________________
અઘ્ય—૪ : કૂર્મ(કાચબા)
બહાર કાઢયા જ નહીં તેથી શિયાળો, તે કાચબાને થોડી કે વધુ, બાધા-પીડા ઉત્પન્ન કરી શક્યા નહીં, તેમજ તેને છેદવામાં પણ સમર્થ થઈ શક્યા નહીં. ત્યારે તેઓ શ્રાન્ત, ક્લાન્ત, પરિતાન્ત તથા ખિન્ન થઈને જે દિશામાંથી આવ્યા હતા તે દિશામાં પાછા ફર્યા.
૧૩૫
१२ तए णं से कुम्मए ते पावसियालए चिरंगए दूरंगए जाणित्ता सणियं-सणियं गीवं णीणेइ, णीणेत्ता दिसावलोयं करेइ, करित्ता जमगसमगं चत्तारि वि पाए जीणेइ, णीणेत्ता ता उक्किट्ठाए कुम्मगईए वीईवयमाणे - वीईवयमाणे जेणेव मयंगतीरद्दहे तेणेव उवागच्छइ, उवागच्छित्ता मित्तणाइणियग-सयण-संबंधि-परियणेणं सद्धिं अभिसमण्णागए यावि होत्था । ભાવાર્થ:- ત્યારપછી તે કાચબાએ ઘણો સમય પસાર થઈ ગયો છે તેથી તે પાપી શિયાળો દૂર ચાલ્યા ગયા હશે’ તેમ વિચારીને ધીરે ધીરે પોતાની ડોક બહાર કાઢી, ગ્રીવા કાઢીને બધી દિશાઓમાં અવલોકન કર્યું, અવલોકન કરીને(શિયાળોને ત્યાં ન જોતાં) એકીસાથે ચારે પગ બહાર કાઢયા અને કાચબાની ઉત્કૃષ્ટ ગતિથી દોડતાં-દોડતાં મૃતગંગાતીર નામના હૃદમાં પ્રવેશી ગયો અને પોતાના મિત્ર, જ્ઞાતિજન, નિજક, સ્વજન, સંબંધી અને પરિજનો સાથે મળી ગયો.
ઉપનય: ગુપ્તેન્દ્રિય શ્રમણો :
| १३ एवामेव समणाउसो ! जो अम्हं समणो वा समणी वा आयरिय-उवज्झायाणं अंति पव्वइए समाणे पंच से इंदियाई गुत्ताइं भवंति जाव से णं इहभवे चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावयाणं बहूणं सावियाण य अच्चणिज्जे वंदणिज्जे णमंसणिज्जे पूयणिज्जे सक्कारणिज्जे सम्माणणिज्जे कल्लाणं मंगलं देवयं चेइयं विणएण पज्जुवासणिज्जे ભવર ।
परलोए वि य णं णो बहूणि हत्थछेयणाणि य कण्णच्छेयणाणि य णासाछेयणाणि य हिययउप्पाडणाणि य वसणुप्पाडणाणि य उल्लंबणाणि य पाविहिइ । पुणो अणाइयं चणं अणवदग्गं दीहमद्धं चाउरंत संसारकंतारं वीइवइस्सइ; जहा व से कुम्मए गुत्तिंदिए ।
ભાવાર્થ :- હે આયુષ્યમાન શ્રમણો ! આ જ પ્રમાણે અમારા જે શ્રમણ અથવા શ્રમણી આચાર્ય કે ઉપાધ્યાયની પાસે પ્રવ્રુજિત થઈને, પાંચે ઇન્દ્રિયોનું ગોપન કરે છે તથા મહાવ્રત, સમિતિ આદિનું સમ્યક પાલન કરે છે. તે આ ભવમાં અનેક શ્રમણ-શ્રમણીઓ, શ્રાવક-શ્રાવિકાઓ દ્વારા અર્ચનીય, વંદનીય, નમસ્કરણીય, પૂજનીય, સત્કારણીય અને સન્માનનીય થાય છે. તે કલ્યાણરૂપ, મંગલરૂપ, દેવસ્વરૂપ, જ્ઞાનસ્વરૂપ તથા ઉપાસનીય બને છે.
પરલોકમાં તેઓને હાથ, પગ, કાન, નાક, હૃદય, અંડકોષોના છેદન કે ફાંસીએ ચડવું આદિ અનેક પ્રકારના કષ્ટો ભોગવવા પડતા નથી અને તે અનાદિ અનંત સંસાર-અટવીને પાર કરી જાય છે. જેમ કે તે ગુપ્તેન્દ્રિય કાચબો છેદન વગેરેથી રહિત થઈને પોતાના સ્થાને સુરક્ષિત પહોંચી જાય છે.
१४ एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं चउत्थस्स णायज्झयणस्स अयमट्ठे પળત્તે ।।ત્તિ નેમિ ॥