________________
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
યુગલોથી સેવિત હતો. તે દશારવંશના સમુદ્રવિજય આદિ વીરપુરુષો તથા ત્રણ લોકમાં અધિક બળવાન નેમનાથ ભગવાન આદિ દ્વારા ઉત્સવ-મહોત્સવોમાં વારંવાર આસેવિત હતો. તે પર્વત સૌમ્ય, સુભગ, પ્રિયદર્શી, સુરૂપ, પ્રાસાદીય, દર્શનીય, સુંદર આકારવાળો હોવાથી અભિરૂપ તથા અસાધારણ રૂપ સંપન્ન હોવાથી પ્રતિરૂપ હતો.
૧૪૦
૪ | तस्स णं रेवयगस्स अदूरसामंते, एत्थ णं णंदणवणे णामं उज्जाणे होत्था सव्वोउयपुप्फ-फल-समिद्धे रम्मे णंदणवणप्पगासे पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे । त णं उज्जाणस्स बहुमज्झभागे सुरप्पिए णामं जक्खाययणे होत्था - दिव्वे, वण्णओ।
ભાવાર્થ :- તે રૈવતક પર્વતથી ન અતિદૂર કે ન અતિ નજીક એક નંદનવન નામનું ઉદ્યાન હતું. તે સર્વ ઋતુઓ સંબંધી ફૂલોથી અને ફળોથી સમૃદ્ધ, રમ્ય, નંદનવનની જેમ દર્શકોના મનને હર્ષિત કરનાર, દર્શનીય, અભિરૂપ તથા પ્રતિરૂપ હતું. તે ઉદ્યાનની બરાબર મધ્યમાં સુરપ્રિય નામના યક્ષનું દિવ્ય યક્ષાયતન હતું. અહીં યક્ષાયતનનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર અનુસાર જાણવું.
શ્રીકૃષ્ણ વાસુદેવ :
:
५ तत्थ णं बारवईए जयरीए कण्हे णामं वासुदेवे राया परिवसइ । से णं तत्थ समुद्दविजय- पामोक्खाणं दसण्हं दसाराणं, बलदेव-पामोक्खाणं पंचण्हं महावीराणं, उग्गसेण- पामोक्खाणं सोलसण्हं राईसहस्साणं पज्जुण्ण-पामोक्खाणं अद्भुट्ठाणं कुमारकोडीणं, संब पामोक्खाणं सट्ठीए दुद्दतसाहस्सीणं, वीरसेण पामोक्खाणं एक्कवौसाए वीरसाहस्सीणं, महासेण- पामोक्खाणं छप्पण्णाए बलवगसाहस्सीणं, रुप्पिणीपामोक्खाणं बत्तीसाए महिला-साहस्सीणं, अणंगसेणा पामोक्खाणं अणेगाणं गणियासाहस्सीणं अण्णेसिं च बहूणं ईसर - तलवर जाव सत्थवाह पभिईणं वेयड्डगिरि-सायर-पेरंतस्स य दाहिणढ-भरहस्स, बारवईए य णयरीए आहेवच्चं जाव पालेमाणं विहरइ ।
ભાવાર્થ :- તે દ્વારિકા નગરીમાં ત્રણ ખંડના અધિપતિ કૃષ્ણ વાસુદેવ નામના રાજા રહેતા હતા. તે વાસુદેવ સમુદ્રવિજય આદિ દશ દશારો, બળદેવ આદિ પાંચ મહાવીરો, ઉગ્રેસન આદિ સોળ હજાર રાજાઓ, પ્રધુમ્ન આદિ સાડા ત્રણ કરોડ કુમારો, શાંબ વગેરે સાઠ હજાર દુર્રાન્ત યોદ્ધાઓ, વીરસેન આદિ એકવીસ હજાર વીરો, મહાસેન આદિ છપ્પન હજાર બળવાન પુરુષો, રુક્ષ્મણી આદિ બત્રીસ હજાર રાણીઓ, અનંતસેના આદિ અનેક હજારો ગણિકાઓ તથા બીજા ઘણા ઈશ્વર(ઐશ્વર્યવાન ધનાઢય શેઠ), તલવર યાવત્ સાર્થવાહ આદિનું તથા ઉત્તરદિશામાં વૈતાઢય પર્વત પર્યંત અને અન્ય ત્રણ દિશાઓમાં લવણ સમુદ્ર પર્યંતના દક્ષિણાર્ધ ભરતક્ષેત્રનું અને દ્વારિકા નગરીનું આધિપત્ય કરતાં તથા તેનું પાલન કરતાં વિચરતા હતા. થાવચ્ચા સાર્થવાહી અને થાવચ્ચાપુત્ર :
६ | तत्थ णं बारवईए णयरीए थावच्चा णामं गाहावइणी परिवसइ- अड्डा जाव अपरिभूया । तीसे णं थावच्चए गाहावइणीए पुत्ते थावच्चापुत्ते णामं सत्थवाहदारए होत्था सुकुमाल-पाणिपाए जाव सुरूवे ।