________________
[ ૧૪૬ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ - થાવચ્ચા પુત્રે આ પ્રમાણે કહ્યું ત્યારે કૃષ્ણ વાસુદેવે કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિયો! તમે જાઓ અને દ્વારિકા નગરીના શૃંગાટક ત્રિક યાવત મહામાર્ગ આદિ સ્થાનોમાં થાવત શ્રેષ્ઠ હાથીના સ્કંધ પર આરૂઢ થઈને ઊંચા સ્વરે ઉદ્ઘોષણા કરતાં-કરતાં એવી ઘોષણા કરો કેસંસારના ભયથી ઉદ્વિગ્ન અને જન્મ-મરણથી ભયભીત બનીને થાવગ્સાપુત્ર અરિહંત અરિષ્ટનેમિની પાસે મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરવા ઇચ્છે છે, તો હે દેવાનુપ્રિય ! જે રાજા, યુવરાજ, રાણી, કુમાર, ઈશ્વર, તલવર, કૌટુંબિક, માંડલિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ કે સાર્થવાહ, થાવસ્યા પુત્રની સાથે દીક્ષિત થવા ઇચ્છતા હોય તેને કૃષ્ણ વાસુદેવ આજ્ઞા(સ્વીકૃતિ-અનુમોદન) આપે છે અને પાછળ રહેલા તેના મિત્ર, જ્ઞાતિ, નિજક, સંબંધી અથવા પરિવારમાં કોઈપણ દુઃખી હશે તો તેના યોગ-ક્ષેમનો નિર્વાહ કૃષ્ણ વાસુદેવ કરશે અર્થાત્ સર્વ પ્રકારથી તેનું પાલન, પોષણ, સંરક્ષણ કરશે, આ રીતની ઘોષણા કરો યાવત કર્મચારી પુરુષોએ નગરમાં આ પ્રમાણે ઘોષણા કરી. થાવાપુત્રની દીક્ષા અને વિચરણ:२१ तए णं थावच्चापुत्तस्स अणुराएणं पुरिससहस्सं णिक्खमणाभिमुहं पहायं जाव सव्वालंकारविभूसियंपत्तेयंपत्तेयं पुरिससहस्सवाहिणीसुसिवियासुदुरूढं समाणं मित्तणाइ जावपरिवुडं थावच्चापुत्तस्स अंतियं पाउब्भूयं ।
तए णं से कण्हे वासुदेवे पुरिससहस्सं अंतियं पाउब्भवमाणं पासइ, पासित्ता कोडुंबियपुरिसे सद्दावेइ, सदावित्ता एवं वयासी- जहा मेहस्स णिक्खमणाभिसेओ तहेव सेयापीएहिं कलसेहिं ण्हावेइ जाव अरहओ अरिटुणेमिस्स छत्ताइछत्तं पडागाइपडागं विज्जाहरचारणे जंभए य देवे पासइ, पासित्ता सिवियाओ पच्चोरुहइ । ભાવાર્થ:- ત્યારપછી થાવચ્ચ પુત્ર પ્રત્યેના અનુરાગથી એક હજાર પુરુષ નિષ્ક્રમણ માટે તૈયાર થયા. તેઓ સ્નાન કરીને વાવત સર્વ અલંકારોથી વિભૂષિત થઈને, પોતપોતાની હજાર પુરુષ દ્વારા વહન કરાતી પાલખીઓ પર સવાર થઈને, મિત્રો અને જ્ઞાતિજનો આદિથી પરિવૃત્ત થઈને, થાવસ્યા પુત્રની પાસે આવ્યા.
કૃષ્ણ વાસુદેવે એક હજાર પુરુષોને આવતા જોઈને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય ! તમે જાઓ, થાવસ્યા પુત્રને સ્નાન કરાવો, અલંકારોથી વિભૂષિત કરો અને પુરુષ સહસવાહિની શિબિકા પર આરૂઢ કરો યાવતું મેઘકુમારના નિષ્ક્રમણ અભિષેકની જેમ જ સુવર્ણાદિના કળશોથી સ્નાન કરાવ્યું કાવત્ અરિહંત અરિષ્ટનેમિના છત્ર પર છત્ર અને પતાકા પર પતાકા આદિ અતિશયો, પ્રભુની પપાસના કરતાં વિદ્યાધરો અને ચારણ મુનિઓ અને જાંભક દેવો જ્યારે દૂરથી દેખાવા લાગ્યા ત્યાંજ તેઓ શિબિકા ઉપરથી નીચે ઉતરી ગયા.
२२ तए णं से कण्हे वासुदेवे थावच्चापुत्तं पुरओ काउं जेणेव अरिहा अरिटुणेमी, सव्वं तं चेव जावसयमेव आभरणमल्लालंकारं ओमुयइ । तए णं से थावच्चा गाहावइणी हंसलक्खणेणं पडसाडएणं आभरण-मल्लालंकारं पडिच्छइ, हास्वारिधारसिंधुवारछिण्ण मुत्तावलिपगासाइं अंसूणि विणिम्मुयमाणी-विणिम्मुयमाणी एवं वयासी- जइयव्वं जाया ! घडियव्वं जाया ! परक्कमियव्वं जाया ! अस्सिचणं अद्वै णोपमाएयव्वं जावजामेव