________________
[ ૧૩૬ ]
શ્રી જ્ઞાતાધર્મકથા સૂત્ર
ભાવાર્થ:- અિધ્યયનનો ઉપસંહાર કરતા સુધર્માસ્વામી કહે છે.) હે જંબૂ! શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ ચોથા જ્ઞાત અધ્યયનનો આ અર્થ કહ્યો છે. જે પ્રમાણે મેં ભગવાન પાસેથી સાંભળ્યું છે, તે પ્રમાણે
વિવેચન :
પ્રસ્તુત અધ્યયનમાં કાચબાના દષ્ટાંતે હિતશિક્ષા આપી છે. આ દષ્ટાંતમાં કાચબાના સ્થાને મુનિઓ, શિયાળોના સ્થાને રાગ-દ્વેષ, ચારપગ અને ડોકના સ્થાને પાંચ ઇન્દ્રિયો, પગ-ડોક બહાર કાઢવા તુલ્ય ઇન્દ્રિયના વિષયોમાં પ્રવૃત્તિ અને ડોકાદિના છેદન સ્થાને મૃત્યુ સમજવું અર્થાત્ મુનિઓ રાગ-દ્વેષ, આસક્તિને વશ ઇદ્રિયવિષયમાં પ્રવૃત્ત થાય તો મૃત્યુને અર્થાત્ અનંત સંસારને પામે છે.
પગ-ડોકને ઢાલમાં છુપાવવા તુલ્ય ઇદ્રિયોનું ગોપન, શિયાળોના ગયા પછી ન આવવા તુલ્ય રાગદ્વેષની અનુત્પત્તિ અને હૃદસ્થાને નિર્વાણ પ્રાપ્તિ સમજવી અર્થાત્ જે મુનિઓ રાગ-દ્વેષ-આસક્તિને વશ થઈઇદ્રિયોમાં પ્રવૃત્ત થતા નથી, તે નિર્વાણને પ્રાપ્ત કરે છે. વૃત્તિકારે બે ગાથા દ્વારા આ બોધને રજૂ કર્યો છે. યથા
विसएसु इंदियाई, रुंभंता राग-दोस-णिम्मुक्का ।
पावंति णिव्वुइसुहं, कुम्मुव्व मयंगदहसोक्खं ॥१॥ અર્થ– કાચબાએ મૃત્તગંગાતીર હૃદમાં પહોંચીને જેમ સુખ પ્રાપ્ત કર્યું તેમ ઈદ્રિયોના વિષયોમાં અનાસકત, રાગ-દ્વેષથી રહિત સાધક મુક્તિના સુખને પ્રાપ્ત કરે છે.૧/l
__ अवरे उ अणत्थ-परंपरा उ पावंति पावकम्मवसा ।
संसार-सागरगया, गोमाउग्गसियकुम्मो व्व ॥२॥ અર્થ– તેનાથી ભિન્ન–અન્ય પાપકર્મને વશીભૂત (વિષયાસકત), સંસાર સાગરગત જીવો શિયાળ દ્વારા ગ્રસિત કાચબાની જેમ અનર્થોની પરંપરાને પ્રાપ્ત થાય છે.પારા
ચોથું અધ્યયન સમાપ્તા