________________
[ ૧૪૮]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
શૈલક રાજા : શ્રાવક વ્રત ગ્રહણ :२५ तेणं कालेणं तेणं समएणं सेलगपुरे णामं णयरे होत्था । सुभूमिभागे उज्जाणे । सेलए राया । पउमावई देवी । मंडुए कुमारे जुवराया।
तस्स णं सेलगस्स पंथगपामोक्खा पंच मंतिसया होत्था- उप्पत्तियाए वेणइयाए कम्मजाए पारिणामियाए चउव्विहाए बुद्धीए उववेया, रज्जधुरचिंतया यावि होत्था। ભાવાર્થ - તે કાલે અને તે સમયે શેલકપુર નામનું નગર હતું. તેની બહાર સુભૂમિભાગ નામનું ઉદ્યાન હતું. તે નગરમાં શૈલક નામના રાજા, પદ્માવતી રાણી અને મંડુકકુમાર નામનો યુવરાજ રહેતાં હતાં.
તે શૈલક રાજાના પંથક આદિ પાંચસો મંત્રીઓ હતા. તે મંત્રીઓ ઔત્પાતિકી, વૈનાયિકીકર્મજ અને પારિણામિકી, એ ચારપ્રકારની બુદ્ધિઓથી સંપન્ન અને રાજ્યાના ચિંતક એટલે રાજ્ય સંબંધી વિચાર-વિમર્શ અને ખેવના કરનારા હતા. २६ तए णं थावच्चापुत्ते अणगारे सेलगपुरे समोसढे । सेलए वि राया विणिग्गए । धम्मो कहिओ । धम्म सोच्चा णिसम्म हट्ठतुट्ठा जाव वंदित्ता णमंसित्ता एवं वयासीसद्दहामिणं भंते !णिग्गंथं पावयणं जावजहा णं देवाणुप्पियाणं अंतिए बहवे उग्गा भोगा जाव चइत्ता हिरण्णं जाव पव्वइया, तहा णं अहं णो संचाएमि पव्वइत्तए । तओ णं अहं देवाणुप्पियाणं अंतिएपंचणुव्वइयं गिहिधम्म पडिवज्जिस्सामि जावसमणोवासए जाएअहिगयजीवाजीवे जाव अप्पाणं भावेमाणे विहरइ । पंथगपामोक्खा पंच मंतिसया य समणोवासया जाया । थावच्चापुत्ते बहिया जणवयविहारं विहरइ । ભાવાર્થ:- થાવચ્ચા પુત્ર અણગાર શૈલકપુરમાં પધાર્યા. શૈલક રાજા દર્શનાર્થે ગયા, થાવગ્ગાપુત્ર અણગારે ધર્મનો ઉપદેશ આપ્યો. ધર્મ સાંભળીને શૈલક રાજા હૃષ્ટ-તુષ્ટ થયા યાવત્ વંદન-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું– આપ દેવાનુપ્રિયની પાસે ઘણા ઉગ્રકુલના, ભોગકુલાદિના પુરુષો હિરણ્ય, સુવર્ણ આદિનો ત્યાગ કરીને દીક્ષા અંગીકાર કરે છે, તેવી રીતે હું દીક્ષિત થવામાં સમર્થ નથી. તેથી હું આપ દેવાનુપ્રિયની પાસે પાંચ અણુવ્રતરૂપ(ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રતરૂપ બાર પ્રકારે) ગૃહસ્થ ધર્મને ધારણ કરીને શ્રાવક બનવા ઇચ્છું છું. એ પ્રમાણે વાવતુ તે રાજા શ્રમણોપાસક થયા– તે જીવ અજીવ આદિ તત્ત્વોના જ્ઞાતા થઈને થાવત્ ગ્રહણ કરેલા વ્રત-નિયમથી પોતાના આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. પંથક આદિ પાંચસો મંત્રીઓ પણ શ્રમણોપાસક થઈ ગયા. થાવગ્સાપુત્ર અણગાર સર્વ શ્રમણો સાથે ત્યાંથી વિહાર કરીને જનપદોમાં વિચરવા લાગ્યા. વિવેચન :પંખુબફાંહેધમ્મ – શૈલક રાજર્ષિએ પાંચ અણુવ્રતરૂપ ગૃહસ્થ ધર્મને અર્થાત્ શ્રાવકના ૧૨ વ્રતને ધારણ કર્યા. અહીં સૂત્રમાં અણુવ્રતનો ઉલ્લેખ છે. ઉપલક્ષણથી ૩ ગુણવ્રત અને ૪ શિક્ષાવ્રતનું ગ્રહણ થઈ જાય છે. શૈલક રાજર્ષિ રરમા તીર્થંકરના શાસનમાં થયા.
મધ્યના ર૪ તીર્થકરોના શાસનમાં શ્રમણો માટે ચાતુર્યામ ધર્મ હોય છે. પ્રથમ અને અંતિમ