________________
અધ્ય–૫: શૈલક
[ ૧૩૯ ]
પાચમું અધ્યયન
શૈલક
અધ્યયન પ્રારંભ:| १ जइ णं भंते ! समणेणं भगवा महावीरेणं चउत्थस्स णायज्झयणस्स अयमढे पण्णत्ते, पंचमस्सणं भंते ! णायज्झयणस्स के अटे पण्णत्ते? ભાવાર્થઃ- હે ભગવન્! જો શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ચોથા અધ્યયનના આ ભાવ કહ્યા છે, તો હે ભગવન્! પાંચમા અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે? દ્વારિકા નગરી અને રૈવતક પર્વતઃ| २ एवं खलुजंबू ! तेणंकालेणं तेणंसमएणं बारवईणामंणयरी होत्था, पाईणपडीणायया उदीणदाहिणवित्थिण्णा णवजोयणवित्थिण्णा दुवालसजोयणायामा धणवइमइणिम्मिया चामीयस्पवस्पायारा णाणामणिपंचवण्णकक्सिीसग-सोहिया अलकापुस्सिंकासा पमुइय पक्कीलिया पच्चक्खं देवलोगभूया । ભાવાર્થ:- હે જંબૂ! તે કાલે અને તે સમયે તારવતી (દ્વારિકા) નામની નગરી હતી. તે પૂર્વ-પશ્ચિમ નવા યોજન લાંબી અને ઉત્તર-દક્ષિણ બાર યોજન પહોળી હતી. તે કુબેરની બદ્ધિથી નિર્મિત હતી, તે સવર્ણના શ્રેષ્ઠકિલ્લાથી અને પંચરંગી વિવિધ મણિઓના બનેલા કાંગરાઓથી શોભિત, અલકાપુરી (ઇન્દ્રની નગરી) સમાન સુંદર દેખાતી હતી. ત્યાંના લોકો આમોદ-પ્રમોદ અને વિવિધ ક્રીડાઓમાં લીન રહેતા હતા. તે નગરી પ્રત્યક્ષ દેવલોક જેવી લાગતી હતી. | ३ तीसेणं बारवईए णयरीए बहिया उत्तरपुरच्छिमे दिसीभाए रेवतए णामं पव्वए होत्थातुंगे गगणतलमणुलिहंतसिहरेणाणाविहगुच्छगुम्मलया-वल्लिपरिगए हंसमिग मऊस्कोंच सारसचक्कवाय-मयणसाल-कोइलकुलोववेए अणेग-तडागकडग विय-उज्झरयपवाय पब्भारसिहस्पउरे अच्छरगणदेवसंघचारणविज्जाहरमिहुणसंविचिण्णे णिच्चच्छणए दसारवर वीरपुरिसतेलोक्क बलवगाणंसोमेसुभगेपियदसणेसुरुवेपासाईएदरिसणिज्जेअभिरुवेपडिरूवे। ભાવાર્થ - તે દ્વારિકા નગરીની બહાર ઇશાન ખૂણામાં રેવતક(ગિરનાર) નામનો પર્વત હતો. તે પર્વત ઘણો ઊંચો હતો. તેના શિખરો આકાશને સ્પર્શતા હતા. તે પર્વત વિવિધ પ્રકારના ગુચ્છો, ગુલ્મો, લતાઓ અને વેલોથી વ્યાપ્ત હતો; હંસ, મૃગ, મયૂર, ક્રૌંચ, સારસ, ચક્રવાક, મદનસારિકા(એના) અને કોયલ આદિ પ્રાણીઓના ઝુંડોથી યુક્ત હતો. તેમાં અનેક તટો, મેખલાઓ, ગુફાઓ, ઝરણાઓ, પ્રપાતો, પ્રાશ્માર(નમેલા ગિરિપ્રદેશો) અને શિખરો હતા. તે પર્વત અપ્સરાઓ, દેવોના સમૂહો, ચારણમુનિઓ અને વિદ્યાધરોના