________________
| અધ્ય—૩ઃ મયૂરીનાં ઇંડા
૧૨૯ ]
હે જંબૂ! આ પ્રમાણે શ્રમણ ભગવાન મહાવીર સ્વામીએ જ્ઞાતા સૂત્રના ત્રીજા અધ્યયનનો અર્થ ફરમાવ્યો છે. વિવેચન : -
પ્રસ્તુત અધ્યયનમાં મોરના ઈંડાના દષ્ટાંતે સાધુ, સાધ્વીને ઉપલક્ષણે ચતુર્વિધ સંઘને હિતશિક્ષા આપી છે. અહીં સાગરદત્તપુત્ર-જિનદત્ત પુત્રના સ્થાને સાધુ-સાધ્વી, ઈડાના સ્થાને નિગ્રંથ પ્રવચન અને બાળ મયૂરના સ્થાને મોક્ષ સમજવો. જે સાધુ-સાધ્વી વગેરે નિગ્રંથ પ્રવચનમાં નિઃશંક રહે છે, તે મોક્ષને પામે છે, જે સાધુ-સાધ્વી નિગ્રંથ પ્રવચનમાં શંકાશીલ બને છે તે મોક્ષને પ્રાપ્ત થતાં નથી. વૃત્તિકારે પાંચ ગાથા દ્વારા બોધને રજૂ કર્યો છે. યથા
जिणवरभासियभावेसु, भावसच्चेसु भावओ मइमं ।
णो कुज्जा संदेहं, संदेहोऽणत्थहेउ त्ति ॥१॥ અર્થ– સંદેહ અનર્થનું કારણ છે તેથી બુદ્ધિમાન પુરુષ વીતરાગ જિનેશ્વર દ્વારા ભાષિત સત્ય ભાવોમાં સંદેહ ન કરે.૧/l.
णिस्संदेहत्तं पुण, गुणहेडं जं तओ तयं कज्जं ।
एत्थं दो सेट्ठिसुया, अंडयगाही उदाहरणं ॥२॥ અર્થ– નિસંદેહતા ગુણ વિકાસનું કારણ છે અને તેથી જ આખ વચનો શ્રદ્ધા કરવા યોગ્ય છે. આ વિષય પર મયૂરીના ઈડા ગ્રહણ કરનારા બે શ્રેષ્ઠીપુત્ર(જિનદત્તપુત્ર અને સાગરદત્ત પુત્ર)નું ઉદાહરણ છે.રા.
कत्थइ मइदुब्बल्लेण, तव्विहायरियविरहओ वा वि । णेयगहणत्तणेणं, णाणावरणोदएणं य ॥३॥ हेऊदाहरणासंभवे य, सइ सुठु जंण बुज्झिज्जा ।
सव्वण्णुमयमवितह, तहावि इइ चिंतए मइमं ॥४॥ અર્થ– બુદ્ધિની દુર્બળતા, તજ્ઞ આચાર્યનો સંયોગ ન મળવો, શેય વિષયની અતિગહનતા, જ્ઞાનાવરણીય કર્મનો ઉદય તથા હેતુ અને ઉદાહરણનો અભાવ હોવાથી કોઈ તત્ત્વ સારી રીતે ન સમજાય તો પણ વિવેકી પુરુષે સર્વજ્ઞનો મત (સિદ્ધાંત) અવિતથ (અસત્યો નથી, તેમ વિચારવું જોઈએ.li૩-૪ll.
अणुवकय पराणुग्गह, परायणा जं जिणा जगप्पवरा ।
जिय-राग-दोस-मोहा, यणण्णहावाइणो तेण ॥५॥ અર્થ- બીજાઓ દ્વારા અનુપકૃત–તેમના પર અન્ય કોઈનો ઉપકાર ન હોવા છતાં પણ પરોપકાર પરાયણ એવા જિનેશ્વર દેવ રાગ, દ્વેષ અને મોહના વિજેતા હોવાથી, અજ્ઞાનથી પર હોવાથી, અન્યથાવાદી હોતા નથી અર્થાત્ સત્યવાદી જ હોય છે.પા.
છે ત્રીજું અધ્યયન સંપૂર્ણ