________________
અધ્ય–૫: શૈલાક
[ ૧૪૯ ]
તીર્થકરના શાસનમાં શ્રમણો માટે પાંચમહાવ્રતરૂપ ધર્મ હોય છે. આ ચાતુર્યામ અને પાંચમહાવ્રતનો તફાવત શ્રમણો માટે જ હોય છે. શ્રાવકો માટે પાંચ અણુવ્રત, ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રત તેમ ૧૨ વ્રતો બધા ય તીર્થકરોના શાસનમાં સમાનરૂપે હોય છે. તેથી શૈલક રાજર્ષિએ પાંચ અણુવ્રત વગેરે ૧૨ પ્રકારના શ્રાવકવ્રત અંગીકાર કર્યો, તેમ અહીં સમજવું જોઈએ.
શ્રી રાજપ્રશ્રીય સૂત્રમાં ત્રેવીસમા તીર્થંકરના શાસનવર્તી શ્રમણ શ્રી કેશીકુમાર શ્રમણે ચાતુર્યામ ધર્મનું નિરૂપણ કર્યું હતું પરંતુ તે સમયે ચિત્ત સારથીએ પાંચ અણુવ્રત આદિ બાર વ્રત ધારણ કર્યા હતા. નિરયાવલિકા સૂત્રમાં ત્રેવીસમા તીર્થકર શ્રી પારસ નાથ ભગવાનના શાસનવર્તી સોમિલ બ્રાહ્મણના વર્ણનમાં પણ બારવ્રત ધારણ કર્યા તેવું વર્ણન છે. તેથી સ્પષ્ટ થાય છે કે ચોવીસેચોવીસ તીર્થકરોના શાસનમાં શ્રાવકો ૧૨ વ્રતો ધારણ કરે છે. શુક પરિવ્રાજકનો સુદર્શન શ્રેષ્ઠીને પ્રતિબોધ - २७ तेणं कालेणं तेणं समएणं सोगंधिया णामं णयरी होत्था, वण्णओ । णीलासोए उज्जाणे, वण्णओ । तत्थणं सोगंधियाए णयरीए सुदंसणे णामं णगरसेट्ठी परिवसइ- अड्डे जाव अपरिभूए। ભાવાર્થ:- તે કાળે અને તે સમયે સૌગંધિકા નામની નગરી હતી. નીલાશોક નામનું ઉધાન હતું. તે નગરી અને ઉદ્યાનનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું. તે સૌગંધિકા નગરીમાં સુદર્શન નામના નગરશેઠ રહેતા હતા. તે સમૃદ્ધિવાન યાવતુ ઘણા લોકો २८ तेणं कालेणं तेणं समएणं सुए णामं परिव्वायए होत्था-रिउव्वेक्जजुव्वेयसामवेय अथव्वणवेय-सद्वितंतकुसले संखसमए लढे पंचजमपंचणियमजुत्तं सोयमूलयं दसप्पयारं परिव्वायगधम्मंदाणधम्मंचसोयधम्मं च तित्थाभिसेयं च आघवेमाणे पण्णवेमाणे धाउरक्त वत्थपवस्परिहिए तिदंङकुंडियछत्तछण्णालयअंकुसपवित्तियकेसरीहत्थगए परिवायगसहस्सेणं सद्धिं संपरिखुडे जेणेव सोगंधिया णयरी जेणेव परिव्वायगावसहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता परिव्वायगावसहंसिभंडगणिक्खेवं करेइ, करित्ता संखसमएणं अप्पाणंभावमाणे विहरइ। ભાવાર્થ :- કાલે અને તે સમયે શુક નામનો એક પરિવ્રાજક હતો. તે વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ તથા ષષ્ટિતંત્રમાં કુશળ હતો, સાંખ્ય મતનો જાણકાર હતો, અહિંસા આદિ પાંચ યમ તથા શૌચ, સંતોષ, તપ, સ્વાધ્યાય અને ઈશ્વર ધ્યાન, આ પાંચ નિયમોથી યુક્ત, દશ પ્રકારના શૌચમૂલક પરિવ્રાજક ધર્મ, દાનધર્મ, શૌચધર્મ અને તીર્થસ્નાનનો ઉપદેશ અને પ્રરૂપણા કરતો હતો. તે ગેરુથી રંગેલા શ્રેષ્ઠ વસ્ત્ર ધારણ કરતો હતો. (૧) ત્રિદંડ, (૨) કમંડલુ, (૩) મોરપિચ્છનું છત્ર, (૪) છત્રાલિક-કાષ્ઠનું એક ઉપકરણ, (૫) અંકુશ વૃક્ષના પાંદડા તોડવાનું ઉપકરણ, (૬) પવિત્રી અને (૭) કેસરી-પ્રમાર્જન કરવા માટે એક વસ્ત્રનો ટૂકડો, આ સાત ઉપકરણ તેના હાથમાં રહેતા હતા. એક હજાર પરિવ્રાજકોથી પરિવૃત તે શુક પરિવ્રાજક સૌગંધિકા નગરીના પરિવ્રાજકોના મઠમાં આવ્યો અને પરિવ્રાજકોના તે મઠમાં તેણે પોતાના ઉપકરણો રાખ્યા તથા સાંખ્યમત અનુસાર પોતાના આત્માને ભાવિત કરતો વિચારવા લાગ્યો.