस्स दिढेि वामेत्तए पुणरवि सोयमूलए धम्मे आघवित्तए त्ति कटु एवं संपेहेइ, संपेहित्ता परिव्वायगसहस्सेणं सद्धिं जेणेव सोगंधिया णयरी जेणेव