________________
| અધ્ય–૫: અધ્યયન સાર
[ ૧૩૭ ]
પાંચમું અધ્યયન
અધ્યયન સાર છે.
.
.
.
.
.
પ્રસ્તુત અધ્યયનમાં ગુરુ-
શિષ્ય રૂપે સંબંધિત થાવચ્ચા પુત્ર અણગાર, શુક અણગાર અને શૈલક રાજર્ષિ અણગારના જીવન કવનનું વર્ણન છે. આ અધ્યયનમાં મુખ્યત્વે શૈલક મુનિના જીવનના આધારે સાધુ જીવનની પ્રમત્ત-અપ્રમત્ત અવસ્થાના ફળનું દર્શન કરાવ્યું છે તેથી આ અધ્યયનનું નામ શૈલક છે.
દ્વારિકા નગરીમાં થાવસ્યા નામની એક સાધન સંપન્ન ગૃહસ્થ મહિલા રહેતી હતી. તેને થાવગ્ગાપુત્ર નામનો એક પુત્ર હતો. અરિષ્ઠનેમિ ભગવાનની ધર્મદેશના સાંભળીને તે વૈરાગ્યના રંગમાં રંગાઈ ગયો અને દીક્ષા લેવા તૈયાર થયો.
- થાવસ્યા ગાથાપત્ની પુત્રના દીક્ષા મહોત્સવ માટે છત્ર, ચામર આદિ લેવા માટે કૃષ્ણ મહારાજની પાસે ગઈ. શ્રી કૃષ્ણ પોતે પોતાના તરફથી મહોત્સવ ઉજવવાનું કહ્યું અને થાવસ્યા પુત્રના વૈરાગ્યની પરીક્ષા કરવા તેઓ સ્વયં તેના ઘરે ગયા. થાવસ્થા પુત્રની પરીક્ષા કર્યા પછી જ્યારે શ્રીકૃષ્ણને વિશ્વાસ થઈ ગયો કે તેનો વૈરાગ્ય દઢ છે, ત્યારે તેઓએ દ્વારકાનગરીમાં ઘોષણા કરાવી કે “ભગવાન અરિષ્ટનેમિની પાસે જેને દીક્ષા ગ્રહણ કરવી હોય તે કરે, દીક્ષિત થનારાના આશ્રિત સ્વજનોનું પાલન-પોષણ, સંરક્ષણનું સંપૂર્ણ ઉત્તરદાયિત્વ શ્રી કૃષ્ણ વાસુદેવ વહન કરશે. જે દીક્ષિત થવા ઇચ્છે છે તેઓ નિશ્ચિત થઈને દીક્ષા ગ્રહણ કરે.”
ઘોષણા સાંભળીને થાવસ્યા પુત્રની સાથે એક હજાર પુરુષ પ્રવ્રજિત થયા. કાલાન્તરમાંથાવસ્ત્રાપુત્ર અણગાર, પોતાના સાથી એક હજાર મુનીઓની સાથે દેશ દેશાંતરમાં પથવિચરણ કરતાં-કરતાં સૌગંધિકા નગરીમાં પધાર્યા. ત્યાંના નગરશેઠ સુદર્શન સાંખ્ય ધર્મના અનુયાયી અને શુક પરિવ્રાજકના શિષ્ય હતા, તે થાવચ્ચા પુત્રની ધર્મદેશના સાંભળવા ગયા. થાવચ્ચા પુત્ર અને સુદર્શન શ્રેષ્ઠીની વચ્ચે ધર્મનો મૂળ આધાર શું? તે વિષયમાં ચર્ચા થઈ. વિનય મૂલક ધર્મથી સંતુષ્ટ થઈને સુદર્શને જિનધર્મ સ્વીકારીને શ્રાવકવ્રત અંગીકાર કર્યા.
- શુક પરિવ્રાજકને જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે તે સુદર્શનને પુનઃ પોતાના અનુયાયી બનાવવાના વિચારથી સૌગંધિકા નગરીમાં આવ્યો પરંતુ સુદર્શન ડગ્યો નહીં. શુક પોતાના શિષ્યોની સાથે થાયચ્ચા પુત્ર અણગાર પાસે આવ્યા અને બંને વચ્ચે ચર્ચા થઈ. ત્યાર પછી કાળક્રમે શુક પરિવ્રાજકે જે પ્રશ્નો પૂછયા તેના ઉત્તર થાવચ્ચ અણગારે શાંતિથી આપ્યા. તે ઉત્તરોથી પ્રભાવિત થઈ શુક પરિવ્રાજક, પોતાના ૧૦૦૦ શિષ્યો સહિત થાવસ્યા પુત્ર અણગારના શિષ્ય બની ગયા. કાળક્રમે થાવસ્થા અણગાર નિર્વાણ પામ્યા.
શુક અણગાર એકવાર શૈલકપુર પધાર્યા. ત્યાંના શૈલક રાજાએ થાવસ્યા પુત્ર અણગારના ઉપદેશથી શ્રમણોપાસક ધર્મ અંગીકાર કર્યો હતો. શુક અણગારના પ્રતિબોધથી તેઓએ પુત્ર મંડુકને રાજગાદી સોંપી અને પાંચસો મંત્રીઓની સાથે દીક્ષા અંગીકાર કરી.
શૈલકમુનિ સાધુચર્યા અનુસાર દેશ-દેશાન્તરમાં વિચરવા લાગ્યા. કાળક્રમે તેમના ગુરુ શુકમુનિ નિર્વાણ પામ્યા. શેલક રાજર્ષિનું સુખોમાં ઉછરેલું સુકોમળ શરીર સાધુ જીવનની કઠોરતાને સહન કરી શક્યું નહીં. ખાજ, પિત્તજ્વરાદિ રોગોના કારણે તે તીવ્ર વેદનાથી પીડિત થઈ ગયા. ભ્રમણ કરતાં-કરતાં તેઓ શૈલકપુરમાં પધાર્યા. તેના પુત્ર મંકરાજા દર્શન કરવા આવ્યા. શૈલક રાજર્ષિના રોગગ્રસ્ત શરીરને