________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
तणं ते कोडुंबियपुरिसा कण्हेणं वासुदेवेणं एवं वुत्ता समाणा हट्टतुट्ठ जाव मत्थए अंजलि कट्टु - "एवं सामी ! तह त्ति" जाव पडिसुर्णेति, पडिसुणित्ता कण्हस्स वासुदेवस्स अंतियाओ पडिणिक्खमंति, पडिणिक्खमित्ता जेणेव सभा सुहम्मा, जेणेव कोमुइया भेरी, तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं मेघोघरसियं गंभीरं महुरसद्दं कोमुइयं भेरिं तार्लेति । तओ णिद्धमहुस्गंभीरपडिसुएणं पिव सारइएणं बलाहएणं अणुरसियं भेरीए ।
૧૪૨
ભાવાર્થ:- ત્યારપછી કૃષ્ણવાસુદેવે, નેમનાથ ભગવાનના પદાર્પણનો વૃત્તાંત સાંભળીને કર્મચારી પુરુષોને બોલાવીને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિયો ! શીઘ્રતાથી સુધર્મસભામાં જઈને મેઘના સમૂહ જેવી મધુર ધ્વનિથી યુક્ત અને ગંભીર તથા મધુર શબ્દ કરનારી કૌમુદી નામની ભેરી વગાડો.
ત્યારે તે કર્મચારી પુરુષો કૃષ્ણવાસુદેવની આ આજ્ઞા સાંભળીને હૃષ્ટ-તુષ્ટ, આનંદિત થયા યાવત્ મસ્તક પર અંજલી કરીને ‘હે સ્વામી ! તહત્તિ− આપની આજ્ઞા સ્વીકાર્ય છે,' આ પ્રમાણે કહીને કૃષ્ણવાસુદેવ પાસેથી નીકળીને સુધર્માસભાની કૌમુદી નામની ભેરી સમીપે આવીને મેઘસમૂહ સમાન ધ્વનિવાળી તથા ગંભી૨ અને મધુર શબ્દ કરનારી ભેરી વગાડી.
ભેરી વગાડતાં શરદ ઋતુના મેઘ જેવો સ્નિગ્ધ, મધુર અને ગંભીર પ્રતિધ્વનિ કરતો, ધ્વનિ નીકળવા લાગ્યો.
१० तणं तीसे कोमुइयाए भेरीयाए तालियाए समाणीए बारवईए णयरीए णवजोयणवित्थिण्णाए दुवालसजोयणायामाए सिंघाड़ग-तिय- चउक्क- चच्चर-कंदर-दरी - विवर-कुहरुगिरिसिहर-णगरगोउर-पासाय- दुवार-भवण-देउल-पडिसुया-सय-सहस्ससंकुलं सद्दं करेमाणे बारवइं णयरिं सब्भितरबाहिरियं सव्वओ समंता सद्दे विप्पसरित्था ।
ભાવાર્થ:- ત્યારપછી તે કૌમુદી ભેરીનું તાડન કરતા નવયોજન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીના શ્રૃંગાટક, ત્રિક, ચતુષ્ક, ચત્વર, કંદરા, ગુફા, વિવર, કુહર, ગિરિ, શિખર, નગરના ગોપુર, પ્રાસાદ, દ્વાર, ભવન, દેવસ્થાન આદિ સમસ્ત સ્થાનોમાં, લાખો પ્રતિધ્વનિઓથી યુક્ત થઈને, અંદર અને બહારના ભાગો સહિત સંપૂર્ણ દ્વારિકા નગરીને શબ્દાયમાન કરતો તે ધ્વનિ ચારેબાજુ ફેલાઈ ગયો.
|११ तणं बारवईए णयरीए णवजोयणवित्थिण्णाए बारसजोयणायामाए समुद्दविजयपामोक्खा दस दसारा जाव गणियासहस्साइं कोमुइयाए भेरीए सद्दं सोच्चा णिसम्म ट्ठट्ठा ण्हाया जाव आविद्धवग्घारिय-मल्लदाम-कलावा अहयवत्थ-चंदणोकिण्णगायसरी अप्पेगइया हयगया अप्पेगया गयगया एवं रहसीया-संदमाणीगया अप्पेगइया पायविहारचारेणं पुरिसवग्गुरापरिक्खित्ता कण्हस्स वासुदेवस्स अंतियं पाउब्भवित्था ।
ભાવાર્થ:- ત્યારપછી નવ યોજન પહોળી અને બાર યોજન લાંબી દ્વારિકા નગરીમાં સમુદ્ર વિજય આદિ દશ દશાર્હ યાવત્ અનેક હજાર ગણિકાઓ તે કૌમુદી નામની ભેરીનો ધ્વનિ સાંભળીને અને હૃદયમાં ધારણ કરીને હૃષ્ટ, તુષ્ટ, થઈને યાવત્ તેઓએ સ્નાન કર્યું. લાંબી લટકતી ફૂલમાળાઓને ધારણ કરી, નવા વસ્ત્રો ધારણ કર્યા, શરીર ઉપર ચંદનનો લેપ કર્યો, તેમાંથી કેટલાક અશ્વ પર આરોહણ કરીને, કેટલાક