________________
[ ૧૪૪]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
णं मग्गेणं जेणेव कण्हे वासुदेवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव वद्धावेइ, वद्धावित्ता तं महत्थं महग्धं महरिहं रायारिहं पाहुडं उवणेइ, उवणित्ता एवं वयासी
एवं खलु देवाणुप्पिया ! मम एगे पुत्ते थावच्चापुत्ते णामं दारए इढे जाव से णं संसारभयउव्विग्गे भीए; इच्छइ अरहओ अरिटुणेमिस्स जावपव्वइत्तए । अहं णं णिक्खमण सक्कारं करेमि । इच्छामिणं देवाणुप्पिया ! थावच्चापुत्तस्स णिक्खममाणस्स छत्तमउङचामराओ याविदिण्णाओ। ભાવાર્થ:- ત્યારપછી થાવચ્ચ ગાથાપત્ની આસન પરથી ઊઠીને હીરા, માણેક વગેરે મહાન પદાર્થવાળી મહામૂલ્યવાન, મહાન પુરુષોને યોગ્ય, રાજાને યોગ્ય ભેટ ગ્રહણ કરીને મિત્રાદિથી પરિવૃત્ત થઈને કૃષ્ણ વાસુદેવના શ્રેષ્ઠ ભવનના મુખ્ય દ્વારના લઘુદ્વાર સમીપે આવીને દ્વારપાળે બતાવેલા માર્ગથી કૃષ્ણવાસુદેવ પાસે આવીને, બે હાથ જોડીને કૃષ્ણ વાસુદેવને વધાવીને તે મહાન અર્થ સાધક મહામૂલ્યવાન, મહાન પુરુષોને અને રાજાને યોગ્ય એવી ભેટ સામે મૂકીને આ પ્રમાણે કહ્યું
“હે દેવાનુપ્રિય! મારે થાવસ્યા પુત્ર નામનો એક જ પુત્ર છે. તે મને ઇષ્ટ છે યાવતું તે સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને, ભયભીત બનીને અરિહંત અરિષ્ટનેમિ પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરવા ઇચ્છે છે. હું તેનો દીક્ષા મહોત્સવ કરવા ઈચ્છું છું. તેથી હે દેવાનુપ્રિય! પ્રવ્રજ્યા લેનાર થાવચ્ચ પુત્ર માટે આપ છત્ર, મુગટ અને ચામર પ્રદાન કરો, એવી મારી અભિલાષા છે. १६ तएणंकण्हे वासुदेवे थावच्चा गाहावइणिएवं वयासी-अच्छाहिणं तुमदेवाणुप्पिए ! सुणिव्वुया वीसत्था, अहंणंसयमेव थावच्चापुत्तस्सदारगस्सणिक्खमण-सक्कारं करिस्सामि। ભાવાર્થ:- ત્યારપછી કૃષ્ણવાસુદેવે થાવચ્ચ ગાથાપત્નીને આ પ્રમાણે કહ્યું- હે દેવાનુપ્રિય! તમે નિશ્ચિંત અને વિશ્વસ્ત રહો. હું સ્વયં જ થાવસ્થા પુત્રનો દીક્ષા મહોત્સવ કરીશ. કૃષ્ણની ધર્મદલાલી :१७ तए णं से कण्हे वासुदेवे चाउरंगिणीए सेणाए विजयं हत्थिरयणं दुरुढे समाणे जेणेव थावच्चाए गाहावइणीए भवणे तेणेव उवागच्छइ, उवागच्छित्ता थावच्चापुत्तं एवं वयासी
मा णं तुमे देवाणुप्पिया ! मुंडे भवित्ता पव्वयाहि, भुंजाहि णं देवाणुप्पिया ! विउले माणुस्सएकामभोए मम बाहुच्छाया-परिग्गहिए, केवलंदेवाणुप्पियस्स अहंणो संचाएमिवाउकायं उवरिमेणं गच्छमाणं णिवारित्तए। अण्णेणं देवाणुप्पियस्स जं किंचि वि आबाहं वा विबाहं वा उप्पाएइ, तं सव्वं णिवारेमि । ભાવાર્થ - ત્યારપછી કૃષ્ણ વાસુદેવ ચતુરંગિણી સેનાની સાથે વિજય નામના હાથી ઉપર આરૂઢ થઈને થાવસ્યા ગાથાપત્નીના ભવનમાં આવ્યા અને થાવચ્ચા પુત્રને આ પ્રમાણે કહ્યું
હે દેવાનુપ્રિય! તમે મુંડિત થઈને દીક્ષા ગ્રહણ કરો નહીં. તમે મારી ભુજાઓની છાયા નીચે રહીને મનુષ્ય સંબંધી વિપુલ કામભોગો ભોગવો. હું કેવળ આપ દેવાનુપ્રિયની ઉપર થઈને જતા વાયુને રોકવા