________________
અધ્ય–૫: શૈલક
[ ૧૪૧]
ભાવાર્થ:- તે દ્વારીકા નગરીમાં થાવસ્યા નામની એક ગાથાપત્ની (શેઠાણી) રહેતી હતી. તે શાળી હતી યાવતુ ઘણા લોકો માટે આદર્શભૂત હતી. તે થાવચ્ચ ગાથાપત્નીને થાવગ્ગાપુત્ર નામનો સાર્થવાહ પુત્ર હતો. તેના હાથ-પગ અત્યંત સુકુમાર હતા યાવતું તે રૂપવાન હતો. | ७ तएणं सा थावच्चा गाहावइणी तंदारयं साइरेगअट्ठवासजायगंजाणित्ता सोहणंसि तिहिकरणणक्खक्तमुहुत्तंसिकलायरियस्स उवणेइ जाव अलं भोगसमत्थंजाणित्ता बत्तीसाए इब्भकुलबालियाणं एगदिवसेणं पाणिगेण्हावेइ । बत्तीसाओ दाओ जावबत्तीसाए इब्भकुलबालियाहिं सद्धिं विउले सद्दफरिसरसरूववण्णगंधे जाव जमाणे विहरइ। ભાવાર્થ - ત્યારપછી તે પુત્ર કંઈક અધિક આઠ વર્ષનો થયો ત્યારે થાવચ્ચ ગાથાપત્નીએ શુભતિથિ, કરણ, નક્ષત્ર અને મુહૂર્તમાં કલાચાર્યની પાસે મોકલ્યો યાવતું તે યુવાવસ્થાને પ્રાપ્ત થયો ત્યારે ઈમ્પકુલની બત્રીસ કન્યાઓ સાથે એક જ દિવસે તેનું પાણિગ્રહણ કરાવ્યું. તેને પ્રાસાદ આદિ બત્રીસ-બત્રીસ વસ્તુઓ પ્રીતિદાનરૂપે આપી યાવતુ તે ઈમ્યકુલની બત્રીસ કન્યાઓ સાથે વિપુલ શબ્દ, સ્પર્શ, રસ, રૂપ, વર્ણ અને ગંધનો ભોગ-ઉપભોગ કરતો રહેવા લાગ્યો. દ્વારિકામાં તીર્થકર અરિષ્ટનેમિનું પદાર્પણ:
८ तेणं कालेणं तेणं समएणं अरहा अरिटुणेमी आइगरे तित्थयरे जावदसधणुस्सेहे णीलुप्पलगवलगुलिय-अयसिकुसुमप्पगासे, अट्ठारसहिं समणसाहस्सीहिं सद्धिं संपरिवुडे चत्तालीसाए अज्जियासाहस्सीहि सद्धिं संपरिवुडे पुव्वाणुपुट्विं चरमाणे गामाणुगामं दुइज्जमाणे जेणेव बारवई णयरी, जेणेव रेवयगपव्वए, जेणेव णंदणवणे उज्जाणे, जेणेव सुरप्पियस्स जक्खस्स जक्खाययणे, जेणेव असोगवरपायवे तेणेव उवागच्छइ, उवागच्छित्ता अहापडिरूवं उग्गहं ओगिण्हित्ता संजमेणं तवसा अप्पाणंभावेमाणे विहरइ। परिसा णिग्गया, धम्मो कहिओ। ભાવાર્થ:- તે કાલે અને તે સમયે દ્વારિકા નગરીમાં અરિહંત અરિષ્ટનેમિ પધાર્યા. ધર્મની આદિના કરનારા, તીર્થની સ્થાપના કરનારા યાવતુ તે ભગવાન અરિષ્ટનેમિ દસ ધનુષ ઊંચા હતા, તેઓ નીલ-કમળ, ભેંસના શીંગડા, નીલગુલિકા અને અળસીના ફૂલની સમાન શ્યામ કાંતિવાળા હતા, અઢાર હજાર સાધુઓથી અને ચાલીસ હજાર સાધ્વીઓથી પરિવૃત્ત થઈને અનુક્રમથી વિહાર કરતાં, ગામેગામ વિચરતાં દ્વારિકાનગરીના ગિરનાર પર્વત ઉપર નંદનવન નામના ઉધાનમાં, સુરપ્રિય નામના યક્ષના યક્ષાયતનમાં અને તેમાં પણ અશોકવૃક્ષ હતું ત્યાં પધાર્યા, યથાયોગ્ય સ્થાનને ગ્રહણ કરીને સંયમ અને તપથી આત્માને ભાવિત કરતાં વિચારવા લાગ્યા. નગરમાંથી પરિષદ દર્શન કરવા માટે આવી અને પ્રભુએ તે પરિષદને ધર્મોપદેશ આપ્યો. કૃષ્ણ દ્વારા તેમનાથ પ્રભુની ઉપાસના - | ९ तए णं से कण्हे वासुदेवे इमीसे कहाए लढे समाणे कोडुंबियपुरिसे सद्दावेइ, सद्दावेत्ता एवं वयासी-खिप्पामेव भो देवाणुप्पिया ! सभाए सुहम्माए मेघोघरसियं गंभीर महुरसई कोमुइयं भेरि तालेह ।