________________
अध्य० - ५ : शैल
૧૪૫
સમર્થ નથી પરંતુ તેના સિવાય આપ દેવાનુપ્રિયને જે કાંઈ પણ સામાન્ય પીડા કે વિશેષ પીડા ઉત્પન્ન થશે, તે બધાનું હું નિવારણ કરીશ.
| १८ त णं से थावच्चापुत्ते कण्हेणं वासुदेवेणं एवं वुत्ते समाणे कण्हं वासुदेवं एवं वयासी- जइ णं तुमं देवाणुप्पिया ! मम जीवियंतकरणं मच्चुं एज्जमाणं णिवारेसि, जरं वा सरीररूकविणासिणि सरीरं अइवयमाणिं णिवारेसि, तए णं अहं तव बाहुच्छायापरिग्गहिए विउले माणुस्सर कामभोगे भुंजमाणे विहरामि ।
ભાવાર્થ:- કૃષ્ણ વાસુદેવે જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે થાવચ્ચા પુત્રે કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! જો આપ મારા જીવનનો અંત કરનારા મૃત્યુને આવતા રોકી શકો અને શરીર પર આક્રમણ કરનારી અને શરીરના રૂપ સૌંદર્યનો વિનાશ કરનારી વૃદ્ધાવસ્થાને રોકી શકો, તો હું આપની ભુજાઓની છાયા નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામભોગ ભોગવતા વિચરું,
१९ तणं से कहे वासुदेवे थावच्चापुत्तेणं एवं वुत्ते समाणे थावच्चापुत्तं एवं वयासी - एए णं देवाणुप्पिया ! दुरइक्कमणिज्जा, जो खलु सक्का सुबलिएणावि देवेण वा दाणवेण वा णिवारित्तए, णण्णत्थ अप्पणो कम्मक्खणं ।
तए णं से थावच्चापुत्ते कण्हं वासुदेवं एवं वयासी- जइ णं एए दुरइक्कमणिज्जा, जाव अप्पणो कम्मक्खएणं; तं इच्छामि णं देवाणुप्पिया ! अण्णाणमिच्छत्त-अविरइ-कसायसंचियस्स अत्तणो कम्मक्खयं करित्तए ।
ભાવાર્થ:- ત્યારે કૃષ્ણવાસુદેવે થાવચ્ચા પુત્રની આ વાત સાંભળીને થાવચ્ચા પુત્રને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! મરણ અને જરાનું ઉલ્લંઘન કરી શકાતું નથી. અત્યંત બળવાન દેવ અથવા દાનવ દ્વારા પણ તેનું નિવારણ થઈ શકતું નથી; માત્ર પોતાના કર્મોનો ક્ષય થાય તો જ તેને રોકી શકાય છે.
કૃષ્ણ વાસુદેવે આ પ્રમાણે કહ્યું ત્યારે થાવચ્ચા પુત્રે કૃષ્ણ વાસુદેવને કહ્યું– હે દેવાનુપ્રિય ! જો જરા અને મૃત્યનું નિવારણ થઈ શકે તેમ નથી યાવત્ પોતાના કર્મક્ષયથી જ તેનુ નિવારણ શક્ય છે, તો હું સ્વયં અજ્ઞાન, મિથ્યાત્વ, અવિરતિ અને કષાય દ્વારા સંચિત મારા પોતાના કર્મોનો ક્ષય કરવા ઇચ્છું છું.
२० से कहे वासुदेवे थावच्चापुत्तेणं एवं वृत्ते समाणे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावित्ता एवं वयासी- गच्छह णं देवाणुप्पिया ! बारवईए णयरीए सिंघाडग-तिय-चक्कचच्चर-महापह-पहेसु हत्थिखंधवरगया महया महया सद्देणं उग्घोसेमाणा उग्घोसेमाणा उग्घोसणं करेह - एवं खलु देवाणुप्पिया ! थावच्चापुत्ते संसारभउव्विग्गे भीए जम्मणजरमरणाणं, इच्छइ अरहओ अरिट्ठणेमिस्स अंतिए मुंडे भवित्ता पव्वइत्तए, तं जो खलु देवाणुप्पिया ! राया वा, जुवराया वा, देवी वा, कुमारे वा, ईसरे वा, तलवरे वा, कोडुंबिय माडंबिय इब्भ सेट्ठि-सेणावइ-सत्थवाहे वा थावच्चापुत्तं पव्वयंतमणुपव्वयइ, तस्स णं कण्हे वासुदेवे अणुजाणाइ; पच्छाउरस्स वि य से मित्तणाणियग-संबंधि- परिजणस्स जोगक्खेमं वट्टमाण पडिवह त्ति कट्टु घोसणं घोसेह जाव घोसंति ।