________________
અઘ્ય—૪ : કૂર્મ(કાચબા)
ચોથું અધ્યયન કૂર્મ (કાચબા)
૧૩૧
અધ્યયન પ્રારંભઃ
१ जइ णं भंते ! समणेणं भगवया महावीरेणं तच्चस्स णायज्झयणस्स अयमट्ठे पण्णत्ते, चउत्थस्स णं णायझयणस्स के अट्ठे पण्णत्ते ?
ભાવાર્થ:- હે ભગવન્ ! જો શ્રમણ ભગવાન મહાવીરે ત્રીજા જ્ઞાત અધ્યયનનના આ ભાવ કહ્યા છે, તો ચોથા જ્ઞાત અધ્યયનના કયા ભાવ ફરમાવ્યા છે?
મૃતગંગાતીર નામનું હદ ઃ
२ एवं खलु जंबू ! तेणं कालेणं तेणं समएणं वाणारसी णामं णयरी होत्था, वण्णओ। तीसे णं वाणारसीए णयरीए बहिया उत्तरपुरत्थिमे दिसिभागे गंगाए महाणईए मयंगती रद्दहे णामं दहे होत्था- अणुपुव्वसुजायवप्प गंभीरसीयलजले अच्छविमल-सलिल पलिच्छपणे संछण्ण-पत्तपुप्फ-पलासे-बहुउप्पल-पउम-कुमुयणलिण-सुभग-सोगंधिय-पुंडरीय महापुंडरीयसयपत्त-सहस्सपत्त-केसरपुप्फोवचिए पासाईए दरिसणिज्जे अभिरूवे पडिरूवे । ભાવાર્થ:- હે જંબૂ ! તે કાળે અને તે સમયે વારાણસી(બનારસ) નામની નગરી હતી. તેનું વર્ણન શ્રી ઔપપાતિક સૂત્ર પ્રમાણે જાણવું.
તે વારાણસી નગરીની બહાર ઈશાન કોણમાં ગંગા મહાનદીમાં મૃતગંગાતીર હૃદ નામનો એક ધરો–પાણીનો ઊંડો ખાડો હતો. અનુક્રમથી પોતાની મેળે જ બની ગયેલો તે ઘરો સુંદર કિનારાઓથી સુશોભિત હતો. તેનું જળ ઊંડુ અને શીતલ હતું. તે હૃદ–ધરો સ્વચ્છ અને નિર્મળ જળથી પરિપૂર્ણ, કમલિનીના પાંદડા અને ફૂલોની પાંખડીઓથી આચ્છાદિત, ઘણા ઉત્પલો(નીલ કમળો), પદ્મો(લાલ કમળો), કુમુદો (ચંદ્ર વિકાસી કમળો) નલિનો તથા સુભગ, સૌગંધિક, પુંડરિક, મહાપુંડરિક, સો પત્રવાળા, હજાર પાંખડીવાળા કમળોથી તથા કેસર પ્રધાન અન્ય પુષ્પોથી સમૃદ્ધ હતો. તેથી તે આનંદજનક, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતો.
३ तत्थ णं बहूणं मच्छाण य कच्छभाण य गाहाण य मगराण य सुंसमाराण य सयाणि य सहस्साणि य सयसहस्साणि य जूहाइं णिब्भयाइं णिरुव्विग्गारं सुहंसुहेणं अभिरममाणाइं अभिरममाणाइं विहरंति ।
ભાવાર્થ :- તે હૃદમાં ઘણાં સેંકડો, સહસ્રો અને લાખો મત્સ્ય, કચ્છ, ગ્રાહ, મગર અને સુંસુમાર જાતિના જલચર જીવો નિર્ભયપણે અને ઉદ્વેગ રહિત સુખપૂર્વક રમતાં-રમતાં વિચરણ કરતા હતા.