________________
| અધ્ય—પઃ શૈલક .
[ ૧૪૭ |
दिसिं पाउब्भूया तामेव दिसि पडिगया ।
तए णं से थावच्चापुत्ते पुरिससहस्सेहिं सद्धिं सयमेव पंचमुट्ठियं लोयं करेइ जाव पव्वइए । तएणं से थावच्चापुत्ते अणगारे जाए- इरियासमिए भासासमिए जावविहरइ। ભાવાર્થ ત્યારપછી કૃષ્ણવાસુદેવ થાવચ્ચ પુત્રને આગળ કરીને અરિહંત અરિષ્ટનેમિ સમીપે આવ્યા. ઇત્યાદિ થાવચ્ચ ગાથાપત્નીને પ્રિય એવા આ કુમારની અમે શિષ્યરૂપે ભિક્ષા આપીએ છીએવગેરે વર્ણન પૂર્વવત્ સમજવું, શેષ વર્ણન મેઘકુમારના વર્ણનની સમાન જાણવું યાવત્ થાવચ્ચા પુત્રે સ્વયમેવ આભરણ, પુષ્પમાળા અને અલંકારોને ઉતાર્યા.
ત્યારપછી થાવસ્યા સાર્થવાહીએ હંસ જેવા શ્વેત વસ્ત્રમાં આભરણ, માળા અને અલંકારોને ગ્રહણ કર્યા; મોતીઓના હાર, જલની ધાર, સિન્ધવારના ફૂલો તથા તૂટેલી મોતીઓની પંકિત જેવા આંસુ વહાવતી આ પ્રમાણે કહેવા લાગી- “હે પુત્ર ! સંયમ સાધના માટે સદા પ્રયત્ન શીલ રહેજે, હે પુત્ર ! શુદ્ધ ક્રિયા કરવામાં યોગ્ય કરજે અને હે પુત્ર! ચારિત્ર પાલન કરવામાં પરાક્રમ કરજે. આ વિષયમાં જરાપણ પ્રમાદ કરીશ નહીં.” આ પ્રમાણે કહીને જે દિશામાંથી આવી હતી, તે દિશામાં સ્વસ્થાને પાછી ફરી.
ત્યારપછી થાવચ્ચા પુત્રે હજાર પુરુષોની સાથે સ્વયં પંચ મુષ્ટિ લોન્ચ કર્યો યાવતુ પ્રવ્રજિત થયા. ત્યાર પછી થાવચ્ચા પુત્ર અણગાર થયા અને ઈર્ષા સમિતિ, ભાષા સમિતિ આદિથી યુક્ત થઈને યાવતું સાધુતાના સમસ્તગુણોથી સંપન્ન થઈને વિચરવા લાગ્યા.
२३ तए णं से थावच्चापुत्ते अरहओ अरिष्टुणेमिस्स तहारूवाणं थेराणं अंतिए सामाइयमाइयाई चोद्दसपुव्वाइं अहिज्जइ, अहिज्जित्ता बूहूहिं चउत्थ जावविहरइ । तए णं अरिहा अरिटुणेमी थावच्चापुत्तस्स अणगारस्सतं इन्भाइयं अणगारसहस्सं सीसत्ताएदलयइ । ભાવાર્થ:- ત્યારપછી થાવસ્ત્રાપુત્રે અરિહંત અરષ્ટિનેમિના તથારૂપના સ્થવિરોની પાસે સામાયિકથી પ્રારંભીને ચૌદપૂર્વોનું અધ્યયન કર્યું અને ઘણા ચતુર્થભક્ત(ઉપવાસ) છઠ-અટ્ટમ આદિ કરતાં વિચરવા લાગ્યા. ત્યારપછી અરિહંત અરિષ્ટનેમિએ થાવચ્ચા પુત્ર અણગારને તેની સાથે દીક્ષિત થયેલા ઈભ્ય આદિ એક હજાર અણગારોને શિષ્યના રૂપમાં પ્રદાન કર્યા. २४ तए णं से थावच्चापुत्ते अणगारे अण्णया कयाइं अरहं अरिटुणेमि वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इच्छामिणं भंते ! तुब्भेहिं अब्भणुण्णाए समाणे सहस्सेणं अणगाराणं सद्धि बहिया जणवयविहारं विहरित्तए । अहासुहं देवाणुप्पिया । तए णं से थावच्चापुत्ते अणगारसहस्सेणंसद्धिं बहिया जणवयविहारं विहरइ। ભાવાર્થ:- ત્યારપછી થાવસ્થા પુત્ર અણગારે એકદા અરિહંત અરિષ્ટનેમિને વંદના-નમસ્કાર કર્યા; વંદના-નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું- હે ભગવન્! આપની આજ્ઞા હોય તો હું હજાર સાધુઓની સાથે જનપદોમાં વિહાર કરવા ઇચ્છું છું. ભગવાને ઉત્તર આપ્યો- હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો અર્થાત્ તમે સુખપૂર્વક વિચરણ કરો. ભગવાનની અનુમતિ પ્રાપ્ત કરીને થાવચ્ચા પુત્ર અણગારે એક હજાર અણગારોની સાથે જનપદોમાં વિચરવા લાગ્યા.