________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
२९ त णं सोगंधियाए णयरीए सिंघाडग जाव बहुजणो अण्णमण्णस्स एवमाइक्खइएवं खलु सुए परिव्वायए इह हव्वमागए जाव विहरइ । परिसा णिग्गया । सुदंसण णिग्गओ ।
૧૫૦
ભાવાર્થ :- શુક પરિવ્રાજકનું આગમન થતાં જ સૌગંધિકા નગરીના શ્રૃંગાટકાદિ માર્ગોમાં અનેક માણસો એકત્રિત થઈને એકબીજાને કહેવા લાગ્યા– શુક પરિવ્રાજક અહીં આવ્યા છે યાવત્ આત્માને ભાવિત કરતાં વિચરી રહ્યા છે અર્થાત્ શુક પરિવ્રાજકના આગમનની શેરીએ શેરીએ અને ચોરે ચૌટે ચર્ચા થવા લાગી. પરિષદ તેમનો ઉપદેશ સાંભળવા માટે ગઈ, સુદર્શન શ્રેષ્ઠી પણ ગયા.
३० तए णं से सुए परिव्वायए तीसे परिसाए, सुदंसणस्स य अण्णेसिं च बहूणं संखाणं धम्मं परिकहेइ - एवं खलु सुदंसणा ! अम्हं सोयमूलए धम्मे पण्णत्ते । से वि य सोए दुविहे पण्णत्ते, तं जहा- दव्वसोए य भावसोए य । दव्वसोए य उदएणं मट्टियाए य । भावसोए दब्भेहिं य मंतेहिं य । जं णं अम्हं देवाणुप्पिया ! किंचि असुई भवइ तं सव्वं सज्जो पुढवीए आलिप्पइ, तओ पच्छा सुद्धेण वारिणा पक्खालिज्जइ, तओ तं असुई सुई भवइ । एवं खलु जीवा जलाभिसेय-पूयप्पाणो अविग्घेणं सग्गं गच्छंति ।
तणं से सुदंसणे सुयस्स अंतिए धम्मं सोच्चा हट्टे, सुयस्स अंतियं सोयमूलयं धम्मं गेण्हइ, गेण्हित्ता परिव्वायए विउलेणं असणपाणखाइम साइमेणं पडिला भेमाणं संखसमएणं अप्पाणं भावेमाणे विहरइ । तए णं से सुए परिव्वायए सोगंधियाओ णयरीओ णिग्गच्छइ, णिग्गच्छित्ता बहिया जणवयविहारं विहरइ ।
ભાવાર્થ:- ત્યાર પછી શુક પરિવ્રાજકે તે પરિષદ, સુદર્શન અને અન્ય ઘણા શ્રોતાઓ સમક્ષ સાંખ્યમતનો ઉપદેશ આપતાં કહ્યું કે– હે સુદર્શન ! અમો શૌચમૂલક ધર્મ કહીએ છીએ. આ શૌચના બે પ્રકાર છે– (૧) દ્રવ્યશૌચ અને (૨) ભાવશૌચ. દ્રવ્યશૌચ પાણી અને માટીથી થાય છે. ભાવશૌચ દર્ભ અને મંત્રથી થાય છે. હે દેવાનુપ્રિય ! અમારા મત અનુસાર કોઈ પણ વસ્તુ અશુચિ(અપવિત્ર) થાય તો પહેલા તેને માટીથી માંજવામાં આવે અને પછી શુદ્ધજલથી ધોવામાં આવે છે, ત્યારે તે અપવિત્ર પદાર્થ પવિત્ર થઈ જાય છે. તે જ પ્રમાણે નિશ્ચયથી જીવ જલસ્તાનથી પોતાના આત્માને પવિત્ર કરીને નિર્વિઘ્ને સ્વર્ગને પામે છે.
આ રીતે સુદર્શન શેઠ શુક પરિવ્રાજક પાસેથી ધર્મશ્રવણ કરીને હર્ષિત થયા. શુક પરિવ્રાજક પાસેથી તેણે શૌચમૂલક ધર્મને સ્વીકાર્યો અને પરિવ્રાજકોને વિપુલ અશન, પાન, ખાદિમ, સ્વાદિમ અને વસ્ત્રથી પ્રતિલાભિત કરતા અર્થાત્ અશન આદિનું દાન કરતા રહેવા લાગ્યા. ત્યારપછી તે શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીથી બહાર નીકળીને દેશ દેશાંતર ભ્રમણ કરવા લાગ્યા.
થાવચ્ચાપુત્ર અણગાર અને સુદર્શનની ચર્ચા :
| ३१ तेणं कालेणं तेणं समएणं थावच्चापुत्तस्स समोसरणं, परिसा णिग्गया । सुदंसणो वि णिग्गओ । थावच्चापुत्तं वंदइ, णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- तुम्हाणं किंमूलए धम्मे पण्णत्ते ?