________________
| १३२
શ્રી શાતાધર્મકથા સૂત્ર
४ तस्स णं मयंगतीरद्दहस्स अदूरसामंते, एत्थ णं महं एगे मालुयाकच्छए होत्था, वण्णओ । तत्थणंदुवे पावसियालगा परिवसंति-पावा चंडा रोदा तल्लिच्छू साहसिया लोहियपाणी आमिसत्थी आमिसाहारा आमिसप्पिया आमिसलोला आमिसं गवेसमाणा रत्तिं वियालचारिणो दिया पच्छण्णं चावि चिटुंति। ભાવાર્થ:- તે મૃતગંગાતીર હૃદની નજીક એક મોટો માલુકાકચ્છ હતો. તેનું વર્ણન બીજા અધ્યયન પ્રમાણે જાણવું. તે માલુકાકચ્છમાં બે પાપી શિયાળ રહેતા હતા. તે પાપનું આચરણ કરનારા, ક્રોધી, રૌદ્ર, ઇષ્ટ વસ્તુને મેળવવામાં દત્તચિત્ત અને સાહસિક હતા. તેના હાથ અર્થાત્ આગલા પગ લોહીથી ખરડાયેલા રહેતા હતા. તે માંસાર્થી, માંસાહારી, માંસપ્રિય અને માંસલોલુપ હતા. માંસની ગવેષણા કરતા રાત્રિના સમયે અને સંધ્યાના સમયે ફરનારા હતા તથા દિવસે છુપાઈને રહેતા હતા. કાચબા અને શિયાળોનું આહારાર્થ ભ્રમણ :। ५ तए णं ताओ मयंगतीरद्दहाओ अण्णया कयाई सूरियंसि चिरत्थमियंसि लुलियाए संझाए पविरलमाणुसंसि णिसंतपडिणिसंतंसि समाणंसि दुवे कुम्मगा आहारत्थी आहारं गवेसमाणा सणियंसणियं उत्तरंति, तस्सेव मयंगतीरद्दहस्स परिपेरंतेणं सव्वओ समंता परिघोलेमाणा परिघोलेमाणा वित्तिं कप्पेमाणा विहरंति।। ભાવાર્થ - ત્યારપછી એકદા સૂર્યને અસ્ત થયાનાચિરકાલ પછી, સંધ્યાકાલ વ્યતીત થઈ જતાં, મનુષ્યોની અવર-જવર ઓછી થઈ ગઈ અને મનુષ્યોનો કોલાહલ શાંત થઈ ગયો ત્યારે મૃતગંગાતીર હદમાંથી આહારના અભિલાષી બે કાચબા આહારની શોધ માટે ધીમે-ધીમે પાણીમાંથી બહાર નીકળીને જમીન ઉપર આવ્યા અને તે મૃતગંગાતીર હદના કિનારે ભોજનની શોધમાં ચારે બાજુ ફરવા લાગ્યા.
६ तयाणंतरं च णं ते पावसियालगा आहारत्थी जाव आहारं गवेसमाणा मालुयाकच्छयाओ पडिणिक्खमित्ता जेणेव मयंगतीरद्दहे तेणेव उवागच्छंति, उवागच्छित्ता तस्सेव मयंगतीरद्दहस्स परिपेरंतेणं परिघोलेमाणा परिघोलेमाणा वित्तिं कप्पेमाणा विहरंति।
तएणं ते पावसियाला ते कुम्मए पासंति, पासित्ता जेणेव ते कुम्मए तेणेव पहारेत्थ गमणाए। ભાવાર્થ :- સમયે આહારના અર્થી યાવત આહારની ગવેષણા કરતા તે બંને પાપી શિયાળો માલુકાકચ્છમાંથી બહાર નીકળીને મૃતગંગાતીર હદ સમીપે આવીને મૃતગંગાતીર હૃદની આજુબાજુ ફરવા લાગ્યા અને આહારની તપાસ કરવા લાગ્યા.
તે સમયે તે પાપી શિયાળોની નજર તે બંને કાચબાઓ ઉપર પડી અને તેઓ તે તરફ ચાલવા લાગ્યા. | ७ तएणं ते कुम्मगा ते पावसियालए एज्जमाणे पासंति, पासित्ता भीया तत्था तसिया उव्विग्गा संजायभया हत्थे य पाए यगीवाओ य सएहि-सएहिकाएहिं साहरंति, साहरित्ता णिच्चला णिप्फंदा तुसिणीया संचिटुंति ।