________________
[ ૧૫૨ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
अणुलिंपइ, अणुलिंपित्ता पयणं आरुहेइ, आरुहित्ता उण्हं गाहेइ, गाहित्ता तओ पच्छा सुद्धेणं वारिणा धोवेज्जा से णूणं सुदंसणा तस्स रुहिरकयस्स वत्थस्स सज्जियाखारेणं अणुलित्तस्स पयणं आरुहियस्स उण्हं गाहियस्स सुद्धेणं वारिणा पक्खालिज्जमाणस्स सोही भवइ ? हंता भवइ ।
एवामेव सुदंसणा ! अम्हं पिपाणाइवायवेरमणेणं जावमिच्छा-दसणसल्ल वेरमणेणं अत्थिसोही, जहा वि तस्सरुहिरकयस्स वत्थस्स जावसुद्धणं वारिणा पक्खालिज्जमाणस्स अत्थि सोही। ભાવાર્થ - ત્યારે થાવચ્ચપુત્ર અણગારે સુદર્શનને આ પ્રમાણે કહ્યું- હે સુદર્શન ! જેમ કોઈ પુરુષ રુધિરથી ખરડાયેલા મોટા વસ્ત્રને રુધિરથી જ ધુએ, તો હે સુદર્શન! રુધિરથી ધોયેલું તે વસ્ત્ર શું શુદ્ધ થાય છે? સુદર્શને કહ્યું– તેમ શક્ય નથી અર્થાત્ લોહીથી ખરડાયેલું વસ્ત્ર લોહીથી શુદ્ધ થઈ શકતું નથી.
તે જ પ્રમાણે હે સુદર્શન ! તમારે પણ પ્રાણાતિપાતથી લઈને મિથ્યાદર્શનશલ્ય સુધીના અઢાર પાપના સેવનથી આત્માની શુદ્ધિ થઈ શકતી નથી, જેમ કે તે રુધિરથી લિપ્ત અને રુધિરથી જ ધોવામાં આવેલા વસ્ત્રની શુદ્ધિ થતી નથી.
હે સુદર્શન! જેમ કોઈ પુરુષ એક રુધિર લિપ્ત મોટા વસ્ત્રને સાજીખારના પાણીમાં પલાળે, પછી તેને ચૂલા ઉપર ચડાવે, ઉકાળે અને પછી સ્વચ્છ પાણીથી ધુએ, તો હે સુદર્શન ! તે લોહીથી લિપ્ત વસ્ત્ર સાજી ખારના પાણીમાં પલાળી, ચૂલા ઉપર ચડાવી, ઉકાળી અને શુદ્ધ જળથી પ્રક્ષાલિત કરતાં શું શુદ્ધ થઈ જાય છે? સુદર્શને કહ્યું- હા શુદ્ધ થઈ જાય છે.
તે જ રીતે હે સુદર્શન ! અમારા ધર્મ અનુસાર પ્રાણાતિપાત વિરમણથી લઈને મિથ્યાદર્શન શલ્ય વિરમણ સુધીના અઢારપાપના ત્યાગથી આત્માની શુદ્ધિ થાય છે. જેમ કે તે રુધિર લિપ્ત વસ્ત્રની યાવત શુદ્ધ જળથી શુદ્ધિ થાય છે. ३४ तत्थणं सुदंसणे संबुद्धे थावच्चापुत्तं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासीइच्छामि णं भंते ! तुब्भेहिं अंतिए धम्म सोच्चा जाणित्तए । तएणं थावच्चापुत्ते अणगारे सुदंसणस्स, तीसे य महइ-महालियाए परिसाए धम्मं कहेइ जाव समणोवासए जाए अभिगयजीवाजीवे जावपडिलाभेमाणे विहरइ । ભાવાર્થ - ત્યારપછી સુદર્શન પ્રતિબોધ પામ્યા. તેણે થાવસ્ત્રાપુત્ર અણગારને વંદના-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! હું આપની પાસેથી ધર્મ સાંભળીને તેને જાણવા ઇચ્છું છું ત્યારે થાવચ્ચ પુત્ર અણગારે સુદર્શનને તથા ઉપસ્થિત વિશાળ પરિષદને ધર્મનો ઉપદેશ આપ્યો યાવતુ સુદર્શન શ્રમણોપાસક થયા, જીવાજીવના જ્ઞાતા થયા યાવત્ નિગ્રંથ શ્રમણોને આહાર આદિનું દાન કરતા વિચરવા લાગ્યા. વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં થાવગ્ગાપુત્ર અણગાર અને સુદર્શન શેઠ વચ્ચે થયેલા સંવાદનું વર્ણન છે. સુદર્શન શેઠે પહેલાં શુક પરિવ્રાજક પાસે શુચિમૂલક ધર્મ અંગીકાર કર્યો અને ત્યાર પછી