________________
[ ૧૩૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
विहार्डेति, विहाडित्ता तं कुम्मगं जीवियाओ ववरोर्वेति, ववरोवित्ता मंसं च सोणियं च માણાતિ . ભાવાર્થ - ત્યાર પછી એક કાચબાએ, તે પાપી શિયાળોને ઘણો સમય થઈ ગયો છે તેથી તે ઘણા દૂર જતા રહ્યા હશે, તેમ માની ધીરે-ધીરે પોતાનો એક પગ બહાર કાઢ્યો. તે પાપી શિયાળોએ તે કાચબાને ધીમે-ધીમે એક પગ બહાર કાઢતા જોયો, જોઈને તે બંને ઉત્કૃષ્ટ ગતિથી, શીઘ, ચપલ, ત્વરિત, ચંડ, અવાજ વિનાની અને વેગવાન ગતિથી તે કાચબા પર ધસી આવ્યા અને કાચબાના તે પગને નખોથી વિદારણ કરી, દાંતોથી ચીરીને તેના માંસ અને રુધિરને ખાઈ ગયા, ત્યાર પછી તે કાચબાને ઊંચો-નીચો કર્યો યાવત તેને છેદવામાં સમર્થ ન થયા, ત્યારે તે બીજીવાર થોડા દૂર ચાલ્યા ગયા. એવી રીતે ક્રમશઃ તેના ચારે પગોને ખાઈ ગયા ધીમે-ધીમે તે કાચબાએ ગ્રીવા બહાર કાઢી. આ જોઈને તે શિયાળો પોતાની ઉત્કૃષ્ટ ગતિથી શીધ્ર, ધસી આવ્યા અને નખોથી વિદારણ કરીને તથા દાંતોથી ચીરીને તેના કપાળને ફોડી નાખ્યું અને તે કાચબાને જીવનથી રહિત કરી નાંખ્યો, જીવન રહિત કરીને તેના માંસ અને રુધિરનો આહાર કર્યો. ઉપનયઃ અગુપ્તેન્દ્રિય શ્રમણો - १० एवामेव समणाउसो ! जो अम्हं णिग्गंथो वा णिग्गंथी वा आयरिय-उवज्झायाणं अंतिए पव्वइए समाणे पंच य से इंदियाइं अगुत्ताइ भवंति, से णं इह भवे चेव बहूणं समणाणं बहूणं समणीणं बहूणं सावगाणं बहूणं साविगाणं हीलणिज्जे, परलोए वि यणं आगच्छइ बहूणि दंडणाणि जाव अणुपरियट्टइ, जहा व से कुम्मए अगुत्तिदिए । ભાવાર્થ:- આ પ્રમાણે હે આયુષ્યમાન શ્રમણો ! અમારા જે નિગ્રંથો અથવા નિગ્રંથીઓ, આચાર્ય કે ઉપાધ્યાયની પાસે દીક્ષિત થઈને પાંચે ઇન્દ્રિયોનું ગોપન કરતા નથી, તે આ ભવમાં અખેન્દ્રિય કાચબાની જેમ ઘણા સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાઓ દ્વારા હીલનીય બને છે અને પરલોકમાં પણ ઘણા દંડ પામે છે યાવત્ અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. સ્થિર ચિત્તવાળા કાચબાની સુરક્ષાઃ११ तएणं ते पावसियालया जेणेव से दोच्चए कुम्मए तेणेव उवागच्छंति, उवागच्छित्ता तं कुम्मयं सव्वओ समंता उव्वत्तेति जाव दंतेहिं अक्खोडंति । णो चेव णं तस्स किंचि आबाहं वा जावछविच्छेयं वा करित्तए।
तए णं ते पावसियालया दोच्चं पि तच्चं पि जाव णो संचाएंति तस्स कुम्मगस्स किंचि आबाहं वा पवाह विबाह वा उप्पाएत्तए, छविच्छेयं वा करित्तए, ताहे संता तंता परितंता णिव्विण्णा समाणा जामेव दिसिंपाउन्भूया तामेव दिसिं पडिगया । ભાવાર્થ:- ત્યારપછી તે પાપી શિયાળો બીજા કાચબા પાસે જઈને તે કાચબાને ચારે બાજુથી ઊંચો નીચો કર્યો યાવત દાંતોથી ચીરવા પ્રયત્ન કર્યો. તે તેને કિંચિત પણ બાધા પહોંચાડવામાં ચાવતુ તેનું છેદન કરવામાં સમર્થ થઈ શક્યા નહીં.
ત્યારપછી તે પાપી શિયાળો બે-ત્રણવાર તે કાચબા પાસે આવ્યા પણ તે કાચબાએ પોતાના અંગને